અહીં તમને યોગ્ય અને માહિતગાર પસંદગી કરવામાં મદદરૂપ થાય તે માટે અમે એએસી બ્લોક્સ વિરુદ્ધ માટીની ઇંટો વચ્ચેની ટૂંકી તુલના આપી છે. હાલના દિવસોમાં સામાન્ય એએસી બ્લોક્સ ઘરનાં નિર્માણમાં ઉપયોગમાં લેવામાં આવે છે.
એએસી બ્લોક્સ માટીની ઇંટો કરતા હળવા અને વધુ કાર્યક્ષમ હોય છે
એએસી બ્લોક્સ માત્ર વ્યાજબી ન નથી હોતા, પરંતુ તે પર્યાવરણ માટે પણ સારા હોય છે.
એએસી બ્લોક્સની અંદર લાખો નાના નાના હવાના પરપોટા હોય છે, જે તેમને હળવા બનાવે છે. યોગ્ય પ્રક્રિયાથી તેમને માટીની ઇંટ કરતા પણ વધુ મજબૂત બનાવવામાં આવે છે.
એએસી બ્લોક્સ બહારનો અવાજ અને ગરમી ઘટાડે છે, જે તમારા ઘરને ધ્વનિમુક્ત બનાવે છે અને તેને ઉનાળામાં ઠંડું રાખે છે અને શિયાળામાં હુંફાળું રાખે છે.
એએસી બ્લોક્સનો ઉપયોગ કરીને બનાવેલા બિલ્ડિંગ્સ પર ધરતીકંપની ઓછી અસર થાય છે. સમગ્ર માળખામાં આગ ફેલાવાનું જોખમ પણ ઓછું હોય છે.
આ એએસી બ્લોક્સના કેટલાક લાભ હતા. ગુણવત્તાયુક્ત નિર્માણ સામગ્રી અને નિષ્ણાત ઉકેલો મેળવવા માટે તમારી નજીકના અલ્ટ્રાટેક બિલ્ડિંગ સોલ્યુશન્સ સ્ટોર સુધી પહોંચો.
તમારા પ્રશ્નોના જવાબ મેળવો