વ્હાઇટ સિમેન્ટ શેની બનેલી હોય છે?
વ્હાઇટ સિમેન્ટનો સફેદ રંગ ઓછી આયર્નની સામગ્રીવાળા કાચા માલમાંથી આવે છે, સામાન્ય રીતે ચૂનાનો પત્થર, માટી, જીપ્સમ અને અન્ય મટિરિઅલનું મિશ્રણ, જે તેની શુદ્ધતા અને રંગ જાળવી રાખવા માટે પ્રોસેસ કરવામાં આવે છે.
વ્હાઇટ સિમેન્ટના ઉપયોગો
ઘર નિર્માણ પ્રોજેક્ટ્સમાં વ્હાઇટ સિમેન્ટના અનેક ઉપયોગો છે, ખાસ કરીને વિઝ્યુઅલ અપીલ વધારવા માટે અને સરફેસિસના ફિનિશિંગ માટે:
1. વધુ એસ્થેટિક અપીલ વ્હાઇટ સિમેન્ટ એક લીસી, ગ્લોસી ફિનિશ બનાવે છે જે ઉપરના રંગની તેજસ્વીતા અને રંગોને વધારે છે.
2. ટકાઉપણું પાણી-પ્રતિરોધક કોટ પ્રદાન કરે છે જે દિવાલોને ભેજથી સુરક્ષિત રાખે છે, શેવાળ અને ફૂગના વિકાસને અટકાવે છે.
3. એપ્લિકેશન સરફેસ તે પ્લાસ્ટર, આરસીસી (રીઈન્ફોર્સ્ડ સિમેન્ટ કોંક્રીટ) અને કોંક્રીટ સહિત વિવિધ સરફેસ પર લગાવી શકાય છે.
4. પીઓપી થી વધુ ફાયદાકારક પ્લાસ્ટર ઓફ પેરિસ (પીઓપી ) થી વિપરીત, વ્હાઇટ સિમેન્ટ પાણી શોષી લેતું નથી, જેના કારણે પેઇન્ટિંગ પહેલાં પ્રાઈમરની જરૂરિયાત રહેતી નથી.
5. ફિનિશના વિકલ્પો સ્ટાન્ડર્ડ અને મેટ ફિનિશમાં ઉપલબ્ધ, તે ક્યોરીંગની જરૂરિયાત વિના દિવાલની અનઇવન સરફેસિસને લેવલ કરી શકે છે.
વ્હાઇટ સિમેન્ટ કેવી રીતે મિક્સ કરવી અને લગાવવી
1. મિક્સ કરવા માટે વ્હાઇટ સિમેન્ટને પાણી સાથે મિક્સ કરો જ્યાં સુધી તે સુસંગત ન બને.
2. લગાવવા માટે વધુ સારી રીતે ચોંટાડવા માટે મિશ્રણને ભીની કરેલી સપાટી પર લગાવો. તેને ટ્રોવેલનો ઉપયોગ કરીને સમાનરૂપે ફેલાવો.
વ્હાઇટ સિમેન્ટનો ઉપયોગ કરતી વખતે લેવાની સાવચેતીઓ
વ્હાઇટ સિમેન્ટ સાથે કામ કરતી વખતે, ઘરના બાંધકામ પ્રોજેક્ટ્સ માટે સેફ એપ્લિકેશન અને શ્રેષ્ઠ પરિણામો સુનિશ્ચિત કરવા માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખો.
1. પ્રોટેક્ટિવ ગિયર ઝીણા કણોથી તમારી ત્વચા અને આંખોને બચાવવા માટે ગ્લોવ્ઝ અને ગોગલ્સ પહેરો.
2. યોગ્ય સ્ટોરેજ સિમેન્ટને સૂકી જગ્યા પર રાખો જેથી તે કઠણ ન થાય.
3. વેન્ટિલેશન ધૂળ શ્વાસમાં ન જાય તે માટે મિશ્રણ અને લગાવતી વખતે પર્યાપ્ત વેન્ટિલેશન સુનિશ્ચિત કરો.