સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરોઑટોક્લેવ્ડ એરેટેડ કૉંક્રીટ (એએસી) બ્લૉક્સનું અથથી ઇતિ

જો તમે પર્યાવરણની સુરક્ષા પ્રત્યે સભાન રહીને તમારા ઘરનું નિર્માણ કરવા માંગતા હો તો એએસી બ્લૉક્સ એ સૌથી યોગ્ય વિકલ્પ છે. ઑટોક્લેવ્ડ એરેટેડ કૉંક્રીટ (એએસી) એ એક પ્રમાણિત ગ્રીન બિલ્ડિંગ મટીરિયલ છે, જે વજનમાં હલકું, લૉડ-બેરિંગ, અત્યંત-ઇન્સ્યુલેટિંગ, ટકાઉ અને લાલ ઇંટો કરતાં વજનમાં ત્રણ ગણું હલકું હોય છે.

Share:નવેમ્બર 1924માં સ્વીડનના એક આર્કિટેક્ટ દ્વારા એએસી બ્લૉક્સની શોધ કરવામાં આવી હતી, જેઓ સડા, દહનશીલતા અને ઉધઈની સામે ટકી રહે તેવા બિલ્ડિંગ મટીરિયલની શોધમાં હતા. આ લેખમાં આપણે એએસી બ્લૉક્સના વિવિધ પ્રકારો તથા તેના ફાયદા અને ગેરફાયદાઓ વિશે ચર્ચા કરીશું.


એએસી બ્લૉક્સ એટલે શું?

ઑટોક્લેવ્ડ એરેટેડ કૉંક્રીટ (એએસી) બ્લૉક એ લૉ-મેઇન્ટેનન્સ પ્રીકાસ્ટ બિલ્ડિંગ મટીરિયલ છે, જે ઉત્તમ થર્મલ ઇન્સ્યુલેશન અને ટકાઉપણું ધરાવે છે. એએસી બ્લૉક્સનો હીટ-ઇન્સ્યુલેટિંગ ગુણ બિલ્ડિંગને ઠંડુ રાખે છે અને બહારની ગરમીને અંદર પ્રવેશતા અટકાવે છે, જેના પરિણામે એર કન્ડિશનિંગ પાછળ થતાં ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. આ ઉપરાંત એએસી બ્લૉક્સ ફાઉન્ડેશન પર પડતાં લૉડમાં ઘટાડાની, સ્ટ્રક્ચરમાં વપરાતા સ્ટીલ અને મોર્ટારના વપરાશમાં બચત થવાની પણ બાંયધરી આપે છે.એએસી બ્લૉક્સના ફાયદા

 • સરળ અને ઝડપી કાર્યક્ષમતાઃ

 • એએસી બ્લૉક્સ પરંપરાગત ઇંટોની સરખામણીએ અડધા વજનના અને કદમાં દસ ગણા મોટા હોય છે. તેના આ એક વિશિષ્ટ ગુણને લીધે તેને ઇન્સ્ટોલ કરવાનું ખૂબ જ સરળ બની જાય છે અને તે ઇચ્છિત સ્થિતિસ્થાપકતા આપે છે, તેમાં એડજેસ્ટમેન્ટ્સ કરી શકાય છે, તેને કાપવાનું, આકાર આપવાનું પણ સરળ બની જાય છે. એએસી બ્લૉક્સમાં સાંધા ઓછા હોય છે અને તેના પરિમાણો પણ સાતત્યપૂર્ણ હોય છે, જે તેને લગાવવાનું સરળ બનાવી દે છે અને બાંધકામની પ્રક્રિયા ઝડપી બની જાય છે. વજનમાં હલકા બ્લૉકનું પરિવહન સરળતાથી થઈ શકે છે, જે પરંપરાગત ઇંટોના પરિવહન પાછળ થતાં ખર્ચની સરખામણીએ તેના લોજિસ્ટિક્સ અને શિપિંગના એકંદર ખર્ચને ઘટાડી દે છે.
 
 • હોનારતો દરમિયાન રક્ષણઃ

 • બિલ્ડિંગનું પોતાનું વજન અને ગુરુત્વાકર્ષણ એ બે એવા ઊભા બળો છે, જેને એક બિલ્ડિંગ સામાન્ય રીતે સહન કરતું હોય છે. ઉદાહરણ તરીકે ભૂકંપ આવે ત્યારે આડું બળ લાગે છે. ઉત્પાદન પ્રક્રિયાના પરિણામસ્વરૂપ એએસી બ્લૉક્સ અત્યંત મજબૂત બની જાય છે, જેના પરિણામે એક ટકાઉ માળખું તૈયાર થાય છે. પરંપરાગત ઇંટોની સરખામણીએ એએસી બ્લૉક્સ ભૂકંપના ઝટકાંઓને વધુ સારી રીતે ખમી શકે છે.
 
 •  થર્મલ ઇન્સ્યુલેશન અને વીજળીની બચતઃ

 • કૉંક્રીટનું હાઇડ્રોજનની સાથે સંયોજન કરવાથી તે સામગ્રી ઉત્તમ હીટ ઇન્સ્યુલેશન (ઉષ્મા અવાહકતા) પૂરું પાડે છે, જે શિયાળામાં તાપમાન હૂંફાળું અને ઉનાળામાં ઠંડુ રાખે છે. આમ તે, તમારા એર-કન્ડિશનિંગ પાછળ થતાં ખર્ચને 25% ઘટાડી દે છે. તેના ઊર્જા-કાર્યક્ષમ ઉત્પાદનને કારણે એએસી બ્લૉક્સ તેની સમગ્ર આવરદા દરમિયાન ઊર્જા-કાર્યક્ષમ જ રહે છે.
 
 • સાઉન્ડપ્રૂફ

 • એએસી બ્લૉક્સ વજનમાં હલકા અને છિદ્રાળુ હોવાથી તે અવાજને નોંધપાત્ર ઘટાડી દે છે. આ કારણસર જ એએસી બ્લૉક્સનો ઉપયોગ સ્ટુડિયો, હોસ્પિટલો અને હોટલોમાં વ્યાપકપણે થાય છે.

 

 • સસ્ટેનેબલ અને પરવડે તેવાઃ

 • એએસી બ્લૉક્સનું ઉત્પાદન કુદરતી, બિન-ઝેરી કાચી સામગ્રી વડે ઓછામાં ઓછો કચરો પેદા થાય તે રીતે કરવામાં આવે છે. તેમાંથી જે કેટલોક કચરો કે ઑફકટ્સ નીકળે છે, તેને સરળતાથી રીસાઇકલ કરી શકાય છે અથવા તો એગ્રીગેટ્સને બનાવવામાં ઉપયોગમાં લઈ શકાય છે. તેમાં નોન-બાયોડીગ્રેડેબલ મટીરિયલનો ઉપયોગ થયો હોવાથી તે બિલ્ડિંગને વધુ ટકાઉ અને સ્થિર બનાવી દે છે, જે ખવાણ અને ફૂગને વિકસતા અટકાવે છે. આથી વિશેષ, એએસી બ્લૉક્સ વજનમાં હલકા, ઊર્જા-કાર્યક્ષમ અને ઇન્સ્ટોલ કરવામાં સરળ હોવાથી તે શ્રમ પાછળ થતાં ખર્ચને ઘટાડી દે છે.
 
 • આગ પ્રતિરોધી

 • અન્ય બિલ્ડિંગ મટીરિયલની સરખામણીમાં એએસી બ્લૉક્સ દહનશીલ હોતા નથી અને તેની જાડાઈ પર આધાર રાખીને છ કલાક સુધી અને 1,200 ડિગ્રી સેલ્સિયસ સુધી આગ સામે પ્રતિરોધ પૂરો પાડે છે. આથી, તે આગ સામે સુરક્ષાના નોંધપાત્ર સૂચિતાર્થો પણ ધરાવે છે.
 
 • -ભેજ સામે રક્ષણઃ

 • ભેજ માળખાંને નોંધપાત્ર નુકસાન પહોંચાડી શકે છે. એએસી બ્લૉક્સની અંદર આવેલા સૂક્ષ્મ છિદ્રો પાણીનું ઓછામાં ઓછું અવશોષણ થાય તેની ખાતરી કરે છે. તેના પરિણામસ્વરૂપ તે ભેજ સામે વધુ સારી સુરક્ષા પૂરી પાડે છે.
 •  

 

 

એએસી બ્લૉક્સના ગેરફાયદા
 

 • તેની બરડ પ્રકૃતિને કારણે માટીની લાલ ઇંટો કરતાં એએસી બ્લૉક્સને હેન્ડલ અને પરિવહન કરતી વખતે વધુ સાવચેતી રાખવી પડે છે. યુનિટ દીઠ એએસી બ્લૉક્સ વધુ મોંઘા હોય છે પણ તેના ચણતરકામનો એકંદર ખર્ચ ઓછો આવે છે, કારણ કે તેના ઇન્સ્ટોલેશન દરમિયાન સીમેન્ટ મોર્ટાર ઓછો વપરાય છે.

 

 •  એએસી બ્લૉક્સ બરડ પ્રકૃતિના હોવાથી તે સરળતાથી તૂટી જાય છે. તેમાં રહેલી જગ્યાઓને કારણે તે નાજુક પ્રકૃતિના હોય છે.

 

 •  તે પાણીના અવશોષણનો ઊંચો દર ધરાવે છે. આથી, તેના દ્વારા જ્યારે પાણીનું અવશોષણ કરવામાં આવે ત્યારે તેમાં વિસ્તરણ થવાને લીધે અને ભેજ ઉડી જાય ત્યારે સંકોચન થવાને પરિણામે માળખાંમાં તિરાડો પડી જાય છે.

 

 •  જ્યાં વાતાવરણમાં ખૂબ વધારે માત્રામાં ભેજ રહેતો હોય ત્યાં તેને ઇન્સ્ટોલ કરતી વખતે તેના આંતરિક ફિનિશમાં બાષ્પ પ્રવેશવાની ક્ષમતા ઓછી હોવી જોઇએ અને બહારના ફિનિશમાં પ્રવેશવાની ક્ષમતા વધારે હોવી જોઇએ.હવે તમે એએસી બ્લૉકના પ્રકારો તથા તેના ફાયદા અને ગેરફાયદાનું અથથી ઇતિ જાણી ગયાં છો. જો તમે તમારા ઘરને અથવા અન્ય કોઈ પ્રોજેક્ટને એએસી બ્લૉક વડે બાંધવા માંગતા હો તો, તમે અલ્ટ્રાટૅકના એએસી બ્લૉક્સ વિશે અહીંથી માહિતી મેળવી શકો છો.સંબંધિત લેખો
ભલામણ કરેલ વિડિઓઝ

  મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....