સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરો

hgfghj


પાણીના ગળતરની સમસ્યા અને તેના ઉકેલોને સમજવા માટેની સંપૂર્ણ માર્ગદર્શિકા

પાણીનું ગળતર થવું એ ઘણાં ઘરોમાં જોવા મળતી સર્વસામાન્ય સમસ્યા છે. તે એક એવી સમસ્યા છે, જેમાં પાણીનો બગાડ તો થાય જ છે પણ તેની સાથે-સાથે માળખાંને વિવિધ પ્રકારે નુકસાન પણ પહોંચે છે અને જો તેને સમયસર ઉકેલવામાં ના આવે તો આરોગ્ય માટે જોખમ પણ પેદા થઈ શકે છે. તો ચાલો, પાણીના ગળતર અને તેમાંથી ઉદ્ભભવતી સમસ્યાઓને કેવી રીતે નિયંત્રિત કરી શકાય તે સમજીએ.

Share:


પાણીની દદૂડી પડતી હોય કે પછી પૂર આવી જાય એટલો મોટો પ્રવાહ નીકળતો હોય, પાણીના ગળતરની સમસ્યાને કારણે માળખાંને નુકસાન પહોંચે છે, ફૂગનો વિકાસ થાય અને સમારકામ પાછળ ભારે ખર્ચ કરવો પડે છે. પાણીનું ગળતર એ એક એવી સમસ્યા છે, જે ઘણાં બધાં સ્રોતોમાંથી ઉદ્ભવી શકે છે, જેમ કે, તૂટેલી પાઇપો, ખામીયુક્ત પ્લમ્બિંગ ફિક્સચર્સ અને ખરાબ થઈ ગયેલી છત. જો આ સમસ્યાને સમયસર ઉકેલવામાં ના આવે તો, તે માળખાંની અખંડિતતાને તો નુકસાન પહોંચાડે છે પરંતુ તેની સાથે-સાથે ફૂગનો વિકાસ થવાથી આરોગ્ય માટે પણ જોખમ પેદા કરે છે. આ બ્લૉગમાં આપણે પાણીનું ગળતર થવા પાછળના કારણો અંગે ઊંડાણપૂર્વક માહિતી મેળવીશું અને આ સમસ્યાને ઉકેલવાના ઉપાયો અંગે જાણકારી મેળવીશું.



પાણીનું ગળતર થવું એટલે શું?



પાણીનું ગળતર એટલે પાઇપો, ટાંકી, નળ કે ફિટિંગ્સ જેવી પ્લમ્બિંગ સિસ્ટમમાંથી આકસ્મિક રીતે પાણી બહાર નીકળવું. આ સમસ્યા તમારા ઘરમાં વિવિધ સ્વરૂપોમાં તથા જમીન, દિવાલો કે તમારી સંપત્તિની બાહ્ય સપાટીઓ સહિત વિવિધ સ્થળોએ ઉદ્ભવી શકે છે. પાણી ટપકી રહ્યું છે, મોટી ધાર નીકળી રહી છે કે પછી વિનાશક પ્રવાહ છુટી રહ્યો છે, તેના પર આધાર રાખીને ગળતર થતાં પાણીની માત્રા અલગ-અલગ હોઈ શકે છે. જેટલા લાંબા સમય સુધી આ સમસ્યા પર ધ્યાન ના આપવામાં આવે કે તેનો ઉકેલ લાવવામાં ના આવે એટલા વધારે ગંભીર પરિણામો આવી શકે છે, જેમ કે, સંપત્તિને નુકસાન પહોંચવું, પાણીનું બિલ વધી જવું અને ફૂગ સંબંધિત આરોગ્યની સમસ્યાઓ.

 

 

પાણીના ગળતરને કેવી રીતે નિવારી શકાય?



પાણીના ગળતરની સમસ્યાને ઉકેલવી ખૂબ જ મુશ્કેલ છે પરંતુ સદભાગ્યે તેને નિવારવા માટે તમે કેટલાક પગલાં લઈ શકો છો. પાણીના ગળતરનો યોગ્ય ઉકેલ અપનાવવાથી તમે તમારી સંપત્તિનું રક્ષણ કરી શકો છો અને પાણીના ગળતર સાથે સંબંધિત જોખમોને શક્ય એટલા ઘટાડી શકો છો. અહીં પાણીનું ગળતર થતું અટકાવવાના કેટલાક સ્ટેપ્સ આપવામાં આવ્યાં છેઃ

 

1. સક્રિયપણે ગળતરને ચકાસો

ગળતરના કોઈ પણ ચિહ્ન માટે પ્લમ્બિંગ સિસ્ટમ, એપ્લાયેન્સિસ અને ફિક્સચર્સની નિયમિતપણે તપાસ કરતાં રહો. થોડું પણ પાણી ટપકતું હોય તો તેનો ઉકેલ લાવો નહીંતર તેના કારણે ભવિષ્યમાં પાણીના ગળતરની ગંભીર સમસ્યા પેદા થઈ શકે છે.

 

2. ગટરોને સાફ રાખો



ગટરો ભરાઈ જવાથી પાણી પાછું આવી શકે છે અને તમારા ઘરમાં ગળતર થવાની સંભાવના વધી જાય છે. પાણીના યોગ્ય પ્રવાહની ખાતરી કરવા માટે ગટરમાં કોઈ પણ કાટમાળ કે કચરો ભરાઈ ના રહે તે માટે નિયમિતપણે તેની સફાઈ કરાવો.

 

3. છતને અંદર-બહારથી તપાસો

ઘરની છતમાં કોઈ નળિયું નીકળી ગયું કે તૂટી ગયું તો નથી તે ચકાસો તેમજ તમારી સીલિંગ પર ડાઘા કે રંગ બદલાઈ ગયાંનાં કોઈ ચિહ્નો તો નથી તે પણ તપાસો. છતની સમસ્યાઓને ઉકેલીને તમે તમારા ઘરમાં પાણીને ઝામતા અટકાવી શકો છો.

 

4. પાઇપને થીજી જતાં અટકાવો



ઠંડી આબોહવામાં થીજી ગયેલી પાઇપો ફાટી જઈ શકે છે અને પાણીને કારણે ઘણું મોટું નુકસાન પહોંચાડી શકે છે. બહાર ખુલ્લી રહેતી પાઇપોનું ઇન્સ્યુલેશન કરીને તમે તમારા ઘરને થીજી જતું અટકાવીને પૂરતું ગરમ રાખી શકો છો.

 

5. ખુલ્લી રહેતી પાઇપોને યોગ્ય રીતે ઇન્સ્યુલેટ કરો



બહાર ખુલ્લી રહેતી પાઇપોને યોગ્ય રીતે ઇન્સ્યુલેટ કરવાથી તેને થીજી જતી અટકાવી શકાય છે અને તે પાણીના તાપમાનનું નિયમન કરવામાં, ઘનીકરણના જોખમને ઘટાડવામાં અને સંભવિત ગળતરને અટકાવવામાં મદદરૂપ પણ થાય છે.

 

6. ભેજ કે ફૂગ ધરાવતા વિસ્તારોને શોધી કાઢો

ક્યાંય ભેજ તો આવ્યો નથી કે ફૂગનો વિકાસ તો થયો નથી તે નિયમિતપણે ચકાસો, ખાસ કરીને ભોંયરા અને બાથરૂમ જેવા વિસ્તારો કે જ્યાં હંમેશા ભીનાશ રહેતી હોય છે. ભેજ ધરાવતા વિસ્તારોને સમયસર ઓળખી કાઢવાથી પાણીના ગળતરની સમસ્યા મોટું સ્વરૂપ ધારણ કરી લે તે પહેલાં જ તેનું નિરાકરણ લાવવામાં મદદ મળી રહે છે.


પાણીના ગળતરના કેટલાક ઉપાયોઃ



1. જ્યાંથી પાણી ગળતું હોય તે જગ્યા શોધી કાઢો

પાણીના ગળતરના સ્રોતને શોધી કાઢવા એ આ સમસ્યાને ઉકેલવાનું પ્રથમ પગથિયું છે. પાણી પાઇપો કે અન્ય માળખાંની સાથે વહેતું હોવાથી ગળતર ક્યાંથી થઈ રહ્યું છે, તે શોધવું થોડું મુશ્કેલ છે. પાણીના ગળતરના ઉદ્ગમસ્થાનને નિર્ધારિત કરવા માટે પ્લમ્બિંગ ફિક્સચર્સ, પાઇપો, દિવાલો, સીલિંગ અને તમારી છતની યોગ્ય રીતે તપાસ કરવી ખૂબ જ જરૂરી છે. જો તમને ગળતરની જગ્યા ના મળે તો, પ્રોફેશનલની મદદ અને સલાહ લેવી જરૂરી બની જાય છે.

 

2. નુકસાન પામેલા ભાગનું સમારકામ કરો

એકવાર ગળતરનો સ્રોત મળી જાય તે પછી પાણીથી થતાં નુકસાનને આગળ વધતું અટકાવા તેનું સમારકામ કરો. તેમાં તૂટેલા પાઇપને રીપેર કરવા, તૂટી ગયેલા ફ્લોરને બદલી નાંખવા કે છતમાં પડેલા છિદ્રોને પૂરી નાંખવાનો સમાવેશ થાય છે. જો તમને સમારકામની પ્રક્રિયા અંગે સમજાતું ના હોય તો પ્લમ્બરને બોલાવો.

 

3. તિરાડો અને ગાબડાં પૂરી દો



ક્રેક ફિલરનો ઉપયોગ કરીને તમે દિવાલો, ફાઉન્ડેશન તથા બારીઓ કે દરવાજાની આજુબાજુના ભાગ જેવા તમારા ઘરના માળખાંમાં દેખાઈ રહેલી તિરાડો અને ગાબડાંને પૂરી શકો છો. તેનાથી ભવિષ્યમાં પાણીનું ગળતર થતું અટકાવવામાં અને વરસાદ કે ભેજથી થતાં નુકસાનને ઘટાડવામાં મદદ મળી રહેશે.

 

4. પાણીનું ગળતર અટકાવનારા ઉત્પાદનો લગાવો

વૉટરપ્રૂફિંગ કેમિકલ ઉત્પાદનો પાણીનું ગળતર અટકાવનારા ઉકેલો છે, જેને તમારા ઘરની વિવિધ સપાટીઓ પર લગાવી શકાય છે, જેમ કે, ઘરની બહારની દિવાલો, છત, અગાશી અને ભોંયરું, જે પાણીચુસ્ત અવરોધની રચના કરે છે. તે પાણીને અંદર પ્રવેશતું અટકાવવામાં, ગળતરના જોખમને ઘટાડવામાં અને તમારા ઘરના માળખાંની આવરદાને વધારવામાં મદદરૂપ થાય છે.

 

5. ઘરની અંદર ભેજને નિયંત્રિત કરો

ઘરમાં જો ખૂબ વધારે માત્રમાં ભેજ રહેતો હોય તો હાલમાં થતાં પાણીના ગળતરની સમસ્યા બદત્તર બની જાય છે અને તેના કારણે ઘનીકરણ થાય છે, જે પાણીથી થતાં નુકસાન અને ભેજના વિકાસ તરફ દોરી જાય છે. ભેજવાળી જગ્યાઓમાં ડીહ્યુમિડિફાયર્સ અને એર કન્ડિશનર્સનો ઉપયોગ કરવાથી તમે ભેજના સ્તરને નિયંત્રિત કરવા માટે બાથરૂમ, રસોડા અને લૉન્ડ્રી રૂમમાં યોગ્ય હવાઉજાસની ખાતરી કરી શકો છો.

 

6. નિયમિતપણે જાળવણી અને નિરીક્ષણ કરવું

તમારા ઘરની પ્લમ્બિંગ સિસ્ટમ, છત અને ડ્રેનેજ સિસ્ટમનું નિયમિતપણે નિરીક્ષણ અને જાળવણી કરો. પ્રોફેશનલ તમને સંભવિતપણે નબળા બિંદુઓને શોધી કાઢવામાં મદદરૂપ થઈ શકે છે અને ભવિષ્યમાં પાણીનું ગળતર અને તેના કારણે નુકસાન ના થાય તે માટે યોગ્ય હૉમ વૉટર લીકેજ સોલ્યુશન પૂરું પાડી શકે છે.



તમારા ઘરનાં માળખાંની અખંડિતતા જાળવવા અને તેમાં રહેવા માટે આરોગ્યપ્રદ વાતાવરણની ખાતરી કરવા માટે ઘરમાં પાણીના ગળતરની સમસ્યાને ઉકેલવી ખૂબ જ જરૂરી છે. સંરક્ષણાત્મક નિરીક્ષણ કરવાથી માંડીને પાણીના ગળતરની સમસ્યાને ઉકેલવાથી તમે મોટા નુકસાન અને ખર્ચાળ સમારકામને ટાળી શકો છો. ગળતર થઈ રહેલી છતને કેવી રીતે રીપેર કરવી તે શીખીને આ માર્ગદર્શિકા પાણીથી થતાં નુકસાન સામે તમારા ઘરની સુરક્ષા કરવા માટે એક મજબૂત આધાર પૂરો પાડી શકે છે.



વારંવાર પૂછાતા પ્રશ્નો

 

1. જો પાણી દિવાલમાં ઘૂસી જાય તો શું થાય છે?

પાણી દિવાલમાં ઘૂસી જવાથી અનેક રીતે નુકસાન પહોંચી શકે છે, જેમ કે, ફૂગ વિકસવી, માળખાંગત સમસ્યાઓ પેદા થવી અને સંપત્તિનું મૂલ્ય ઘટી જવું. તે ઇન્સ્યુલેશન, વૉલપેપર અને રંગને ખરાબ કરી નાંખે છે અને તેમાંથી અતિશય દુર્ગંધ આવી શકે છે.

 

2. કયો સીમેન્ટ પાણીનું ગળતર અટકાવે છે?

વૉટરપ્રૂફિંગ સીમેન્ટ પાણીનું ગળતર અટકાવવામાં ખૂબ જ અસરકારક છે. તેની રચના પાણીને પ્રવેશતું અટકાવવા અને પાણીથી થતાં નુકસાન સામે માળખાંનું રક્ષણ કરવા માટે થાય છે. આ સીમેન્ટ તિરાડો અને ગાબડાં ભરવામાં, બિલ્ડિંગનું વૉટરપ્રૂફિંગ વધારવામાં મદદરૂપ થાય છે.

 

3. પાણીના ગળતરને રીપેર કરવામાં કેટલો સમય લાગે છે?

પાણીના ગળતરની સમસ્યા કેટલી ગંભીર છે અને ચોક્કસ કેટલું સમારકામ કરવાની જરૂર છે, તેના પર આધાર રાખીને સમારકામમાં લાગતો સમય થોડાં કલાકોથી માંડીને દિવસો સુધી હોઈ શકે છે. સામાન્ય ગળતર થોડાં કલાકોમાં રીપેર થઈ જાય છે, જ્યારે વધુ જટિલ સમસ્યાઓમાં નુકસાન કેટલું થયું છે, તેના પર આધાર રાખીને તેને રીપેર કરવામાં ઘણાં દિવસો લાગી શકે છે.

 

4. શું લીકેજ થઈ રહેલા ટાઇલ્સને વૉટરપ્રૂફ કરી શકાય?

હા, ટાઇલ પર વૉટરપ્રૂફ લેયરની રચના કરવા માટે વિશિષ્ટ પ્રકારના સીલન્ટને લગાવી શકાય છે, જે તેમાંથી પાણીનું ગળતર થતું અટકાવે છે. આ સીલર્સને લગાવાથી એક સંરક્ષણાત્મક લેયરની રચના કરવામાં મદદ મળી રહે છે, જે ટાઇલ્સમાંથી પાણીને ઝામતું અટકાવે છે.

 

5. પાણીના લીકને રીપેર કર્યા બાદ પેઇન્ટ લગાવી શકાય?

હા, પાણીના ગળતરનું સમારકામ પૂરું થઈ ગયાં પછી અને તેની સપાટી સંપૂર્ણપણે સુકાઈ ગયાં બાદ તમે તેની પર પેઇન્ટ લગાવી શકો છો. જોકે, ભીનાશ અને ભેજગ્રસ્ત રહેતા વિસ્તારો માટે ખાસ રીતે તૈયાર કરવામાં આવેલા પેઇન્ટને પસંદ કરવાની સલાહ આપવામાં આવે છે.

 

6. દિવાલમાં ભેજની તપાસ કેવી રીતે કરી શકાય?

દિવાલ પર ભીના ધબ્બાઓ, રંગ બદલાઈ જવો અને રંગની પોપડીઓ ઉખડવી જેવા સ્પષ્ટપણે દેખાતા ચિહ્નો ભેજ સંબંધિત સમસ્યાઓ સૂચવે છે. વધુમાં, મોઇશ્ચર મીટર અને ઇન્ફ્રારેડ કેમેરા દિવાલમાં ભેજની જાણકારી મેળવવા માટેના અસરકારક સાધનો છે.


સંબંધિત લેખો





ભલામણ કરેલ વિડિઓઝ




મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....