Waterproofing methods, Modern kitchen designs, Vaastu tips for home, Home Construction cost

Get In Touch

Get Answer To Your Queries

Select a valid category

Enter a valid sub category

acceptence


બેડરૂમ માટે વાસ્તુના 7 સરળ સૂચનો

બેડરૂમ એ ઘરમાં કોઈ પણ વ્યક્તિનો એક અંગત ખૂણો હોય છે, જ્યાં તેઓ નિરાંતની પળોમાં હળવાશ અનુભવી શકે છે. તે એક હળવાશ અને આરામનો અહેસાસ કરાવતું સ્થળ છે અને ત્યાં જે સુરક્ષાનો અહેસાસ થાય છે, તે અત્યંત અંગત અને દરેક જણ માટે સવિશેષ અનુભૂતિ હોય છે અને તેના માટે યોગ્ય ઊર્જાના રેડિયેશનની જરૂર પડે છે, જેથી હકારાત્મક અને શાંતિપૂર્ણ વાતાવરણના અહેસાસને માણી શકાય છે.

Share:




વાસ્તુશાસ્ત્ર મુજબ તમારા બેડરૂમનું બાંધકામ કરવાનું મહત્વ

લોકો તેમના ઘરની ડીઝાઈન એવી રીતે બનાવવા માગે છે, કે જેનાથી તેઓને ઘરમાં હોવાનો અહેસાસ થાય અને યોગ્ય વાસ્તુ સાથેનો બેડરૂમ જ નિર્ધારિત કરે છે કે તેઓને એક લાંબા અને થકવી નાંખનારા દિવસના અંતે જ્યારે આરામ કરવાની તક મળે છે ત્યારે કેવો અહેસાસ થાય છે. એટલું જ નહીં, આપણા બેડરૂમ આપણને ખૂબ-જરૂરી અવકાશ પૂરો પાડે છે, જે વિશ્વથી દૂર રહીને જ્યાં આપણે લખવું, વાંચવું, આપણા શોખ પૂરાં કરવા વગેરે પ્રકારના ઘણાં કાર્યો કરી શકીએ છીએ. બેડરૂમ માટે યોગ્ય વાસ્તુશાસ્ત્ર હોવું એ માત્ર આપણા રૂમમાં જ ફેલાતી ઊર્જાનો પ્રકાર નક્કી કરવામાં નહીં પરંતુ આપણા આરોગ્ય, સંપત્તિ અને સફળતાને નિર્ધારિત કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે.


વાસ્તુ અનુસાર માસ્ટર બેડરૂમ

 

દિશા: માસ્ટર બેડરૂમ માટેના વાસ્તુના સૂચનો અનુસાર, તમારો બેડરૂમ નૈઋત્ય દિશામાં રાખવાની ભલામણ કરવામાં આવે છે.

 

મુખ્ય દરવાજાની સ્થિતિઃ માસ્ટર બેડરૂમ માટેની વાસ્તુની માર્ગદર્શિકામાં બેડરૂમનો દરવાજો 90 ડિગ્રીએ ખૂલે તેવી ભલામણ કરવામાં આવી છે, જેમાંથી દરવાજાને ખોલતી-વાસતી વખતે કોઈ કર્કશ અવાજ ન આવવો જોઈએ અને તે પૂર્વ, પશ્ચિમ અથવા ઉત્તર દિશામાં હોવો જોઈએ.

 

પથારીની દિશાઃ માસ્ટર બેડરૂમ માટેના વાસ્તુના સૂચનો અનુસાર, વાસ્તુના સિદ્ધાંતો તમારા બેડરૂમમાં પથારીને દક્ષિણ અથવા પશ્ચિમ દિશામાં રાખવાની ભલામણ કરે છે, જેથી તમારા પગ ઉત્તર અથવા પૂર્વ દિશામાં રહે. પથારીને રૂમમાં કોઈ ખૂણામાં રાખવાને બદલે મધ્યમાં રાખવી જોઈએ.

 

રંગઃ માસ્ટર બેડરૂમ માટેના વાસ્તુની માર્ગદર્શિકામાં કરવામાં આવેલી ભલામણો અનુસાર, માસ્ટર બેડરૂમ માટે ભૂખરો, લીલો, ગુલાબી અને વાદળી, આઈવરી અથવા કોઈ પણ આછો રંગ જ આદર્શ છે.

 

વોર્ડરોબની ગોઠવણઃ માસ્ટર બેડરૂમ માટેના વાસ્તુના સૂચનો અનુસાર, વોર્ડરોબને પશ્ચિમ, નૈઋત્ય અથવા દક્ષિણ દિશામાં રાખવું જોઈએ, કારણ કે તેનાથી રૂમમાં હકારાત્મક ઊર્જાનો પ્રવાહ વહેતો રહે છે..

 

સુશોભનઃ માસ્ટર બેડરૂમ માટેના વાસ્તુની માર્ગદર્શિકામાં કરવામાં આવેલી ભલામણો અનુસાર, દિવાલ પર લેન્ડસ્કેપ અથવા દરિયો દર્શાવતું કોઈ નિર્મળ પેઈન્ટિંગ હોવું જોઈએ અને હિંસા કે હિંસક પ્રાણીઓને દર્શાવતું પેઈન્ટિંગ બિલકુલ ન હોવું જોઈએ.


બેડરૂમ માટે વાસ્તુના સરળ સૂચનો


બેડરૂમની દિશા

  • વાસ્તુ અનુસાર બેડરૂમની દિશા આદર્શ રીતે ઉત્તરની હોવી જોઈએ કારણ કે તેનાથી કારકિર્દીમાં સફળતા મળે છે.
  • બેડરૂમ માટેના વાસ્તુના સૂચનો મુજબ પશ્ચિમની દિશા પણ બેડરૂમ માટે સારી દિશા નિવડી શકે છે કારણ કે તેનાથી સંપત્તિ વધે છે.
  • બેડરૂમને ઘરની મધ્યમાં, ઈશાન અને અગ્નિ ખૂણામાં રાખવાનું ટાળવું જોઈએ.

વાસ્તુ અનુસાર પથારીની દિશા, આકાર અને પોઝિશનઃ

  • વાસ્તુ અનુસાર પથારીની આદર્શ દિશા રૂમની નૈઋત્ય દિશા છે.
  • તમારો પલંગ લાકડાંનો બનેલો હોવો જોઈએ અને તે ચોરસ અથવા લંબચોરસ આકારનો હોવો જોઈએ.
  • પથારીને ક્યારેય સીધી કોઈ બીમની નીચે રાખવી ન જોઈએ.
  • પથારીની દિશા માટેના વાસ્તુ અનુસાર પથારીને રૂમની મધ્યમાં રાખવાની અને દિવાલોની બહુ નજીક ન રાખવાની ભલામણ કરવામાં આવે છે.

વાસ્તુ અનુસાર સૂવાની દિશાઃ

એવી ભલામણ કરવામાં આવે છે કે, તમે સૂતા હો ત્યારે તમારા માથાની સામેના ભાગમાં દક્ષિણ અથવા પૂર્વ દિશા હોવી જોઈએ અને તમારા પગ ઉત્તર અથવા પશ્ચિમ દિશામાં હોવા જોઈએ. આ રીતે સૂવાથી જ તમારું શરીર હકારાત્મક ઊર્જા મેળવે છે. કદી પણ ઉત્તર દિશામાં તમારું માથું રાખીને ઉંઘવું નહીં.


અરીસો, વોર્ડરોબ અને ડ્રેસર્સની ગોઠવણીઃ

  • તમારું વોર્ડરોબ બેડરૂમની નૈઋત્ય દિશામાં ગોઠવવું જોઈએ જેથી એ સુનિશ્ચિત થાય કે તેના દરવાજા ઉત્તર અથવા પૂર્વ દિશામાં ખુલે.
  • અરીસાની ગોઠવણ પણ ઉત્તર અથવા પૂર્વ દિશામાં જ રાખવી જોઈએ. તેની બરાબર સામે પથારી બિલકુલ ન હોવી જોઈએ, કારણ કે તમે ઊંઘતા હો ત્યારે તેનું પ્રતિબિંબ તમારી સામે આવે તે શુકનિયાળ ગણાતું નથી. 
  • તમારી કિંમતી વસ્તુઓને પણ હંમેશા ઉત્તર દિશામાં જ રાખવી કારણ કે ત્યાં જ લક્ષ્મીનો વાસ હોવાનું મનાય છે.
  • તમારા રૂમમાં કદી કોઈ વસ્તુ વેરવિખેર પડેલી કે કચરો પડ્યો હોય તેમ ન હોવું જોઈએ, કારણ કે તેનાથી ઊર્જા અવરોધાય છે.
  • ડ્રેસરને બેડની બાજુમાં જ રાખવું જોઈએ.

બેડરૂમની છતઃ

  • બેડરૂમની છતને ક્યારેય અસમપ્રમાણ અથવા ઢાળમાં રાખવી નહીં કારણ કે તેનાથી માનસિક તાણ અને અનિદ્રાનું પ્રમાણ વધે છે.
  • એવી ભલામણ કરવામાં આવે છે કે, તમારા બેડરૂમની છતની ઊંચાઈ 10-12 ફૂટ રાખવી, કારણ કે તેનાથી હકારાત્મક ઊર્જાના પ્રવાહ માટે પૂરતી જગ્યા મળે છે.
  • છતની દિવાલનો રંગ આછો હોવો જોઈએ કારણ કે છત પર ઘેરો રંગ લગાવવાથી કમનસીબી અને અવરોધો આવે છે.
  • છત પર ક્યારેય કોઈ સુશોભનની ચીજો જેમ કે, તોરણો અથવા ડીઝાઈન લગાડવા જોઈએ નહીં, તે આદર્શ રીતે સપાટ હોવી જોઈએ અને તેની પર લંબચોરસ અથવા ચોરસ પેટર્નની ત્રણ રેખા ઘરની મધ્ય તરફ હોવી જોઈએ.

બેડરૂમની અગાશીઃ

  • અગાશી હંમેશા ઉત્તર, ઈશાન અથવા પૂર્વ દિશામાં જ બંધાયેલી હોવી જોઈએ.
  • બાલ્કનીની દિવાલો 90 અંશના ખૂણે મળવી જોઈએ.
  • બાલ્કનીના ઈશાન ખૂણામાં નીચી બેઠકવ્યવસ્થાની સાથે ફૂલો અથવા લહેરદાર પ્રિન્ટ હોવી જોઈએ કારણ કે તેનાથી સૂર્યપ્રકાશનો સુવ્યવસ્થિત પ્રવાહ સુનિશ્ચિત થાય છે, જે રૂમમાં હવાઊજાસ જાળવી રાખે છે.

બેડરૂમનો રંગઃ

  • તમારા બેડરૂમમાં હળવા અને આછા રંગોનો ઉપયોગ કરવો જોઈએ.
  • રૂમની દિવાલો પર આદર્શ રીતે ઑફ-વ્હાઈટ, ક્રીમ, ભૂખરો, ગુલાબી અને વાદળી રંગ લગાવી શકાય.
  • હળવા અને વાઈબ્રન્ટ રંગો રૂમમાં જીવંત અને તણાવમુક્ત વાતાવરણ પૂરું પાડે છે અને તેનાથી મૂડ પણ સારો રહે છે.
  • તમારે તમારા રૂમમાં ભારે અને ઘેરા રંગોનો ઉપયોગ ટાળવો જોઈએ કારણ કે તેનાથી નકારાત્મક ઊર્જા અને તરંગો ખેંચાઈ આવે છે.

 

આ પણ વાંચોઃ  તમારા ઘરમાં અદભૂત રંગ કરવા માટેના સૂચનો અને યુક્તિઓ




સંબંધિત લેખો




ભલામણ કરેલ વિડિઓઝ





  મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....