ઓપીસી સિમેન્ટની વિશિષ્ટતાઓ
1. મજબૂતાઈ
ઓપીસી સિમેન્ટ વધુ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ પૂરી પાડે છે, જે તેને મજબૂત કંક્રીટ ઇમારતો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓના નિર્માણ માટે આદર્શ બનાવે છે.
2. ટકાઉપણું (ડ્યુરેબિલીટી)
હવામાન અને ઘસારા સામે પ્રતિરોધક, ઓપીસી સમય અને પર્યાવરણીય પરિબળોની અસરો સામે સારી રીતે ટકી રહે છે.
3. હાઇડ્રેશનની ગરમી
અન્ય સિમેન્ટના પ્રકારોની સરખામણીમાં ઓપીસી સિમેન્ટમાં હાઇડ્રેશનની હિટ વધુ હોય છે, એટલે કે તે ઝડપથી જામી અને સખત થઈ જાય છે.
4. રાસાયણિક પ્રતિકાર
તે મોટાભાગના મિનરલ એસિડ સામે નોંધપાત્ર પ્રતિકારતા આપે છે, જે કઠોર વાતાવરણમાં વધુ ડ્યુરેબિલીટી આપે છે.
5. સલ્ફેટ પ્રતિરોધકતા
ઓપીસી સિમેન્ટમાં મધ્યમ સલ્ફેટ પ્રતિરોધકતા હોય છે; તેથી, તે ગંભીર સલ્ફેટ એટેક માટે સંવેદનશીલ હોય તેવા સ્ટ્રક્ચર માટે ભલામણ કરવામાં આવતી નથી..
ઓપીસી સિમેન્ટનો ઉપયોગ કરતા ઘર નિર્માતાઓ માટે સાવચેતીઓ અને સલાહો
1. ક્યોરિંગ સમય
ઇચ્છિત મજબૂતાઈ અને ટકાઉપણું પ્રાપ્ત કરવા માટે યોગ્ય ક્યોરિંગ સુનિશ્ચિત કરો, જે સિમેન્ટના ગ્રેડના આધારે સામાન્ય રીતે 7 થી 28 દિવસ સુધીનું હોય છે.
2. સ્ટોરેજ માટેની શરતો
ગુણવત્તામાં થતો ઘટાડો અટકાવવા માટે સિમેન્ટની થેલીઓને સૂકા, ભેજમુક્ત વાતાવરણમાં સ્ટોર કરો.
3. મિશ્રણનો ગુણોત્તર
વિવિધ બાંધકામ માટેની ઉપયોગીતાઓ, જેમ કે પાયા, દિવાલો અને પ્લાસ્ટરિંગ માટે સિમેન્ટ, રેતી અને એગ્રીગેટ્સનો યોગ્ય મિક્સિંગ રેશિઓ જાળવો.
4. સમયસર ઉપયોગ
ભેજના સંપર્કમાં આવવાથી બચવા માટે ખોલેલી સિમેન્ટની થેલીઓનો શક્ય તેટલી ઝડપથી ઉપયોગ કરો, કારણ કે સિમેન્ટ સખત થઈ શકે છે અને ગુણવત્તા ગુમાવી શકે છે.
બાંધકામમાં ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટની લોકપ્રિયતા મોટાભાગે તેની મજબૂતાઈ, ડ્યુરેબિલીટી અને વિવિધ પર્યાવરણીય પરિબળો સામે પ્રતિકારતાને આભારી છે. આથી, ઓપીસી સિમેન્ટનો અર્થ અને તેના ગુણધર્મોને સમજવું વિવિધ બાંધકામ પ્રોજેક્ટ્સમાં તેના અસરકારક અને કાર્યક્ષમ ઉપયોગ માટે મહત્ત્વપૂર્ણ છે.