Share:
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અમારા ઉત્પાદનો
ઉપયોગી સાધનો
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અલ્ટ્રાટૅક બિલ્ડિંગ ઉત્પાદનો
Share:
કન્સિલ્ડ પાઇપિંગ પોલિશ્ડ, આધુનિક દેખાવ આપે છે, પરંતુ તેને લગાવવી અને તેની જાળવણી વધુ ખર્ચાળ હોઇ શકે છે.
એક્સપોસ્ડ પાઇપિંગ ઔદ્યોગિક શૈલીનાં ઇન્ટિરિયર્સ સાથે મેળ ખાય છે અને સમારકામ માટે સરળતાથી પહોંચક્ષમ હોય છે, પરંતુ સૌંદર્યની દૃષ્ટિએ દરેક લોકોને આકર્ષક લાગી ન પણ શકે.
કન્સિલ્ડ પીવીસી પાઇપ્સ અને એક્સપોસ્ડ પાઇપિંગ વચ્ચેની પસંદગી તમારા ઘરની શૈલી, બજેટ અને ભવિષ્યમાં સમારકામ માટે તમે કેટલી પહોંચ ઇચ્છો છો તેના પર આધાર રાખે છે.
કન્સિલ્ડ પાઇપિંગને ઘરની દિવાલો, ફ્લોર્સ અથવા છતની અંદર છુપાયેલી પ્લમ્બિંગ પાઇપો તરીકે સંદર્ભિત કરવામાં આવે છે. કન્સિલ્ડ પ્લમ્બિંગ પાઇપ્સની પદ્ધત્તિ નઆધુનિક બાંધકામમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવામાં આવે છે, કારણ કે તે સ્વચ્છ અને અસ્તવ્યસ્તમુક્ત દેખાવ પૂરો પાડે છે. આ પાઇપ્સ સામાન્યપણે કન્સિલ કરેલા પીવીસી પાઇપ્સ અથવા ધાતુ ટ્યુબિંગના બનેલા હોય છે, જે દૃષ્ટિથી દૂર રહીને પણ ટકાઉપણું સુનિશ્ચિત કરે છે.
આ શૈલી એવા ઘરમાલિકો માટે આદર્શ છે, જેઓ લઘુત્તમ અને આકર્ષક દેખાવ પસંદ કરે છે. કન્સિલ્ડ પ્લમ્બિંગ પાઇપ્સ છુપાયેલા હોવાને લીધે તેઓ તમારા ઇન્ટિરિયર ડેકોરના પ્રવાહમાં વિક્ષેપ પાડ્યા વિના તમારા ઘરની ડિઝાઇનમાં સહજતાથી મિશ્ર થઈ જાય છે. તે સમકાલિન ઘરો અને હાઇ-એન્ડ રિનોવેશન્સમાં ખૂબ ચલણમાં છે.
સૌંદર્યઃ તે જગ્યાને સ્વચ્છ, આધુનિક અહેસાસ આપે છે.
અવાજનો ઘટાડોઃ પાઇપ્સ છુપાયેલા હોવાને લીધે તેમાંથી પ્રવાહિત થતા પાણીનો ઓછો અવાજ આવે છે.
સુરક્ષાઃ કન્સિલ્ડ પ્લમ્બિંગ પાઇપોને છુપાવે છે અને તેથી આકસ્મિક રીતે નુકસાન પહોંચવાની શક્યતા ઘટાડે છે.
છુપાયેલા પાઇપોથી વિપરિત, એક્સપોસ્ડ પાઇપિંગને જોઇ શકાય એ રીતે રાખેલા પ્લમ્બિંગ પાઇપ્સ તરીકે સંદર્ભિત કરવામાં આવે છે. આ શૈલી વિશેષ રીતે ઔદ્યોગિક અથવા રસ્ટિક ઇન્ટિરિયર ડિઝાઇન્સમાં સામાન્ય હોય છે. ઔદ્યોગિક સૌંદર્યના ઉદયની સાથે ઘણા ઘરમાલિકો અને ડિઝાઇનર્સ હવે જાણી જોઇને ખુલ્લા પ્લમ્બિંગ પાઇપોને વિઝ્યુઅલ વિશેષતા તરીકે ખુલ્લા રાખે છે.
એક્સપોસ્ડ પાઇપ કાર્યાત્મક અને સજાવટ બંને હોય છે. તેનો રૉ, અનફિનિશ્ડ દેખાવ માળિયાં અથવા ઔદ્યોગિક શૈલીના ઘરોમાં સારો દેખાય છે. જો કે આ દરેક લોકોને પસંદ પડી ન પણ શકે છે, જ્યારે ધાતુ અને ઈંટ જેવી મિશ્ર સામગ્રીનો દેખાવ પસંદ હોય એવા લોકો એક્સપોસ્ડ પ્લમ્બિંગનાં આકર્ષણની પ્રશંસા કરશે.
પહોંચક્ષમતાઃ એક્સપોસ્ડ પ્લમ્બિંગ પાઇપથી સમારકામ અને જાળવણી માટે તેમના સુધી પહોંચવું સરળ હોય છે.
સૌંદર્યઃ ઔદ્યોગિક, રસ્ટિક અથવા ઇલેક્ટ્રિક ઘર ડિઝાઇનના પૂરક.
ખર્ચઅસરકારકઃ તે લગાડવી વધુ પરવડી શકે એવી હોઇ શકે છે, કારણ કે તેને દિવાલની પાછળ પાઇપ્સને કન્સિલ કરવાની જરૂર રહેતી નથી.
આકર્ષક દેખાવઃ લઘુત્તમ અથવા હાઇ-એન્ડ સૌંદર્ય ધરાવતા આધુનિક ઘરો માટે યોગ્ય.
અવાજનો ઘટાડોઃ જોઇ શકાય એવા પાઇપ્સ ન હોવાનો અર્થ પાણીના પ્રવાહથી થતા અવાજમાં ઘટાડો.
સુરક્ષાઃ કન્સિલ્ડ પીવીસી પાઇપ્સ બાહ્ય પરિબળોથી નુકસાન ઓછું થાય છે.
જટીલ જાળવણીઃ સમારકામ માટે છુપાયેલા પાઇપ્સ સુધી પહોંચવું પડકારજનક હોઇ શકે છે અને તેના માટે દિવાલો કે ફ્લોર્સને ખોલવાની જરૂર પડી શકે છે.
ઊંચો ખર્ચઃ કન્સિલ્ડ પાઇપ ફિટિંગ્સ, ઇન્સ્ટોલેશન અને સમારકામ સામાન્યપણે ઊંચા હોય છે, કારણ કે પાઇપ્સને ડ્રાયવોલ્સ અથવા ટાઇલ્સથી આવરવાની જરૂર પડી શકે છે.
સરળ પહોંચઃ જો લીક કે અવરોધાવાની સમસ્યા સર્જાય તો એક્સપોસ્ડ પાઇપની તપાસ અને સમારકામ કરવું સરળ હોય છે.
ખર્ચઅસરકારકઃ સામાન્યપણે ખડપથી લગાવવી શકાય છે અને ઓછી શ્રમલક્ષી હોય છે, જે તેને બજેટ માટે અનુકૂળ બનાવે છે.
સ્ટાઇલિશ દેખાવઃ ઔદ્યોગિક અથવા રસ્ટિક સૌંદર્ય માટે યોગ્ય છે, જે તમારા ઘરને અનોખો અને ટ્રેન્ડી અહેસાસ આપે છે.
માત્ર થોડા લોકો માટેઃ ઘણા ઘરમાલિકોને એસ્પોસ્ડ પાઇપનો દેખાવ પસંદ હોઇ ન પણ શકે.
અવાજઃ એક્સપોસ્ડ પાઇપમાંથી પાણીનો પ્રવાહ વધુ સંભળાઇ શકે છે.
નબળાઇઃ એક્સપોસ્ડ પ્લમ્બિંગ પાઇપ્સ ખુલ્લામાં હોવાથી તેમને આકસ્મિક નુકસાન થવાનું જોખમ વધુ હોય છે.
જ્યારે ખર્ચની વાત આવે ત્યારે એક્સપોસ્ડ પાઇપિંગ સામાન્યપણે બજેટના યુદ્ધમાં જીતે છે. લગાવવાની પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી હોય છે, કારણ કે પાઇપોને ડ્રાવોલ કે ટાઇલથી ઢાંકવાની જરૂરિયાત હોતી નથી. તેનાથી વિપરિત, કન્સિલ પ્લમ્બિંગ પાઇપ માટે તમારે સામાન્યપણે વધુ શ્રમ અને સામગ્રીઓની જરૂરિયાત હોય છે, જેનાથી લગાવવાનો અને સમારકામ કરવાનો ખર્ચ વધી શકે છે.
અહીં બંને પ્રણાલીઓ માટે ખર્ચનું વિભાજન આપ્યું છેઃ
લગાવવાનો ખર્ચઃ પાઇપોને આવરવા માટે વધુ શ્રમ અને સામગ્રીઓની જરૂર હોવાને લીધે કન્સિલ્ડ પાઇપ ફિટિંગ અને લગાવવાનો ખર્ચ ઊંચો હોય છે.
જાળવણી ખર્ચઃ સમારકામ કરવા માટે દિવાલ કે ફ્લોરને તોડવાની આવશ્યકતા હોવાને લીધે ખર્ચાળ હોઇ શકે છે.
સામગ્રીનો ખર્ચઃ કન્સિલ્ડ પીવીસી પાઇપ્સ અને અન્ય સામગ્રીઓ બજેટમાં ઉમેરો કરી શકે છે, પરંતુ તે ટકાઉ અને લાંબા સમય સુધી ચાલે છે.
લગાવવાનો ખર્ચઃ એક્સપોસ્ડ પાઇપિંગ નીચો ખર્ચ ધરાવે છે, કારણ કે પાઇપોને છુપાવવા માટે વધારાની કોઇ સામગ્રીની જરૂર હોતી નથી.
જાળવણીનો ખર્ચઃ પાઇપો સુધીની પહોંચ સરળ હોવાને લીધે સસ્તો હોય છે.
સામગ્રીનો ખર્ચઃ સામગ્રી (તાંબુ, સ્ટીલ વગેરે) પર આધાર રાખીને એક્સપોસ્ડ પાઇપ્સ કાર્યાત્મક અને સુશોભિત હોય છે.
કન્સિલ્ડ પાઇપિંગ આકર્ષક, આધુનિક દેખાવ આપે છે, પરંતુ તે જાળવવા માટે ખર્ચાળ અને મુશ્કેલ હોઇ શકે છે. એક્સપોસ્ડ પાઇપિંગ ખર્ચઅસરકારક હોય છે અને ઔદ્યોગિક શૈલીના ઘરો માટે આદર્શ હોય છે, પરંતુ તે દરેકની પસંદગી મુજબના હોઇ ન પણ શકે. કન્સિલ્ડ પ્લમ્બિંગ પાઇપ્સ અને એક્સપોસ્ડ પાઇપિંગ વચ્ચેની તમારી પસંદગી તમારા ઘરની એકંદર શૈલી, તમારા બજેટ અને તમે જાળવણી માટે કેવી પહોંચ ઇચ્છો છો તેના પર આધાર રાખશે.
મહત્ત્વપૂર્ણ તફાવત તેની દૃશ્યતા છે. એસ્પોસ્ડ પાઇપિંગ જોઇ શકાય એવા હોય છે અને રૂમના ડેકોરનો ભાગ હોય છે, સામાન્યપણે ઔદ્યોગિક ડિઝાન્સમાં જોવા મળે છે. કન્સિલ્ડ પાઇપિંગ દિવાલો કે ફ્લોરની પાછળ છુપાવવામાં આવેલા હોય છે, જે સ્વચ્છ દેખાવ સર્જે છે.
કન્સિલ્ડ પાઇપિંગને દિવાલો કે છતની અંદર છુપાવેલા પ્લમ્બિંગ પાઇપ્સ તરીકે સંદર્ભિત કરવામાં આવે છે. તે સામાન્યપણે વધુ પોલિશ્ડ, આધુનિક દેખાવ માટે ઉપયોગમાં લેવામાં આવે છે અને તે પાણીના પ્રવાહથી થતા અવાજને ઘટાડવામાં સહાય કરે છે.
એક્સપોસ્ડ પાઇપિંગને જોઇ શકાય એ રીતે રાખેલા પ્લમ્બિંગ પાઇપ્સ તરીકે સંદર્ભિત કરવામાં આવે છે. તેને કાર્યાત્મક અને સજાવટ બંને ઉદ્દેશો માટે સામાન્યપણો ઔદ્યોગિક શૈલીના ઇન્ટિરિયર્સ માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
એક્સપોસ્ડ પ્લમ્બિંગ પાઇપ્સ સમારકામ કરવા પહોંચ માટે સરળ હોય છે અને લગાવવામાં કન્સિલ્ડ પ્લમ્બિંગ પાઇપ્સ કરતા ઓછો ખર્ચ આવે છે.
કન્સિલ્ડ પાઇપિંગ તેના આકર્ષક દેખાવ અને અવાજ ઘટાડતા લાભને લીધે આધુનિક ઘરોમાં વધુ સામાન્ય હોય છે. જો કે, એક્સપોસ્ડ પ્લમ્બિંગ ઔદ્યોગિક શૈલીની ડિઝાઇન્સમાં લોકપ્રિયતા વધારી રહ્યું છે.
કન્સિલ્ડ પ્લમ્બિંગ પાઇપો છુપાવીને, સ્વચ્છ, આધુનિક દેખાવ સર્જીને તમારા ઘરનાં સૌંદર્યને વધારે છે. તે અવાજ ઘટાડે છે, નુકસાનથી પાઇપોને સુરક્ષિત રાખે છે અને સુસંગત ઇન્ટિરિયર ડિઝાઇનને ટેકો આપે છે. યોગ્ય આયોજન ટકાઉતા સુનિશ્ચિત કરે છે અને જાળવણીના પડકારોને ઘટાડે છે.