એક અસરકારક વરસાદી પાણી સંગ્રહ પદ્ધતિ માટે પગલાં

25 ઓગસ્ટ, 2020

ભૂગર્ભ જળ તમારા ઘર માટે પાણીનો એક પ્રાકૃતિક સ્રોત છે. જો કે, આ સ્રોતનો વધુ પડતો ઉપયોગ સમય જતાં તેને ખતમ કરી શકે છે. ભૂગર્ભજળને ફરીથી ભરવા માટેની સૌથી સહેલી પદ્ધતિ એ છે કે વરસાદી પાણીના વહેણનો સંગ્રહ કરવો, અને આ કરવાની શ્રેષ્ઠ રીતોમાંની એક છે રીચાર્જ ખાડો બનાવીને સંગ્રહ.

તમે રિચાર્જ ખાડો કેવી રીતે બનાવી શકો છો તે અહી આપેલ છે.

  • એકથી બે મીટર પહોળો અને બે થી ત્રણ મીટર ઊંડો ખાડો ખોદીને શરૂઆત કરો.
  • પ્રથમ ખાડાને પથ્થરોથી ભરી દો અને પછી ખરબચડા મિશ્રણો છે અને છેલ્લે રેતી ભરો. આ વરસાદી પાણીનો સંગ્રહ કરશે અને તેને ખાડામાંથી ફિલ્ટર કરશે
  • તમે જાળીથી ઉપરના ભાગ પર આવરણ લગાવીને ખાડાને સુરક્ષિત કરી શકો છો. પાણી સરળતાથી વહેતું રહે તે માટે નિયમિતપણે તેને સાફ કરવાની ખાતરી રાખો.
  • જે વિસ્તારોમાં વરસાદી પાણી એકત્રિત જાય છે તેમાં વરસાદી પાણીને નાળચાની જેમ રિચાર્જ ખાડામાં લઈ જવા માટે પાઇપ્સનો ઉપયોગ કરો. તમે આ પાણીને ઘરની જરૂરિયાત માટે એકત્રિત અને સંગ્રહિત પણ કરી શકો છો.

રિચાર્જ ખાડા દ્વારા વરસાદી પાણી એકત્રિત કરવાની આ તકનીક તમને કિંમતી ભૂગર્ભ જળાશયો ફરી ભરવામાં મદદરૂપ થશે.


સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય નામ દાખલ કરો
માન્ય નંબર દાખલ કરો
માન્ય પિનકોડ દાખલ કરો
માન્ય શ્રેણી પસંદ કરો
માન્ય ઉપ શ્રેણી દાખલ કરો

આ ફોર્મ સબમિટ કરીને તમે અલ્ટ્રાટેક સિમેન્ટને તમારો સંપર્ક કરવાની અધિકૃતતા આપો છો.

આગળ વધવા કૃપા કરીને આ બોક્સ પર ટીક કરો