સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરો

hgfghj



બિલ્ડીંગ સોલ્યુશન્સ પાવરહાઉસ

અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ એ આદિત્ય બિરલા ગ્રુપની સિમેન્ટ ફ્લેગશીપ કંપની છે. આશરે 7.9 બિલિયન યુએસ ડોલરનું બાંધકામને લગતા ઉપાયનું પાવરહાઉસ એવી અલ્ટ્રાટેક એ ભારતમાં ભૂખરા સિમેન્ટ, રેડી મિક્સ કોંક્રિટ (આરએમસી) અને સફેદ સિમેન્ટની સૌથી મોટી ઉત્પાદક કંપની છે. તે વિશ્વમાં સિમેન્ટની ત્રીજી સૌથી મોટી ઉત્પાદક કંપની છે જેમાં ચીન બાકાત છે. અલ્ટ્રાટેક એ વૈશ્વિક સ્તરે (ચીન બહારની) એકમાત્ર એવી સિમેન્ટ કંપની છે જે 100+ MTPA સિમેન્ટ ઉત્પાદનની એક જ દેશમાં ક્ષમતા ધરાવે છે. કંપનીના બિઝનેસ ઓપરેશન્સ યુએઈ, બેહરિન, શ્રીલંકા અને ભારતમાં ફેલાયેલા છે.

logo

અલ્ટ્રાટેક ભૂખરા સિમેન્ટની 138.39 મિલિયન ટન પ્રતિ વર્ષની (MTPA) એકીકૃત ક્ષમતા ધરાવે છે. અલ્ટ્રાટેક પાસે 23 એકીકૃત ઉત્પાદકીય યુનિટ, 29 ગ્રાઈન્ડિંગ યુનિટ, એક ક્લિંકરિસેશન યુનિટ અને 8 બલ્ક પેકેજિંગ ટર્મિનલ્સ છે. અલ્ટ્રાટેક દેશભરમાં એક લાખ ચેનલ પાર્ટનર્સથી વધુનું નેટવર્ક ધરાવે છે અને ભારતમાં તેનો 80% કરતા વધુ બજાર વ્યાપ છે. સફેદ સિમેન્ટ સેગમેન્ટમાં, અલ્ટ્રાટેક બિરલા વ્હાઈટના બ્રાન્ડનેમ હેઠળ જાણીતી છે. તે 1.98 MTPAની વર્તમાન કેપેસિટી સાથે એક સફેદ સિમેન્ટ યુનિટ અને એક વોલ કેર પુટ્ટી યુનિટ ધરાવે છે. અલ્ટ્રાટેક ભારતના 100+ શહેરોમાં 230+ રેડી મિક્સ કોંક્રિટ (આરએમસી) પ્લાન્ટ ધરાવે છે. તે સ્પેશિયાલ્ટી કોંક્રિટનો કાફલો ધરાવે છે જે અલગ-અલગ ગ્રાહકોની ચોક્કસ જરૂરિયાતોને પરિપૂર્ણ કરે છે. અમારો બાંધકામ પ્રોડક્ટ્સનો વ્યાપાર એક નવતર પ્રયોગનું હબ છે જે નવા-યુગના બાંધકામની જરૂરિયાતો પરિપૂર્ણ કરતી વૈજ્ઞાનિક ઢબે એન્જિનિયર્ડ પ્રોડક્ટ્સની શ્રેણી ઓફર કરે છે.


અલ્ટ્રાટેક દ્વારા અલ્ટ્રાટેક બિલ્ડીંગ સોલ્યુશન્સ (UBS) નામની વિષયવસ્તુની પ્રસ્તુતિ કરાઈ છે જેથી વ્યક્તિગત ઘર બાંધનારાને તેમના ઘરોના નિર્માણ માટે વન-સ્ટોપ-શોપ ઉપાયો પૂરા પાડી શકાય. આજે, યુબીએસ એ ભારતમાં 3000+ થી વધુ સ્ટોર્સ ધરાવતી સૌથી મોટી સિંગલ બ્રાન્ડ રિટેલ ચેઈન છે.






અલ્ટ્રાટેક એ ગ્લોબલ સિમેન્ટ એન્ડ કોંક્રીટ એસોસિયેશનનું (GCCA) સ્થાપક સભ્ય છે. તે GCCA ક્લાઈમેટ એમ્બિશન 2050ની પણ હસ્તાક્ષરકર્તા છે, જે 2050ની સાલ સુધીમાં કાર્બન ન્યૂટ્રલ કોંક્રીટ પૂરી પાડવાની ક્ષેત્રીય મહત્ત્વાકાંક્ષા ધરાવે છે.કંપનીએ GCCA દ્વારા જાહેર કરવામાં આવેલા નેટ ઝીરો કોંક્રિટ રોડમેપ માટે પણ કટિબદ્ધતા આપી છે, જેમાં 2030 સુધીમાં ચોથા ભાગના CO2 ઉત્સર્જનમાં ઘટાડો કરવાની સીમાચિહ્નનરૂપ કટિબદ્ધતા પણ સામેલ છે.


અલ્ટ્રાટેક દ્વારા સાયન્સ બેઝ્ડ ટાર્ગેટ ઈનિશિયેટિવ (SBTi), ઈન્ટરનલ કાર્બન પ્રાઈસ એન્ડ એનર્જી પ્રોડક્ટિવિટી (#EP100) જેવા નવા યુગના ટૂલ્સ સ્વીકૃત કરાયા છે જે નીચા કાર્બનની ટેકનોલોજીને આત્મસાત કરવાના તેના પ્રયાસોને વેગવાન બનાવવા ઉપરાંત તેની વેલ્યુ ચેઈનમાં પ્રોસેસને ઝડપી બનાવીને જીવનચક્ર પર કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવાનો ઉદ્દેશ ધરાવે છે. અલ્ટ્રાટેક એ ભારતની એવી પહેલી અને એશિયાની બીજી કંપની છે જેણે ડોલર-આધારિત સાતત્યપૂર્ણતા સાથે સંકલિત બોન્ડ્સ જારી કર્યા છે. તેની CSRના ભાગરૂપે, અલ્ટ્રાટેકે ભારતના 507 થી વધુ ગામના 1.6 મિલિયન લોકો સુધી શિક્ષણ, આરોગ્ય, સાતત્યપૂર્ણ આજીવિકા, સામુદાયિક માળખા અને સામાજિક કારણોના લાભો પહોંચાડ્યા છે.




અમારી દૂરદર્શિતા

નિર્માણ ઉપાયોમાં
આગેવાન બનવું

logo



Loading....