Share:
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અમારા ઉત્પાદનો
ઉપયોગી સાધનો
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અલ્ટ્રાટૅક બિલ્ડિંગ ઉત્પાદનો
Share:
વાસ્તુ અનુસાર તમારા માથાને દક્ષિણ દિશામાં રાખીને સૂવું એ સૂવા માટેની સૌથી શ્રેષ્ઠ દિશા માનવામાં આવે છે.
ઉત્તર દિશામાં સૂવાથી સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર થતી હોવાને લીધે તે દિશામાં સૂવાની સલાહ આપવામાં આવતી નથી.
વાસ્તુ ઊર્જા પ્રવાહને સુધારવા માટે બેડરૂમનાં લેઆઉટ અંગેની માર્ગદર્શિકા પણ પૂરી પાડે છે.
વાસ્તુ અનુસાર સૂવાની યોગ્ય દિશા અને પલંગની સ્થિતિને અનુસરવાથી તમારા એકંદર સ્વાસ્થ્ય પર સકારાત્મક પ્રભાવ પડી શકે છે.
વાસ્તુ શાસ્ત્રમાં દક્ષિણ દિશામાં માથું રાખીને સૂવું એ વાસ્તુ અનુસાર શ્રેષ્ઠ દિશા માનવામાં આવે છે. આ પૃથ્વીનાં ચુબંકીય ક્ષેત્ર સાથે સંરેખિત થાય છે, જેનાથી ઊર્જાનો પ્રાકૃત્તિક પ્રવાહ બને છે, જે આરામ અને કાયાકલ્પને વધારે છે.
વાસ્તુના સિદ્ધાંત્તો અનુસાર પૃથ્વીનું ઉત્તરથી દક્ષિણ તરફ ચુંકબીય ખેંચાણ હોય છે, અને વિપરિત દિશામાં સૂવાથી (એટલે કે દક્ષિણ દિશામાં માથું અને ઉત્તર દિશામાં પગ રાખીને) તમારું શરીર આ પ્રાકૃત્તિક પ્રવાહની સાથે સંરેખિત થાય છે. આના કેટલાક લાભ આ પ્રમાણે છેઃ
વાસ્તુ અનુસાર, સૂવાની શ્રેષ્ઠ દિશા હંમેશા દક્ષિણ તરફ માથું રાખીને સૂવું છે, કારણ કે તે વધુ સારા સ્વાસ્થ્ય અને વધુ આરામદાયક ઊંઘને વેગ આપે છે.
દક્ષિણ દિશાની વધુ ભલામણ કરવામાં આવે છે, પણ અન્ય દિશાઓનું વિશે શું ? વાસ્તુ શાસ્ત્ર ઉત્તર, પૂર્વ અથવા પશ્ચિમ દિશામાં સૂવાની સંભવિત અસરો અને આ દિશાઓ માત્ર કેટલાક લોકો માટે જ આદર્શ કેમ હોઇ શકે છે તેના વિશે માહિતી પૂરી પાડે છે.
વાસ્તુમાં, ઉત્તર દિશામાં માથું રાખીને સૂવાની સલાહ આપવામાં આવતી નથી, કારણ કે આ શરીરના પ્રાકૃત્તિક ઊર્જાના પ્રવાહને ખલેલ પહોંચાડી શકે છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ઉત્તરથી દક્ષિણની તરફ પ્રવાહિત થાય છે, અને ઉત્તર દિશામાં માથું રાખવાથી અનિદ્રા, બેચેની અને બ્લડપ્રેશરમાં વધારો અને હૃદય સંબંધી સમસ્યાઓ જેવી સ્વાસ્થ્યની સમસ્યાઓ પણ થઈ શકે છે.
પૂર્વ દિશાને એક સારો વિકલ્પ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર પૂર્વ દિશામાં માથું રાખીને સૂવાથી યાદશક્તિ વધે છે, એકાગ્રતામાં સુધારો થાય છે અને માનસિક શાંતિ મળે છે. આ દિશા ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો માટે લાભદાયક છે, જેમને તેમની દૈનિક પ્રવૃત્તિઓમાં માનસિક એકાગ્રતા અને સ્પષ્ટતાની આવશ્યકતા હોય છે.
પશ્ચિમ દિશા ઘણી હદ સુધી તટસ્થ છે. તેને હાનિકારક માનવામાં આવતું નથી, તેમ છતાં પણ આ દક્ષિણ અથવા પૂર્વ દિશામાં સૂવા જેટલું લાભદાયક હોતું નથી. પશ્ચિમ દિશાની તરફ મોં રાખીને સૂતા લોકોને મિશ્ર અસરનો અનુભવ થાય છે, જેવા કે મધ્યમ આરામ અને જાગવા પર ક્યારેક ક્યારેક અસંતોષ.
વાસ્તુ અનુસાર સૂવા માટેની શ્રેષ્ઠ દિશા મોટે ભાગે તમારી વ્યક્તિગત જરૂરિયાતો પર આધાર રાખે છે, પરંતુ સામાન્યપણે દક્ષિણ અને પૂર્વ દિશાની સકારાત્મક અસરને લીધે તે દિશાઓમાં સૂવાની ભલામણ કરવામાં આવે છે, જ્યારે ઉત્તર દિશામાં સૂવાનું ટાળવું જોઇએ.
વાસ્તુ અનુસાર સૂવાની દિશા તમારા શરીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંને પર ઊંડો પ્રભાવ પાડે છે. યોગ્ય દિશામાં સૂવાથી તમારું સમગ્ર સ્વાસ્થ્ય વધુ સારું બની શકે છે, જ્યારે ખોટી મુદ્રા સમયની સાથે સ્વાસ્થ્યની સમસ્યાનું કારણ બની શકે છે. કેવી રીતે તે અહીં આપ્યું છેઃ
અગાઉ ઉલ્લેખ કર્યો તે પ્રમાણે તમારું માથું દક્ષિણ દિશામાં રાખીને સૂવાથી રૂધિરાભિષરણ વધે છે, જે હૃદયનાં સ્વાસ્થ્યમાં સુધારો કરે છે. તે શરીરની પ્રાકૃત્તિક ઊર્જા સાથે પણ સંરેખિત થાય છે, માથાનો દુઃખાવો, તણાવ અને અનિંદ્રાનાં જોખમને ઘટાડે છે.
અન્ય દિશાઓમાં સૂવાથી, ખાસ કરીને ઉત્તર તરફ સૂવાથી તે આ પ્રક્રિયાઓમાં ખલેલ પહોંચાડે છે, જેને લીધે થાક અને ઊંચું બ્લડપ્રેશર જેવી સ્વાસ્થ્યની સમસ્યાઓ કરી શકે છે.
વાસ્તુ અનુસાર સૂવા માટે સૌથી સારી દિશા માત્ર શારીરિક સ્વાસ્થ્ય વિશે જ નથી, તે માનસિક સ્પષ્ટતા અને ભાવનાત્મક સમતુલનને પણ પ્રભાવિત કરે છે. દક્ષિણ અથવા પૂર્વ દિશામાં સૂવાથી મનની શાંતિ મળે છે અને ચિંતા ઓછી થાય છે, જ્યારે ઉત્તર જેવી ખોટી દિશામાં બેચેની, ચિડિયાપણું અને નકારાત્મક સ્વપ્નો પણ આવી શકે છે.
વાસ્તુ અનુસાર તમારા પલંગની સ્થિતિ માટે વાસ્તુની માર્ગદર્શિકાઓ અનુસરવાથી સમતુલિત મન, સ્વસ્થ શરીર અને સારી ભાવનાત્મક સ્થિરતા સુનિશ્ચિત કરી શકાય છે.
તમારા બેડરૂમને ડિઝાઇન કરતી વખતે વાસ્તુના સિદ્ધાંત્તો પર ધ્યાન આપવાથી વધુ સારી ઊંઘ અને જગ્યામાં એકંદર સામંજસ્ય સ્થાપિત થઈ શકે છે. વાસ્તુની માર્ગદર્શિકા અનુસાર તમારા પલંગ અને બેડરૂમને સંરેખિત કરીને અહીં કેટલીક મહત્ત્વપૂર્ણ ટિપ્સ આપવામાં આવી છેઃ
1. સુનિશ્ચિત કરો કે તમારો પલંગ એ રીતે રાખવામાં આવે કે તેનું હેડબોર્ડ રૂમની દક્ષિણ અથવા પૂર્વ દિશા તરફ હોય. વાસ્તુ અનુસાર આ સૂવા માટે સૌથી સારી દિશા છે અને સારા ઊર્જા પ્રવાહને સુનિશ્ચિત કરવામાં સહાય છે.
2. છતના ખુલ્લા બીમ્સની નીચે રાખેલા પલંગને અશુભ માનવામાં આવે છે. આ દબાણ અને તણાવની ભાવના સર્જી શકે છે, જેનાથી આરામદાયક ઊંઘ લેવાનું મુશ્કેલ બને છે.
3. આદર્શ રીતે, વાસ્તુ અનુસાર પલંગની સ્થિતિ દરવાજાથી દૂર હોવી જોઇએ, પરંતુ એવી જગ્યાએ હોવી જોઇએ જ્યાં તમે સૂતી વખતે પણ દરવાજો જોઇ શકો. તેનાથી સુરક્ષાનો અહેસાસ થાય છે અને આરામ મળે છે.
4. અવ્યવસ્થિત બેડરૂમ ઊર્જાના પ્રવાહમાં ખલેલ પાડે છે અને તમારી ઊંઘની ગુણવત્તાને પ્રભાવિત કરી શકે છે. સુનિશ્ચિત કરો કે તમારો બેડરૂમ, ખાસ કરીને તમારા પલંગની આસપાસ સ્વસ્છ, વ્યવસ્થિત અને બિનજરૂરી વસ્તુઓથી મુક્ત હોય.
વાસ્તુ અનુસાર પલંગની સ્થિતિ અને સૂવાની દિશા તમારા રૂમનાં એકંદર લેઆઉટ અને પર્યાવરણ જેટલી જ મહત્ત્વપૂર્ણ હોય છે. આ ટિપ્સને અનુસરવાથી એ સુનિશ્ચિત થાય છે કે તમારું સૂવાનું સ્થાન વાસ્તુના સિદ્ધાંત્તો અનુસાર છે.
સૂવા માટે યોગ્ય દિશા પસંદ કરવી અને આ વાસ્તુની ટિપ્સને અનુસરવાથી માત્ર તમારી ઊંઘની ગુણવત્તામાં જ સુધારો થતો નથી, પરંતુ તમારા જીવનમાં સામંજસ્ય અને સમતુલન પણ આવે છે. સૂવા માટે શ્રેષ્ઠ દિશા અને વાસ્તુ અનુસાર સૂવાની સૌથી સારી દિશા તરફ ધ્યાન આપીને તમે વધુ સારા સ્વાસથ્ય, માનસિક સ્પષ્ટતા અને શાંતિનો આનંદ લઈ શકો છો.
વાસ્તુ અનુસાર સૂવા માટેની શ્રેષ્ઠ દિશા દક્ષિણ દિશામાં માથુ રાખીને સૂવું શ્રેષ્ઠ દિશા છે, કારણ કે તે પૃથ્વીનાં ચુંબકીય ક્ષેત્રની સાથે સંરેખિત થાય છે અને સારા સ્વાસ્થ્ય અને આરામદાયક ઊંઘને વેગ આપે છે.
દક્ષિણ દિશામાં માથું રાખીને સૂવાની સલાહ આપવામાં આવે છે. ઉત્તર દિશામાં સૂવાથી શરીરની પ્રાકૃત્તિક ઊર્જાના પ્રવાહ પર નકારાત્મક અસર પડે છે, જેનાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.
વાસ્તુ અનુસાર ઉત્તર દિશામાં માથું રાખીને સૂવાથી શરીરનું ચુંબકીય ક્ષેત્ર સાથે સંરેખણ બગડી શકે છે. તેનાથી અનિદ્રા, ઊંચું બ્લડપ્રેશર અને માનસિક અશાંતિ જેવી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.
વાસ્તુ અનુસાર ઉત્તર તરફ માથું રાખીને સૂવાનું ટાળવું જોઇએ, કારણ કે તેને અશુભ માનવામાં આવે છે અને તે તમારા સ્વાસ્થ્ય અને તંદુરસ્તીને વિપરિત અસર કરી શકે છે.
વાસ્તુ અનુસાર સૂવા માટે સૌથી સારી દિશા દક્ષિણ અથવા પૂર્વ દિશામાં માથું રાખીને સૂવું જોઇએ, કારણ કે બંને દિશા સ્વાસ્થ્ય અને માનસિક સ્પષ્ટતા પર સકારાત્મક અસર કરે છે.
વાસ્તુ અનુસાર, કઈ દિશા સૂવા માટે મહત્ત્વપૂર્ણ છે. તમારો પલંગ આદર્શ રીતે દક્ષિણ અથવા પૂર્વ દિશામાં હોવો જોઇએ, જેથી તમે વાસ્તુ સિદ્ધાંત્તો અનુસાર યોગ્ય પલંગની સ્થિતિ સાથે સામંજસ્ય રાખીને સૂવાનું સુનિશ્ચિત કરી શકો.