અલ્ટ્રાટેક સિમેન્ટ

અલ્ટ્રાટેક સિમેન્ટ 360 ડિગ્રી બિલ્ડિંગ સામગ્રી ધરાવતું સ્થળ છે, જે ગ્રે સિમેન્ટથી લઈને સફેદ સિમેન્ટ સુધીની, બિલ્ડિંગ પ્રોડક્ટ્સથી લઈને બિલ્ડિંગ સોલ્યુશન્સ સુધીની વિભિન્ન પ્રોડક્ટ્સ અને વિભિન્ન જરૂરિયાતો તથા ઉપયોગ માટે રેડી મિક્સ કોન્ક્રિટ્સની વિવિધ પ્રોડક્ટ્સ પૂરી પાડે છે.

39 શહેરોમાં 100થી વધુ રેડી મિક્સ કોંન્ક્રિટ (આરએમસી) એકમોની સાથે અલ્ટ્રાટેક ભારતમાં કોન્ક્રિટની સૌથી મોટી ઉત્પાદક છે. તે ઘણી વિશિષ્ટ કોન્ક્રિટ્સ પણ ધરાવે છે, જે વિવેકપૂર્ણ ગ્રાહકોની વિશેષ જરૂરિયાતને પૂરી કરે છે.

અલ્ટ્રાટેક પ્રોડક્ટ્સમાં ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ, પોર્ટલેન્ડ પોઝોલાના સિમેન્ટ અને પોર્ટલેન્ડ બ્લાસ્ટ-ફર્નેસ સ્લેગ સિમેન્ટનો સમાવેશ થાય છે.

 

પ્રોડક્ટ પોર્ટફોલિયો

ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ

વ્યાપક શ્રેણીના ઉપયોગ માટે ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપયોગમાં સાધારણ, પ્રમાણભૂત, ઉચ્ચ ક્ષમતા ધરાવતા કોન્ક્રિટ્સનાં નિર્માણ, ચણતર અને પ્લાસ્ટરનાં કાર્ય, પ્રિકાસ્ટ કોન્ક્રિટ પ્રોડક્ટ્સ જેવી કે બ્લોક્સ, પાઈપ્સ વગેરે અને વિશિષ્ટ કાર્યો જેવા કે પ્રિકાસ્ટ અને પ્રિસ્ટ્રેસ્ડ કોન્ક્રિટનો સમાવેશ થાય છે.

ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ

પોર્ટલેન્ડ પોઝોલાના સિમેન્ટ

પોર્ટલેન્ડ પોઝોલાના સિમેન્ટ સાધારણ પોર્ટલેન્ડ સિમેન્ટ છે, જે ફ્લાય એશ, કેલ્સિન્ડ ક્લે, રાઈસ હસ્ક એશ વગેરે જેવી પોઝોલેનિક સામગ્રીઓ સાથે મિશ્ર કરીને અથવા દળીને તૈયાર કરવામાં આવે છે. 

પોર્ટલેન્ડ સિમેન્ટ ક્લિન્કર નિર્દિષ્ઠ માત્રાના જિપ્સમ અને પોઝોલેનિક સામગ્રીઓ સાથે દળીને અથવા એકબીજા સાથે મિશ્ર કરીને પોર્ટલેન્ડ પોઝોલાના સિમેન્ટને ઉત્પાદિત કરવામાં આવે છે. પોઝોલાનામાં સિમેન્ટ જેવા ગુણધર્મો હોતા નથી, પરંતુ તે સામાન્ય તાપમાને ભેજની હાજરીમાં કેલ્શિયમ હાઈડ્રોક્સાઈડ સાથે પ્રતિક્રિયા કરીને સિમેન્ટ જેવા ગુણધર્મો ધરાવતું સંયોજન બનાવે છે. પોર્ટલેન્ડ પોઝોલાના સિમેન્ટનો ઉપયોગ કરીને ઉત્પાદિત થતી કોન્ક્રિટ અત્યંત મજબૂત, વધુ ટકાઉ હોય છે, ભેજ તથા તાપમાનને લીધે થતા ક્રેકિંગને રોકે છે અને કોન્ક્રિટ તથા મોર્ટાર સાથે ઉચ્ચ સ્તરનું સામંજસ્ય અને કાર્યક્ષમતા આપે છે.

પોર્ટલેન્ડ પોઝોલાના સિમેન્ટ

અલ્ટ્રાટેક પ્રિમિયમ

તેમનું સ્વપ્નનું ઘર બનાવતા પહેલા અલ્ટ્રાટેક નિપુણતા અને પૂર્ણતા માટે પ્રત્યેક ઘરના નિર્માતાની અપેક્ષાથી વાકેફ છે. અલ્ટ્રાટેક પ્રિમિયમ અલ્ટ્રાટેક હાઉસની તાજેતરની ક્રાંતિકારી રજૂઆત છે. ઉચ્ચ પ્રતિક્રિયાશીલ સિલિકા અને સ્લેગના ઈષ્ટમ મિશ્રણથી તે તમારા ઘરને ટકાઉતા, મજબૂતાઈ અને સુરક્ષા પૂરી પાડે છે. અલ્ટ્રાટેક પ્રિમિયમ હવામાનની મુશ્કેલ પરિસ્થિતિઓથી લઈને કાટ અને સંકોચન તિરાડોને પણ કવર કરી છે. તેના ઉચ્ચ રીતે એન્જિનિયર કરેલું કણોનું વિતરણ કોન્ક્રિટમાં દૃઢતા પૂરી પાડે છે, જે તેને વધુ ગાઢ અને અભેદ્ય બનાવે છે.

યુરોપીયન અને શ્રીલંકાના ધોરણોની વિશિષ્ટતાને અનુસરતો સિમેન્ટ

અલ્ટ્રાટેકનું બલ્ક સિમેન્ટનું ટર્મિનલ શ્રીલંકાના કોલંબોમાં આવેલું છે. સિમેન્ટ વિશેષ રીતે એન્જિનિયર થયેલા, સેલ્ફ-ડિસ્ચાર્જિંગ બલ્ક સિમેન્ટ કેરિયર્સ દ્વારા પ્રાપ્ત કરવામાં આવે છે. ત્યાર પછી તેને રોડ બ્રાઉઝર્સમાં બંદર ખાતે ડિસ્ચાર્જ કરવામાં આવે છે, જે સિમેન્ટને બંદરથી ટર્મિનલ સુધી 10 કિમી દૂર લઈ જવામાં આવે છે. સિમેન્ટને 4 x 7500 ટી સિમેન્ટ કોન્ક્રિટ સિલોમાં સંગ્રહિત કરવામાં આવે છે. સુવિકસિત બલ્ક સિમેન્ટ ટર્મિનલ (જે પર્યાવરણના તમામ ધોરણોનું પાલન કરે છે) આરએમસી અને એસ્બેસ્ટોસ એકમ સુધી જથ્થાબંધ સિમેન્ટ રવાના કરવામાં આવે છે. દ્વીપ પર ગ્રાહકોને સેવા પૂરી પાડવા માટે ટર્મિનલ 50 કિગ્રાની પેપર બેગમાં સિમેન્ટને પેક કરવા માટે આધુનિક ઈટાલિયન વેન્ટોમેટિક પેકર પણ ધરાવે છે

સિમેન્ટ પર તેનું શાર્પ ફોકસ હોવાની સાથે આદિત્ય બિરલા ગ્રુપ હંમેશાં એ માને છે કે પ્રાદેશિક સહકાર માટે વિશ્વના વિભિન્ન ભાગોમાં દેશો વચ્ચે કરેલી વ્યવસ્થાઓની જેમ ગ્રુપે પણ નિકટવર્તી દેશોમાં સિમેન્ટના સ્થાનિક ઉત્પાદક તરીકે લાયક ઠરવા માટે સુવિધાઓ સાથે ઉપસ્થિત રહેવું જોઈએ. ભારતને અડીને આવેલા બે દેશો સિમેન્ટ માટેનો પાયારૂપ કાચો માલ ચુના-પથ્થરની મર્યાદિત માત્રા ધરાવે છે. આ સ્થિતિને લીધે આ બંને દેશોએ તેમની સ્થાનિક બાંધકામની પ્રવૃત્તિઓ માટે આયાત પર નિર્ભર રહેવું પડે છે. આ સંદર્ભમાં શ્રીલંકાના કોલંબોમાં સંયુક્ત સાહસ તરીકે બલ્ક સિમેન્ટ ટર્મિનલની સ્થાપના કરવામાં આવી હતી.

ગુજરાત સિમેન્ટ વર્ક્સ (સીજીડબ્લ્યુ) નિકાસ માટે કેપ્ટિવ જેટીની વ્યવસ્થા છે.  તે અનુસાર પાછલા પાંચ વર્ષોથી જથ્થાબંધ સિમેન્ટ સીજીડબ્લ્યુથી શ્રીલંકામાં ગ્રુપનાં સંયુક્ત સાહસ (જેવી)  અલ્ટ્રાટેક સિમેન્ટ લંકા (પ્રાઈવેટ) લિમિટેડ સુધી નિકાસ કરવામાં આવે છે.

અલ્ટ્રાટેક સિમેન્ટ સારી ગુણવત્તાની પ્રોડક્ટ્સ પૂરી પાડીને શ્રીલંકાની સિમેન્ટની જરૂરિયાતો પૂરી કરી રહી છે. કંપનીના ગ્રાહકોની વધતી સંખ્યા કંપનીની ગુણવત્તા અને સેવાના સ્તરોને માન્યતા આપે છે. સિમેન્ટનાં વેચાણ માટે યોગ્ય કર્મચારીઓની સાથે સાથે ટેકનિકલ સેલમાં લાયક એન્જિનિયર્સની નિયુક્તિ કરવામાં આવી છે, જે સાઈટ પર ગ્રાહકોને ટેકનિકલ સલાહ પૂરી પાડે છે.

કંપનીને મળેલી આ ઓળખથી કંપની વિશ્વના બે અગ્રણી ઉત્પાદકો સહિતના બહુરાષ્ટ્રીય સ્પર્ધકો સાથે મળીને સ્પર્ધાત્મક બજારમાં નોંધપાપાત્ર બજાર હિસ્સો પ્રાપ્ત કરવા સક્ષમ બની છે. આ સ્પર્ધાત્મક પરિસ્થિતિમાં કંપનીના વધી રહેલા ગ્રાહકોએ તેને બ્રાન્ડ ઈક્વિટી આપી છે અને તેને આ દ્વીપમાં પ્રિમિયમ ગુણવત્તા ધરાવતા સિમેન્ટ સપ્લાયર તરીકે પણ સ્વીકૃત્તિ આપી છે.

વધુ વાંચો
સિમેન્ટ યુરોપીયન અને શ્રીલંકન ધોરણો વિશિષ્ટતાઓનું પાલન કરે છે

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય નામ દાખલ કરો
માન્ય નંબર દાખલ કરો
માન્ય પિનકોડ દાખલ કરો
માન્ય શ્રેણી પસંદ કરો
માન્ય ઉપ શ્રેણી દાખલ કરો

આ ફોર્મ સબમિટ કરીને તમે અલ્ટ્રાટેક સિમેન્ટને તમારો સંપર્ક કરવાની અધિકૃતતા આપો છો.

આગળ વધવા કૃપા કરીને આ બોક્સ પર ટીક કરો