કોંક્રિટની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થનું પરીક્ષણ કેવી રીતે કરવું

યોગ્ય કોંક્રિટ મિશ્રણ મજબૂત ઘરનું નિર્માણ કરવા માટે ખૂબ મહત્ત્વપૂર્ણ હોય છે. એટલા માટે તમારું કોંક્રિટ મિશ્રણ ઉપયોગમાં લેતા પહેલા તપાસવું મહત્ત્વપૂર્ણ હોય છે. તેથી કોંક્રિટનું પરીક્ષણ કરવું આવશ્યક છે. કોંક્રિટનું પરીક્ષણ બે પ્રકારનું હોય છે – કાસ્ટિંગ પહેલા અને સેટિંગ પછી. ચાલો સમજીએ કોંક્રિટની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થનું પરીક્ષણ કેવી રીતે થાય છે.

 
 
1
આ પરીક્ષણ કોંક્રિટ સેટ થાય અને સખત બને ત્યાર પછી થાય છે.
2
આ પરીક્ષણમાં કોંક્રિટનાં ક્યુબ્સનું પરીક્ષણ કમ્પ્રેશનનું ટેસ્ટિંગ મશીનમાં થાય છે.
3
150 મીમી x 150 મીમી x 150 મીમીનાં પરિમાણનાં કોંક્રિટ ક્યુબ મોલ્ડનો ઉપયોગ કરવામાં આવે છે.
4
તેને કોંક્રિટના ત્રણ સ્તરથી ભરવામાં આવે છે અને ટેમ્પિંગ રોડની મદદથી કોમ્પેક્ટ કરવામાં આવે છે.
5
ઉપલી સપાટી થ્રોવેલથી સમતલ કરવામાં આવે છે અને પછી મોલ્ડ ભીના શણના કોથળાથી આવરવામાં આવે છે અને 24 કલાક સુધી સેટ થવા માટે છોડી દેવામાં આવે છે.
6
24 કલાક પછી ક્યુબને મોલ્ડ પરથી દૂર કરવામાં આવે છે અને 28 દિવસ સુધી પાણીથી ક્યોર કરવામાં આવે છે.
7
ક્યુબનું કદ અને વજન માપ્યા પછી તેનું પરીક્ષણ કરવામાં આવે છે.
8
ટેસ્ટિંગ મશીનની પ્લેટ્સ અને કોંક્રિટની સપાટી સાફ કરવામાં આવે છે અને પ્લેટ્સની વચ્ચે ક્યુબ મૂકવામાં આવે છે.
9
ત્યાર પછી ક્યુબ તૂટી ન જાય ત્યાં સુધી આંચકા વિના લોડ ક્રમશઃ વધારવામાં આવે છે.
10
કોંક્રિટની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ મહત્તમ લોડ નોંધીને ગણવામાં આવે છે.
 



આ રીતે કોંક્રિટનું કમ્પ્રેસિવ પરીક્ષણ હાથ ધરવામાં આવે છે.









ગુણવત્તાયુક્ત નિર્માણ સામગ્રી અને નિષ્ણાત સોલ્યુશન્સ મેળવવા માટે અમારા નજીકના અલ્ટ્રાટેક બિલ્ડિંગ સોલ્યુશન્સ સ્ટોર સુધી પહોંચો.

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય નામ દાખલ કરો
માન્ય નંબર દાખલ કરો
માન્ય પિનકોડ દાખલ કરો
માન્ય શ્રેણી પસંદ કરો
માન્ય ઉપ શ્રેણી દાખલ કરો

આ ફોર્મ સબમિટ કરીને તમે અલ્ટ્રાટેક સિમેન્ટને તમારો સંપર્ક કરવાની અધિકૃતતા આપો છો.

આગળ વધવા કૃપા કરીને આ બોક્સ પર ટીક કરો