ઝડપી યાત્રાને સક્ષમ બનાવવી
પિંપલગાંવ-નાસિક-ગોન્ડે રોડ પ્રોજેક્ટ નાસિકમાં 6 કિમી લાંબા એલિવેટેડ કોરિડોર, 7 ફ્લાયઓવર્સ, 2 મુખ્ય પુલ, 6 વેહિક્યુલર અન્ડરપાસ, 6 પેડેસ્ટ્રિયન અન્ડરપાસ અને સબવે પર કાર્ય કરશે. પ્રોજેક્ટ મુંબઈ-આગ્રા નેશનલ હાઈવે-3 રૂટનો ભાગ બનશે. આ પ્રોજેક્ટને અલ્ટ્રાટેક કોન્ક્રિટ પૂરી પાડવામાં આવી રહી છે. 7 ફ્લાયઓવર્સ મુંબઈ તેમ જ આગ્રા તરફ ટ્રાફિકના નિર્વિઘ્ન પ્રવાહને સુનિશ્ચિત કરશે. પથારડી ખાતે ફ્લાયઓવર ભારતનો સૌથી લાંબો સંકલિત ફ્લાયઓવર હશે.
ઈન્દિરાનગર જોગિંગ ટ્રેકથી શરૂ થનારો એલિવેટેડ કોરિડોર કે. કે. વાઘ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી સુધી 6 કિમી જેટલો લાંબો હશે. દ્વારકા અને ઓરંગાબાદ નાકા જંક્શન પર આનો અપ એન્ડ ડાઉન રેંપ હશે. એલિવેટેડ કોરિડોરનું નિર્માણકાર્ય એક વખત પૂર્ણ થશે ત્યાર બાદ નાસિકને ભારતનો પ્રથમ બાહ્યરૂપથી સ્ટ્રટેડ સેગમેન્ટલ બોક્સ ગર્ડર મળશે. આ પ્રોજેક્ટમાં સર્વપ્રથમ પુરવઠો પૂરો પાડવાને લીધે ભારતના શ્રેષ્ઠ આંતરમાળખાકીય પ્રોજેક્ટ્સ માટે ‘ધ એન્જિનિયર્સ ચોઈસ’ તરીકેની અલ્ટ્રાટેકની પ્રતિષ્ઠા વધુ મજબૂત બનશે.