સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરો

hgfghj


ઈપોક્સી ફ્લોરિંગ એ શું છેઃ પ્રકારો, લાભો તથા આદર્શ વિકલ્પની પસંદગી

ઈપોક્સી ફ્લોરિંગ એ વિવિધ ઉપયોગો માટેનો વૈવિધ્યપૂર્ણ, ટકાઉ તથા આકર્ષક ઉપાય છે. ઈપોક્સી ફ્લોર્સની દુનિયામાં ગરકાવ થઈ જાવ, ઈપોક્સી ફ્લોરિંગ એ શું છે તે સમજો અને એ શીખો કે કેવી રીતે તમારી જરૂરિયાતો માટે આદર્શ પ્રકારની પસંદગી કરવી.

Share:


ફ્લોરિંગ વિકલ્પોની વાત આવે ત્યારે, ઈપોક્સી ગ્રાઉટ સહિત ઈપોક્સી ફ્લોરિંગની લોકપ્રિયતા તેના ટકાઉપણા, વૈવિધ્યપૂર્ણતા અને એસ્થેટિક અપીલને લીધે ખૂબ વધી ગઈ છે. ઈપોક્સી ફ્લોરિંગ એ એવા પ્રકારનું સર્ફેસ કોટિંગ છે જેને રેસિન અને હાર્ડનર મિક્સ કરીને બનાવવામાં આવે છે જેના કારણે એક મજબૂત, સીમલેસ અને ચમકદાર ફિનિશ પ્રાપ્ત થાય છે. તમે તમારા ઘર, ઓફિસ અથવા ઔદ્યોગિક સ્થળનો દેખાવ વધારવા માગતા હોવ ત્યારે ઈપોક્સી ફ્લોરિંગ તમને વ્યાપક શ્રેણીના લાભો અને વિકલ્પો ઓફર કરે છે જે તમારી જરૂરિયાતોને અનુકૂળ રહે. આ સર્વગ્રાહી માર્ગદર્શિકામાં, ઈપોક્સી ફ્લોરિંગ એ શું છે તેના વિશે સમજીશું તથા તેના પ્રકારો, લાભો અને તમારી જગ્યા માટે કેવી રીતે આદર્શ ઈપોક્સી ફ્લોરિંગ પસંદ કરવું તે શોધીશું.

 


ઈપોક્સી ફ્લોરિંગ એ શું છે?

ઈપોક્સી ફ્લોરિંગ એ અત્યંત ટકાઉ અને કસ્ટમાઈઝ કરી શકાય તેવું ફ્લોરિંગ સોલ્યુશન છે કે જેની રચના બે મુખ્ય ઘટકોના મિશ્રણ વડે થાય છેઃ ઈપોક્સી રેઝિન અને હાર્ડનર. ઈપોક્સી રેઝિન બાઈન્ડર તરીકે કામ કરે છે, જ્યારે હાર્ડનર થકી તાકાત અને સ્થિરતા પ્રાપ્ત થાય છે. આ બંને ઘટકોને સાથે મિશ્ર કરવામાં આવે છે ત્યારે એક રાસાયણિક પ્રક્રિયા થાય છે, જેના પગલે એક કઠણ અને ટકાઉ સપાટી રચાય છે. પરંતુ ઈપોક્સી ફ્લોરિંગનો શેના માટે ઉપયોગ કરાય છે? ઈપોક્સી ફ્લોરિંગનો કોંક્રીટ, ધાતુ અને લાકડા જેવા વિવિધ પદાર્થો પર લગાવવા ઉપયોગ કરી શકાય છે. ઘર વપરાશથી લઈને ઔદ્યોગિક વપરાશ સુધીના ઈપોક્સી ફ્લોરિંગ સુધી તે વિશાળ શ્રેણીના ઉપયોગ માટે અનુકૂળ છે.


ઈપોક્સી ફ્લોરિંગના પ્રકારો



ઈપોક્સી ફ્લોરિંગનો શેના માટે ઉપયોગ કરાય છે તેને સમજવા માટે આપણે તેના પ્રકારોને સૌથી પહેલા સમજવા જોઈએ. ઈપોક્સી ફ્લોરિંગના ઘણા પ્રકાર ઉપલબ્ધ છે, જે દરેકની અનોખી લાક્ષણિકતાઓ અને લાભો છે. આમાંના અમુક સમાન પ્રકારોમાં સામેલ છેઃ

 

1) સેલ્ફ-ડિસ્પર્સિંગ ઈપોક્સી ફ્લોરિંગ

આ પ્રકારનું ઈપોક્સી ફ્લોરિંગ અત્યંત ટકાઉ અને ભારે ટ્રાફિક તેમજ રસાયણોવાળા ભાગો ધરાવતી જગ્યા જેવીકે ગોદામો અને ઔદ્યોગિક સુવિધાઓ માટે આદર્શ છે. તેની મિકેનિકલ તાકાત સર્વોત્તમ છે અને પાણી સામેની પ્રતિરોધકતાને લીધે તે ફોર્કલિફ્ટ અને હેવી મશીનનો ઉપયોગ કરાતો હોય તેવા વાતાવરણ માટે ટોચની પસંદગી બને છે.

 

2) સેલ્ફ-લેવલિંગ ઈપોક્સી ફ્લોરિંગ

આ ઈપોક્સી ફ્લોરિંગની ડિઝાઈન એક મુલાયમ, સીમલેસ સપાટી રચવા માટે બનાવાઈ છે જેથી તે અસમાન અથવા નુકસાન પામેલા ફ્લોર માટે સર્વોત્તમ બને છે. તેનો સામાન્ય રીતે કોમર્શિયલ અને રેસિડેન્સિયલ જગ્યાઓ, જેવી કે ગેરાજ, શોરૂમ અને રસોડા માટે ઉપયોગ કરાય છે. આ ઈપોક્સી ફ્લોરિંગની સેલ્ફ-લેવલિંગ લાક્ષણિકતા તેને તિરાડો અને અસમાન સપાટીને ભરી દેવાની ક્ષમતા આપે છે, જેથી જાળવણીમાં આસાન એવી સ્વચ્છ અને સમતોલ સપાટી પ્રાપ્ત થાય છે.

 

3) ઈપોક્સી મોર્ટાર ફ્લોરિંગ

આ ફ્લોરની રચના ઈપોક્સી રેઝિનનું રેતી અથવા અન્ય ઘટકો સાથે જોડાણ દ્વારા કરવામાં આવે છે, જેનાથી અત્યંત ટકાઉ અને ઈમ્પેક્ટ-રેઝિસ્ટન્ટ સપાટી પ્રાપ્ત થાય છે. નુકસાન પામેલા કોંક્રીટ ફ્લોરના સમારકામ માટે તે આદર્શ છે અને તેનો મોટાભાગે મેન્યુફેક્ચરિંગ સુવિધાઓ અને ગોદામો જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં ઉપયોગ કરાય છે. આ ફ્લોર્સ આકરા ઘા ઝીલી શકે છે અને રસાયણો સામે ઉચ્ચ પ્રતિરોધકતા ધરાવતા હોવાથી પ્રતિકૂળ ઔદ્યોગિક વાતાવરણમાં લાંબા સમય સુધી ટકી રહે તેમજ પ્રતિરોધક રહે તેવો તીવ્રતમ ઉપાય પૂરો પાડે છે

 

4) ક્વાર્ટ્ઝ- ફિલ્ડ ઈપોક્સી ફ્લોરિંગ

આ પ્રકારના ઈપોક્સી ફ્લોરિંગમાં સ્ટેઈન્ડ ક્વાર્ટ્ઝ ગ્રેન્યુલ્સની સાથે ઈપોક્સી પોલિમર રેઝિનનું મિશ્રણ કરવામાં આવે છે, જેના પરિણામે એક સુશોભનાત્મક અને ટકાઉ સપાટી પ્રાપ્ત થાય છે. તેનો સ્કૂલ અને હોસ્પિટલો જેવા કોમર્શિયલ અને સંસ્થાકીય એકમોમાં સામાન્ય ઉપયોગ કરાય છે જ્યાં દેખાવ તથા લપસી જવા સામેની પ્રતિરોધકતા મહત્ત્વપૂર્ણ પરિબળો હોય છે. ક્વાર્ટ્ઝ-ભરેલા ઈપોક્સી ફ્લોરિંગ ડિઝાઈનના વૈવિધ્યપૂર્ણ વિકલ્પો પ્રસ્તુત કરે છે, કારણ કે ક્વાર્ટ્ઝ ગ્રેન્યુલ્સને કસ્ટમાઈઝ કરીને અનોખા કલર કોમ્બિનેશન તથા પેટર્ન રચી શકાય છે.

 

5) એન્ટિ-સ્ટેટિક ઈપોક્સી ફ્લોરિંગ

આ ફ્લોરિંગ વિકલ્પની ડિઝાઈન સ્ટેટિક વીજળી ઘટાડવા માટે કરાઈ છે, જેનાથી તે સંવેદનશીલ ઈલેક્ટ્રોનિક સાધનો જેવા કે ડેટા સેન્ટર્સ અને લેબોરેટરીઝ માટે આદર્શ બને છે. એન્ટિ-સ્ટેટિક ઈપોક્સી ફ્લોરિંગમાં એવી સામગ્રી હોય છે કે જે સ્ટેટિગ ચાર્જિસને દૂર કરવામાં મદદ કરે છે જેના થકી સંવેદનશીલ સાધનોનું રક્ષણ થાય છે અને ઈલેક્ટ્રોસ્ટેટિક ડિસ્ચાર્જ (ઈએસડી) સંબંધિત અકસ્માતો ઘટે છે.

 

6) ઈપોક્સી ફ્લેક ફ્લોરિંગ

ઈપોક્સી ફ્લેક ફ્લોરિંગમાં સુશોભનાત્મક ફ્લેક્સનો ઈપોક્સી કોટિંગમાં ઉપયોગ કરીને એક અનોખો તથા આકર્ષક દેખાવ રચાય છે. તેનો મોટાભાગે કોમર્શિયલ અને રેસિડેન્સિયલ એકમો જેવા કે ગેરેજ, રિટેલ સ્ટોર્સ, અને ઓફિસમાં ઉપયોગ કરાય છે. સુશોભનાત્મક ફ્લેક્સ વિવિધ આકાર, રંગ અને સામગ્રીમાં આવે છે, જેના પગલે અનંત ડિઝાઈન સંભાવનાઓ રચાય છે અને લપસી જવા સામે પ્રતિરોધકતા રચવા માટે ફ્લોર પર ટેક્સચર ઉમેરે છે.

 

7) ઈપોક્સી ટેરાઝો ફ્લોરિંગ



આ પ્રકારના ઈપોક્સિ ફ્લોરિંગમાં ઈપોક્સિ રેઝિનને માર્બલ અથવા ગ્રેનાઈટ ચિપ્સ સાથે મિક્સ કરીને એક સુશોભનાત્મક અને ટકાઉ સપાટી રચાય છે. તેનો સામાન્ય રીતે હોટેલ્સ, એરપોર્ટ અને યુનિવર્સિટીઓ જેવા કોમર્શિયલ અને સંસ્થાકીય એકમોમાં ઉપયોગ કરાય છે. ઈપોક્સી ટેરાઝો ફ્લોરિંગ એક સીમલેસ, ઓછી-જાળવણીવાળી સપાટી પૂરી પાડે છે જેને વિવિધ રંગો અને પેટર્ન વડે કસ્ટમાઈઝ કરી શકાય છે, જેના થકી તે આકર્ષક અને સાથે-સાથે ઉચ્ચ-ટ્રાફિકવાળા વિસ્તારો માટે વ્યવહારુ પસંદગી બને છે.

 

8) ઈપોક્સી વેપર બેરિયર ફ્લોરિંગ

ઈપોક્સી વેપર બેરિયર ફ્લોર્સને ખાસ કોંક્રીટ સબસ્ટ્રેસીસમાં ભેજની સમસ્યાના ઉકેલ માટે ડિઝાઈન કરવામાં આવ્યા છે. આ ફ્લોર્સ આખેઆખી ફ્લોરિંગ પ્રણાલિને નુકસાન પહોંચાડીને તેની ચોંટી રહેવાની ક્ષમતાને નુકસાન કરનારા ભેજને ફેલાતો રોકે છે. ઈપોક્સી વેપર બેરિયર ફ્લોર્સને મોટાભાગે બેઝમેન્ટ, ગેરેજ તથા એવા વિસ્તારોમાં લગાવવામાં આવે છે જ્યાં ભેજ ફેલાવાની સમસ્યા સામાન્યપણે જોવા મળે છે.

 

9) ઈપોક્સી ગ્રેવેલ્ડ ફ્લોરિંગ

આ ફ્લોરિંગનો વિકલ્પ ઈપોક્સી રેઝિનની સાથે સુશોભનાત્મક ગ્રેવલને ભેળવીને બને છે, જેનાથી એક અનોખો તથા આકર્ષક દેખાવ પ્રાપ્ત થાય છે. તેનો મોટાભાગે બહારના ઉપયોગો, જેવાકે પેટિઓસ તથા વેકવે તેમજ ઈન્ડોરની જગ્યાઓ જેવીકે લોબી અને શોરૂમમાં ઉપયોગ કરાય છે. ઈપોક્સી ગ્રેવેલ્ડ ફ્લોરિંગ લપસી પડવા સામે સર્વોત્તમ પ્રતિરોધકતા પ્રદાન કરે છે અને તેને વિવિધ રંગો અને પેટર્ન સાથે કસ્ટમાઈઝ પણ કરી શકાય છે, જેથી ટકાઉ અને દેખાવમાં અપીલ કરે તેવી સપાટી પ્રાપ્ત થાય છે.


ઈપોક્સી ફ્લોરિંગના લાભો



ઈપોક્સિ ફ્લોરિંગ અસંખ્ય લાભો પૂરા પાડે છે, જેવાકેઃ

 

1) ટકાઉપણું

ઈપોક્સી ફ્લોર્સ ઘસારા સામે અત્યંત પ્રતિરોધક હોય છે જેના પગલે તે હાઈ-ટ્રાફિક વિસ્તારો માટે આદર્શ બને છે. ઈપોક્સી ફ્લોરિંગનો તીવ્રતમ પ્રકાર સુનિશ્ચિત કરે છે કે, તે વિપરીત પરિસ્થિતિઓમાં પણ તેની અખંડતા જાળવી રાખે છે.

 

2) રાસાયણિક પ્રતિરોધકતા

ઈપોક્સી ફ્લોરિંગ વિવિધ રસાયણોની સામે પણ ટકી રહે છે, જેના કારણે તે ઔદ્યોગિક અને રાસાયણિક વપરાશ માટે આદર્શરૂપ બને છે. આ ફીચર તેને મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ, ગોદામો, ગેરેજ, અને ઓટોમોટિવ સુવિધાઓ જેવા વિવિધ ઔદ્યોગિક અને કોમર્શિયલ સેટિંગ્સ માટે અત્યંત અનુકૂળ બનાવે છે જ્યાં રસાયણોના સંપર્કમાં આવવું ખૂબ સામાન્ય બાબત હોય છે.

 

3) જાળવણીમાં સરળ

ઈપોક્સી ફ્લોર્સ બિન-છિદ્રાળ અને સાફસફાઈમાં સહેલા હોય છે, જેમાં ઓછામાં ઓછી જાળવણીની જરૂર પડે છે. તેની મુલાયમ, બિન-છિદ્રાળ સપાટી અંદરના ભાગમાં ધૂળ, ગંદકી અને કચરાને જમા થતી રોકે છે જેના પરિણામે તેની સાફસફાઈમાં ખાસ મહેનત લાગતી નથી. જાળવણીમાં અત્યંત સરળ આ પાસું જ ઈપોક્સી ફ્લોરિંગ કર્યા બાદ સમય, મહેનત અને સાથે-સાથે સાફસફાઈમાં ખર્ચાતા નાણાંની પણ ખૂબ બચત કરાવે છે.

 

4) એસ્થેટિક અપીલ

ઈપોક્સી ફ્લોરિંગની સીમલેસ અને અત્યંત ચમકીલી સપાટી દેખાવમાં અપીલિંગ અને વ્યવસાયિક લાગે છે કે જે કોઈ પણ વાતાવરણમાં અત્યાધુનિકતા પ્રદાન કરે છે. તમારા ઈચ્છિત એસ્થેટિક મુજબનું ફ્લોરિંગ આપવાની ઈપોક્સીની ક્ષમતા જ તેને બંને ફંક્શનલ અને દેખાવમાં સર્વોત્તમ ફ્લોર્સ માટેની વૈવિધ્યસભર પસંદગી બનાવે છે.

 

5) ખર્ચનું મૂલ્ય

ઈપોક્સી ફ્લોરિંગ તેની લાંબી આવરદા માટે જાણીતું છે. તેની આ લાંબી આવરદા જ લાંબાગાળે ખર્ચની બચત કરાવે છે, જેના પગલે ઈપોક્સી ફ્લોરિંગ આરંભિક રોકાણ પછી પણ ખર્ચનું મૂલ્ય અસરકારક રીતે પૂરું પાડે છે.


આદર્શ ઈપોક્સી ફ્લોરિંગની પસંદગી

તમારી જરૂરિયાતો માટે સર્વોત્તમ ઈપોક્સી ફ્લોરિંગની પસંદગી કરો ત્યારે નીચેના વિકલ્પો વિશે વિચાર કરશોઃ

 

1) બે-ભાગનું ઈપોક્સી ફ્લોર કોટિંગ 100 ટકા સોલિડ્સ સાથે

બે-ભાગનું ઈપોક્સી ફ્લોર કોટિંગ 100 ટકા સોલિડ્સની સાથે કોંક્રીટના ફ્લોર માટે એક જાડું, કઠણ અને દેખાવમાં અપીલિંગ ફિનિશિંગ પૂરું પાડે છે. આ કોટિંગ્સમાં પરંપરાગત સોલ્વન્ટ ન હોવાને કારણે તે ટકાઉ અને આકર્ષક વિકલ્પ બને છે. તેનો વધારાના ટેક્સચર અને કસ્ટમાઈઝેશન માટે સુશોભનાત્મક ચિપ્સ સાથે ઉપયોગ કરી શકાય છે. સપાટી પરની સુવિધા 24 કલાકમાં જ સંપૂર્ણપણે કઠણ થઈ જાય છે. જો કે, ખરેખર 100-ટકા-સોલિડ ઈપોક્સીનું કોટિંગ ઈન્સ્ટોલ કરવા યોગ્ય હવાઉજાસની જરૂર પડે છે કારણ કે ઉપયોગ દરમિયાન તેમાંથી તીવ્રતમ વરાળ નિકળે છે. 100 ટકા સોલિડ સાથે બે-ભાગનું ઈપોક્સી કોટિંગ એ ભારે ટ્રાફિક, આંચકા અથવા રાસાયણિક સંપર્કવાળા વિસ્તારો માટે સર્વોત્તમ પસંદગી છે.

 

2) બે-ભાગનું પાણી-આધારિત ઈપોક્સી ફ્લોર કોટિંગ

પાણી-આધારિત ઈપોક્સી કોટિંગ તેના ઉપયોગની સરળતા તથા વોલેટાઈલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સના (વીઓસી) નીચા સ્તરને કારણે લોકપ્રિય પસંદગી છે. તેમાં ઈપોક્સી રેઝિન અને પાણી-આધારિત હાર્ડનરનો સમાવેશ થાય છે. આ કોટિંગ્સ એવા ભાગો માટે વધુ અનુકૂળ છે કે જ્યાં ઊંચી રાસાયણિક પ્રતિરોધકતાની જરૂર નથી રહેતી પરંતુ તેમ છતાં તે ટકાઉપણું અને સીમલેસ ફિનિશ પૂરું પાડે છે. પાણી-આધારિત ઈપોક્સી કોટિંગ્સનો સામાન્ય રીતે નિવાસી ગેરેજ, બેઝમેન્ટ અને લાઈટ કોમર્શિયલ જગ્યાઓમાં ઉપયોગ કરાય છે. તે રંગોની વિશાળ શ્રેણીમાં ઉપલબ્ધ છે અને તેને ઈચ્છિત એસ્થેટિક અસર હાંસલ કરવા કસ્ટમાઈઝ કરી શકાય છે.

 

3) વન-પાર્ટ ફ્લોર કોટિંગ

વન-પાર્ટ ઈપોક્સી ફ્લોર કોટિંગ મોટાભાગે ઉપયોગ કરવામાં સરળ છે અને તેના ટુ-પાર્ટ સમકક્ષની તુલનામાં ઓછી તૈયારીઓ લાગે છે. તે પ્રિ-મિક્સ્ડ અને રેડી ટુ યુઝ તરીકે આવે છે, જેના કારણે સચોટ મિક્સિંગ પ્રમાણની જરૂર રહેતી નથી. વન-પાર્ટ ઈપોક્સી કોટિંગ્સથી ટકાઉપણું અને પ્રતિરોધકતા સાંપડે છે, ત્યારે સામાન્ય રીતે તેની ઓછામાં ઓછા ફૂટ ટ્રાફિક સાથે લાઈટ-ડ્યૂટી ઉપયોગ માટે ભલામણ કરાય છે. તેનો સામાન્ય રીતે નિવાસી જગ્યાઓ, નાના રિટેલ ક્ષેત્રો, અથવા પ્રવર્તમાન ફ્લોરિંગ સિસ્ટમ ઉપર રક્ષણાત્મક ટોપકોટ તરીકે ઉપયોગ કરાય છે. જો કે, એ નોંધનીય છે કે, વન-પાર્ટ ઈપોક્સી કોટિંગ્સ એ ટુ-પાર્ટ ઈપોક્સી કોટિંગ જેવા સ્તરનું ટકાઉપણું અને કેમિકલ પ્રતિરોધકતા આપી શકતું નથી.



ઈપોક્સી ફ્લોરિંગ એ વ્યાપક શ્રેણીના ઉપયોગ માટેનો વૈવિધ્યપૂર્ણ, ટકાઉ અને આકર્ષક ઉપાય છે. ઈપોક્સી ફ્લોરિંગ એ શું છે, ઈપોક્સી ફ્લોરિંગના કયા પ્રકારો ઉપલબ્ધ છે અને ઈપોક્સી ફ્લોરિંગના લાભો કયા છે તે સમજીને, તમે તમારી જરૂરિયાત માટેના આદર્શ વિકલ્પની પસંદગી કરવાનો માહિતીપૂર્ણ નિર્ણય લઈ શકો છો. તમને ટકાઉ સપાટીની જરૂર હોય કે સુશોભનાત્મક ફિનિશની, તમે ઘરના ઉપયોગ અથવા ઔદ્યોગિક ઉપયોગ માટે ઈપોક્સી ફ્લોરિંગનો ઉપયોગ કરી શકો છો. તમને ફ્લોરિંગની દુનિયામાં તમારા જ્ઞાનને વિસ્તારવામાં વધુ રસ હોય, તો અમે "હાઉ ટુ ડુ ફ્લોર સ્ક્રીડિંગ" શિર્ષક ધરાવતા માહિતીપૂર્ણ વિડિયોને જોઈ જવાની ભલામણ કરીએ છીએ.



સંબંધિત લેખો





ભલામણ કરેલ વિડિઓઝ




મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....