સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરો

hgfghj


ઘરનું નિર્માણ કરતી વખતે પાલન કરવાના વાસ્તુના સરળ સૂચનો

ઘર માટેના વાસ્તુના સૂચનો તમારા અને તમારા પરિવાર માટે સૌભાગ્ય, ખુશીઓ અને સફળતા લાવવામાં મદદરૂપ થાય છે.

Share:


ખુશીઓ અને સફળતાને આવકારવા ઘર માટેના વાસ્તુના આ સરળ સૂચનોનું પાલન કરો

 


જો તમે નવા ઘરમાં રહેવા જઈ રહ્યાં હો અને પોતાની જાતે અથવા ઇન્ટીરિયર ડીઝાઇનરની મદદથી તેને ડીઝાઇન કરવાનું આયોજન કરી રહ્યાં હો તો, ઘરના વાસ્તુ પર ધ્યાન આપવાની હંમેશા સલાહ આપવામાં આવે છે. ઘર માટેનું વાસ્તુશાસ્ત્ર વૈજ્ઞાનિક સંશોધન પર આધારિત છે અને તે ડીઝાઇન, સ્થાપત્યકલા અને લેઆઉટના સિદ્ધાંતોનું વર્ણન કરે છે. તમારું ઘર હકારાત્મક ઊર્જા ફેલાવે અને નકારાત્મકતાને દૂર રાખે તે માટે ઘર માટેના વાસ્તુશાસ્ત્રના સૂચનોનું પાલન કરવું ખૂબ જરૂરી છે.


હકારાત્મક અને સારા કંપનોને આવકારવા માટે વાસ્તુના વિજ્ઞાન અને આપણા ઘરની રચનાની વચ્ચેના જોડાણને સમજવું જરૂરી છે. ઘર માટેના વાસ્તુના વિવિધ સૂચનો છે, જેને તમારા ઘરમાં ઉપયોગમાં લેવા જોઇએ, જેથી તમારું જીવન પ્રેમાળ અને ખુશહાલ બને તેની ખાતરી થઈ શકે. અહીં તેના કેટલાક પાસાં આપવામાં આવ્યાં છેઃ


સ્થળની પસંદગીઃ

 

  • ઘર માટેની વાસ્તુની દિશા ઘરમાં હકારાત્મકતા લાવવામાં ખૂબ મોટી ભૂમિકા ભજવે છે. જો તમે રહેણાક જગ્યા માટે જમીનનો પ્લોટ પસંદ કરી રહ્યાં હો તો, પ્લોટ માટેના વાસ્તુના નિયમોનું પાલન કરવું અને તદનુસાર આગળ વધવાનું શ્રેષ્ઠ ગણાશે. સાઇટની અભિમુખતા, માટીનો પ્રકાર, પ્લોટનો આકાર વગેરેને જેવી જીણવટભરી બાબતોને ધ્યાનમાં રાખવી જોઇએ.



વીધિ શૂળઃ

 

વીધિ શૂળ એ એક સ્થિતિ છે, જેમાં રોડ પ્લોટને સ્પર્શે છે. કેટલાક વીધિ શૂળ હકારાત્મકતા લાવે છે અને કેટલાક નકારાત્મકતા લાવે છે. ઉત્તર-પશ્ચિમ (વાયવ્ય)ની ઉત્તરે, ઉત્તર-પૂર્વ (ઇશાન)ની પૂર્વે આવેલા વીધિ શૂળ શ્રેષ્ઠ ગણવામાં આવે છે, જ્યારે દક્ષિણ-પૂર્વ (અગ્નિ)ની દક્ષિણે, ઉત્તર-પશ્ચિમ (વાયવ્ય)ની પશ્ચિમે આવેલા વીધિ શૂળ મધ્યમ ગણવામાં આવે છે.



પાણીના સ્રોતોઃ

 

  • ઘરના વાસ્તુ અંગે વિચારણા કરી રહ્યાં હો ત્યારે પાણીના સ્રોત એ એક વધારાનું પાસું છે, જેના અંગે પણ વિચારણા થવી જોઇએ. ટાંકીઓ, કૂવા કે અન્ય કોઈ પાણીના સ્રોતો માટે ઉત્તર-પૂર્વ (ઇશાન) શ્રેષ્ઠ દિશા ગણાય છે. ઘરમાં ઉત્તર દિશા પવિત્ર માનવામાં આવે છે, આથી તેને ખાલી રાખવી જોઇએ. આ ખાલી જગ્યામાં પાણીની ટાંકીને સમાવી શકાય, જે હકારાત્મક પ્રભાવ પાડે છે.


ઘરના પ્રવેશદ્વાર માટેનું વાસ્તુઃ

 

  • ઘરના મુખ્ય દરવાજાનું વાસ્તુ સૌથી મહત્વનું પાસું છે, કારણ કે, તે તમારા ઘરનું પ્રવેશદ્વાર છે. ઘરનો મુખ્ય દરવાજો હંમેશા ઉત્તર, પૂર્વ અથવા ઉત્તર-પૂર્વ (ઇશાન) દિશામાં હોવો જોઇએ. ઘરના મુખ્ય દરવાજાનું નિર્માણ ચઢિયાતી ગુણવત્તાના લાકડાંમાંથી થયેલું હોવું જોઇએ. તે સૌથી આકર્ષક દેખાતો હોવો જોઇએ. મુખ્ય દરવાજાની બહાર સામેની તરફ ફુવારો કે તેના જેવી અન્ય કોઈ સુશોભનની ચીજો મૂકવાનું ટાળો.


બેઠકરૂમઃ

 

  • બેઠકરૂમ એ એક એવી જગ્યા છે, જ્યાં આપણાં ઘરની મોટાભાગની પ્રવૃત્તિઓ થાય છે. તમારા ઘરની પ્રથમ છાપ બેઠકરૂમ પરથી જ ઉપસે છે, આથી તે અવ્યવસ્થિત ના હોય તેની ખાતરી કરો. તે પૂર્વ, ઉત્તર કે ઉત્તર-પૂર્વ (ઇશાન) તરફ હોવો જોઇએ. ભારે ફર્નિચરને બેઠકરૂમના પશ્ચિમ અથવા દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્ય) ખૂણામાં રાખવું જોઇએ.

     

આ પણ વાંચોઃ બેઠકરૂમ માટેના વાસ્તુના સૂચનો


મુખ્ય બેડરૂમઃ

 

દક્ષિણ-પશ્ચિમ દિશા (નૈઋત્ય)માં આવેલો બેડરૂમ સારું આરોગ્ય અને સમૃદ્ધિ આપે છે. પથારીને બેડરૂમના દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્ય) ખૂણામાં રાખવી જોઇએ. પથારીની સામે અરીસો કે ટેલિવિઝન મૂકવાનું ટાળો.

 

આ પણ વાંચોઃ તમારા બેડરૂમ માટે વાસ્તુના 5 મહત્વના સૂચનો


બાળકો/મહેમાનો માટેનો રૂમઃ

 

  • બાળકોનો રૂમ ઉત્તર-પૂર્વ દિશા (ઇશાન)માં હોવો જોઇએ, કારણ કે, તે બુદ્ધિચાતુર્ય, ક્ષમતા અને શક્તિની ગુણવત્તાની ખાતરી કરે છે. પથારીને પણ આ જ દિશામાં રાખવાથી બાળકમાં હકારાત્મકતાનો સંચાર થાય છે.

રસોડું:

 

  • રસોડા માટે દક્ષિણ-પૂર્વ (અગ્નિ) દિશા આદર્શ ગણવામાં આવે છે. દિવાલો માટે પીળા, ગુલાબી, નારંગી, લાલ અને કાળા જેવા ઘેરા રંગોને પસંદ કરો. સ્ટવ દક્ષિણ-પૂર્વ (અગ્નિ) દિશામાં મૂકવામાં આવ્યો હોય તેની ખાતરી કરો.

     

આ પણ વાંચોઃ વાસ્તુને અનુરૂપ રસોડાની રચના કરવા માટેના સરળ સૂચનો


ડાઇનિંગ રૂમઃ

 

  • વ્યક્તિએ પૂર્વ, પશ્ચિમ અથવા ઉત્તર તરફ મોં રાખીને જમવું જોઇએ. નિયમિતપણે દક્ષિણ તરફ મોં રાખીને જમવાથી આરોગ્યની સમસ્યાઓ પેદા થાય છે. ડાઇનિંગ ટેબલ ચોરસ અથવા લંબચોરસ હોવું જોઇએ, ગોળ કે અન્ય કોઈ અનિયમિત આકારનું નહીં.


પૂજા માટેનો રૂમઃ

 

  • પૂર્વ અથવા ઉત્તર-પૂર્વ (ઇશાન) એ પૂજા માટે આદર્શ દિશા ગણાય છે. આ જગ્યામાં પવિત્ર યજ્ઞકુંડની રચના કરો અને દિવાઓ કે અગરબત્તી વડે તેને શણગારો. આ રૂમની દિવાલો માટે સફેદ, બેઇજ, આછો પીળો અથવા લીલો શ્રેષ્ઠ રંગો ગણાય છે.

     

આ પણ વાંચોઃ તમારા ઘરમાં હકારાત્મક ઊર્જાનો સંચાર કરવા માટેના 6 માર્ગો


બાથરૂમ/ટોઇલેટઃ

 

  • વાસ્તુ મુજબ, વૉશબેઝિન અને શૉવરનો એરીયા બાથરૂમના પૂર્વ, ઉત્તર અને ઉત્તર-પૂર્વ (ઇશાન) ખૂણામાં હોવો જોઇએ. વાસ્તુ પ્રમાણે બાથરૂમ અને ટોઇલેટમાં પાણીના આઉટલેટ અને ખાળની યોગ્ય દિશા ઉત્તર, પૂર્વ અથવા ઉત્તર-પૂર્વ (ઇશાન) છે.


અગાશીઃ

 

  • બાલ્કનીને ઉત્તર, પૂર્વ અથવા ઉત્તર-પૂર્વ (ઇશાન) દિશામાં બનાવવી જોઇએ. દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્ય) અથવા દક્ષિણ દિશામાં બનેલી અગાશી ધરાવતા ઘરને ટાળવું જોઇએ.




તમારા ઘરને ખુશીઓ, સફળતા અને સારા આરોગ્યથી ભરી દેવા માટે ઘર માટેના વાસ્તુના આ સૂચનોને તમારા ઘરમાં સામેલ કરવામાં આવે તેની ખાતરી કરો.



સંબંધિત લેખો




ભલામણ કરેલ વિડિઓઝ





  મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....