તેમાં ઓપીસીની સરખામણીએ કેટલીક વધારાની કાચી સામગ્રીનો ઉપયોગ થાય છે, જેમ કે, રીફાઇન્ડ એચઆરએસ અને રીફાઇન્ડ જીપ્સમ. તે પોર્ટલેન્ડ પોઝોલેના સીમેન્ટ (પીપીસી)નો એક પ્રકાર છે. અલ્ટ્રાટૅક સુપર એ નવા જમાનાનો સીમેન્ટ છે, જે અત્યાધુનિક ટેકનોલોજી, કમ્પ્યૂટરાઇઝ્ડ પ્રોસેસ કન્ટ્રોલ અને ઓનલાઇન ક્વૉલિટી કન્ટ્રોલ વડે બનાવવામાં આવ્યો છે, જેથી કરીને હંમેશા ઊંચી ગુણવત્તાના કામની ખાતરી કરી શકાય
બ્લેન્ડેડ સીમેન્ટનો ઉપયોગ એ કાર્યક્ષમતાના મામલે એક આકર્ષક વિકલ્પ છે, કારણ કે આ ઉમેરણો ઉમેરવાથી ઉપયોગમાં લેવામાં આવેલી ઊર્જાની માત્રાને શક્ય એટલી ઘટાડવામાં મદદ મળી રહે છે. તે ક્લિન્કરના ઉત્પાદનમાંથી ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન તથા કેલ્સિનેશનમાંથી સીધા કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનને ઘટાડવામાં ઉપયોગી છે.
આ જ કારણોસર બ્લેન્ડેડ સીમેન્ટ નવા માર્કેટોમાં વિસ્તરી રહ્યો છે અને તેનો ઉપયોગ વધી રહ્યો છે તથા તે સમગ્ર વિશ્વમાં વધુને વધુ લોકપ્રિય થઈ રહ્યો છે.
અલ્ટ્રાટૅક સુપર સીમેન્ટ એ પીપીસીની સુધારવામાં આવેલી આવૃત્તિ છે, જેમાં પીપીસીની સાથે-સાથે ઓપીસી 53ના પણ શ્રેષ્ઠ ગુણધર્મોનું સંયોજન કરવામાં આવ્યું હોય છે. તે તેને પીપીસીની સરખામણીએ ચઢિયાતી ગુણવત્તાનું ઉત્પાદન બનાવે છે.
અલ્ટ્રાટૅક સુપર બાંધકામના તમામ તબક્કાઓમાં અને તમામ પ્રકારના બાંધકામ માટે ઉપયોગમાં લેવો યોગ્ય ગણાય છે. પાયા, ફૂટિંગ, ઇંટોના કામ, પથ્થરનું ચણતર, બ્લૉકની દિવાલો, સ્લેબ, બીમ કે કૉલમમાં કૉંક્રીટ, પ્લાસ્ટરિંગથી માંડીને ટાઇલ બીછાવવા સુધી.
હા, અલ્ટ્રાટૅક સુપરનો ઉપયોગ ઇંટોના કામ, બ્લૉકના કામ, પથ્થરના ચણતર, પ્લાસ્ટરિંગ અને ટાઇલ બેસાડવા જેવા કામો માટે થઈ શકે છે.