Share:
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અમારા ઉત્પાદનો
ઉપયોગી સાધનો
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અલ્ટ્રાટૅક બિલ્ડિંગ ઉત્પાદનો
Share:
મટીરિયલની પસંદગી કૉલમની મજબૂતાઈ, સ્થિતિસ્થાપકતા અને આગ પ્રતિરોધકતાને પ્રભાવિત કરે છે.
રીઇન્ફોર્સ્ડ કૉલમો ભારે વજનને ઊંચકવા અને કોઈ હોનારતને ટાળવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે.
યોગ્ય કદ અને આકારની પસંદગી કાર્યક્ષમ ભારવહન અને સ્થિરતાની ખાતરી કરે છે.
બાંધેલી અને સર્પાકાર કૉલમો વધારે મજબૂતાઈ અને ભારવહન કરવાની ક્ષમતા પૂરી પાડે છે.
કમ્પોઝિટ કૉલમો બાંધકામમાં મજબૂતાઈ અને ઉષ્મા પ્રતિરોધકતા એમ બંને પૂરાં પાડે છે.
ટૂંકી અને લાંબી કૉલમો ભારવહન કરવામાં અને બકલિંગના પ્રતિરોધમાં અલગ પડે છે.
જ્યારે કૉલમનું બાંધકામ કરવામાં આવી રહ્યું હોય ત્યારે કૉલમ જે-તે હેતુ માટે બિલકુલ યોગ્ય છે, તેની ખાતરી કરવા માટેના કેટલાક મૂળભૂત સિદ્ધાંતો સર્વોપરી હોય છેઃ
કૉલમ તેની પર આવતા ભારને કેવી રીતે વિતરિત કરે છે, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેની રચના એ રીતે થયેલી હોવી જોઇએ કે તે ઉપરથી તેની પર આવતાં ભારને સહન કરી શકે છે, જે બિલ્ડિંગનું પોતાનું વજન, લોકો કે ફર્નિચરનું વજન હોઈ શકે છે.
મટીરિયલ કૉંક્રીટ, સ્ટીલ, લાકડાં કે કમ્પોઝિટનું હોય છે, જેની પસંદગી કૉલમની મજબૂતાઈ, સ્થિતિસ્થાપકતા, સહનશક્તિ અને આગ પ્રતિરોધકતાને પ્રભાવિત કરે છે.
કૉલમનું કદ અને આકાર ઉપલબ્ધ જગ્યા તથા તેણે જેટલું ભારવહન કરવાનું છે, તેના દ્વારા નિર્ધારિત થાય છે. ઘણીવાર વધારે ભારે વજન માટે પહોળા બેઝનો ઉપયોગ થાય છે, જ્યારે ડીઝાઇનની જરૂરિયાતો અને ભારના વિતરણ પર આધાર રાખીને તેના વિવિધ આકાર (ચોરસ, લંબચોરસ, વર્તુળાકાર)ને પસંદ કરવામાં આવે છે.
વધારે મજબૂતાઈ માટે લગભગ દરેક કૉંક્રીટ કૉલમને સ્ટીલથી મજબૂત બનાવવામાં આવે છે. આ રીઇન્ફોર્સમેન્ટ ભારની સાથે મેળ ખાતું હોય અને તે કોઈ પણ પ્રકારની નિષ્ફળતાને ટાળે તે માટે તેનું કાળજીપૂર્વક આયોજન કરવું પડે છે.
એન્જિનીયરોએ લંબાઈથી પહોળાઈના યોગ્ય ગુણોત્તરને નિર્ધારિત કરીને બકલિંગના જોખમને ધ્યાનમાં લેવું જોઇએ, ખાસ કરીને લાંબી કૉલમોમાં.
બાંધકામની પ્રક્રિયામાં પ્રોફેશનાલિઝમ, કૉંક્રીટમાં ક્યુરિંગ અને રીઇન્ફોર્સમેન્ટની ગોઠવણ સહિત કૉલમને કાસ્ટ કરવા અને બનાવવા માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ પણ કૉલમના ટકાઉપણામાં નોંધપાત્ર તફાવત સર્જી શકે છે.
ટાઇડ કૉલમ એ મજબૂત પિલરો હોય છે, જે તમને ઘણાં બિલ્ડિંગોમાં જોવા મળશે. વધારે મજબૂતાઈ માટે તેની અંદર સ્ટીલના ઊભા સળિયાની સાથે તેનો સૌથી અંદરનો હિસ્સો કૉંક્રીટ વડે નક્કર બનાવેલો હોય છે. આ સળિયાની આસપાસ તમને સ્ટીલ આડા બેન્ડ્સ જોવા મળશે, જે બધી જ સામગ્રીને એકસાથે જકડી રાખે છે. તે ઉપરથી આવતાં ભારે વજનને સપોર્ટ પૂરો પાડવા માટે વિશ્વસનીય ગણાય છે.
સ્પાઇરલ કૉલમો વિશેષ હોય છે, કારણ કે તેના સર્પાકાર સ્ટીલના વાયરો સ્ટીલના કેન્દ્રિય સળિયાની આસપાસ નીચેથી ઉપર સુધી જતાં હોય છે. તેની આ ડીઝાઇન તેમને મજબૂત બનાવે છે, જેના લીધે તે ભારે વજન હેઠળ સ્ટ્રેચ થઈ શકે છે, જેનો અર્થ એ છે કે, તે કૉલમના અન્ય પ્રકારોની સરખામાણીએ લાંબા સમય સુધી ટકી રહે છે.
કમ્પોઝિટ કૉલમોમાં સ્ટીલ અને કૉંક્રીટ એમ બંનેની ખાસિયતોનું સંયોજન કરવામાં આવ્યું હોય છે. ક્યારેક સ્ટીલની ફ્રેમોને કૉંક્રીટથી ભરવામાં આવે છે, તો ક્યારેક તેની અંદર વધારાના સ્ટીલના સળિયા આવે છે. તેના મિશ્રિત મટીરિયલને કારણે, તે સારી રીતે ભારવહન કરી શકે છે અને સ્ટાન્ડર્ડ કૉલમની સરખામણીએ આગની અતિશય ગરમીને પણ સહન કરી શકે છે.
આ કૉલમની રચના એવી આદર્શ પરિસ્થિતિ માટે કરવામાં આવી હોય છે, જેમાં વજનના તમામ બળો કૉલમની બિલકુલ મધ્યમાં કેન્દ્રિત થયેલા હોય છે. જોકે, વાસ્તવિક જીવનના બાંધકામમાં આ પ્રકારની પર્ફેક્ટ સ્થિતિ ભાગ્યે જ મળતી હોય છે, આ કૉલમોને સમજવાથી એન્જિનીયરોને એ અનુમાન લગાવવામાં મદદ મળે છે કે, આ ઘટકો કેટલી સમાન પરંતુ ઓછી પર્ફેક્ટ વર્તણૂક કરશે.
આ પ્રકારની કૉલમો એક દિશામાંથી ઑફ-સેન્ટર ભારનો અનુભવ કરે છે. એક એવી કૉલમની કલ્પના કરો, જેને એક બાજુએ ધકેલવામાં આવેલ છે, કારણ કે, તે દિવાલ કે ભારે બીમ જેવા અન્ય માળખાકીય તત્વોની સાથે જોડાયેલ છે. આ પ્રકારના બાજુ પરથી આવતા દબાણને કારણે બેન્ડિંગ થાય છે, આથી આ પ્રકારની કૉલમની રચના આવા અસમાન તણાવનો પ્રતિકાર કરવા માટે થઈ છે.
જ્યારે કોઈ કૉલમ પર બે અલગ-અલગ દિશામાં બળ લાગે છે, ત્યારે એક એવા ખૂણાની કલ્પના કરો, જ્યાં બે દિવાલો ભેગી થાય છે, અહીં બાઇએક્ઝિયલ ભાર લાગે છે. આ પ્રકારની કૉલમ બંને દિશામાંથી મજબૂત હોવી જોઇએ, કારણ કે, તે માળખાંની સ્થિરતામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
ટૂંકી કૉલમો પહેલવાન જેવી હોય છે. આ કૉલમ ટૂંકી હોય છે અને તે ખૂબ જ નક્કર અને મજબૂત હોવાથી તે વળવાને બદલે મુખ્યત્વે નીચે ધકેલાઈ જાય છે. તેને એવા મટીરિયલમાંથી બનાવવી પડે છે, જે તૂટ્યાં વગર ખૂબ વધારે દબાણને સહન કરી શકે.
બાંધકામમાં આ પ્રકારની કૉલમોએ વિવિધ પ્રકારના પડકારો સામનો કરવો પડે છે. તે લાંબી અને પાતળી હોવાથી તેની ઉપર પડતાં વજનને કારણે અથવા તો બાજુમાંથી આવતા પવનના બળને કારણે તે બાજુમાંથી વળી જવાનું જોખમ રહેલું હોય છે. કૉલમને ખૂબ વધારે વળી જતી અટકાવવા એન્જિનીયરોએ તેનો ઉકેલ શોધવો જરૂરી છે.
ચોરસ અને લંબચોરસ કૉલમ ખૂબ જ સરળતાથી બનાવી શકાય છે. તેના સીધાસરળ આકારને લીધે તેને આકાર આપનારા મોલ્ડને બનાવવો ખૂબ જ સરળ થઈ પડે છે. તે મજબૂત હોય છે અને વિવિધ પ્રકારના બિલ્ડિંગોમાં તે સારી રીતે કામ કરે છે.
વર્તુળાકાર કૉલમો આકર્ષક લાગે છે અને તે બિલ્ડિંગની ડીઝાઇનમાં સ્ટાઇલથી ગોઠવાઈ જાય છે. તે ખાસ કરીને કર્વ્સ ધરાવતા માળખાંઓમાં અથવા તો જેમાં સુશોભન કરવાનું હોય તેમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. પરંતુ દેખાવ ઉપરાંત, તે વજનને એકસમાન રીતે વહેંચી દે છે અને તે પૂરતું ભારવહન પણ કરી શકે છે.
L-આકારની કૉલમો જ્યાં દિવાલો ભેગી થતી હોય તેવા ખૂણાઓમાં સારી રીતે ફિટ થઈ જાય છે. તે આ દિવાલોના મિલનબિંદુઓ પર વધારે મજબૂતાઈ પૂરી પાડે છે તથા તે ચોરસ અને લંબચોરસ કૉલમની જેમ જ કામ કરે છે.
ખૂબ વધારે સપોર્ટ માટે T-આકારની કૉલમો વધારે મજબૂતાઈ પૂરી પાડે છે, જેને ઉપરથી જોતાં તે 'T' જેવા આકારની જ દેખાય છે. તેનો ઉપયોગ ઘણીવાર મોટા પાયા પર બંધાઈ રહેલા આંતરમાળખાંમાં થાય છે, જ્યાં વધારાનો સપોર્ટ ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે, જેમ કે, પુલ કે મોટા બિલ્ડિંગો.
સ્ટીલની કૉલમો I-આકાર, T-આકાર અને Z-આકાર સહિતના ઘણાં આકારમાં આવે છે. તેને તેની મજબૂતાઈ તથા તે પ્રોજેક્ટમાં કેવી રીતે ફિટ થાય છે, તેના પર આધાર રાખીને પસંદ કરવામાં આવે છે. સ્ટીલની કૉલમો ભારે વજનને ટેકો પૂરો પાડી શકે છે અને ઊંચા બિલ્ડિંગો, પુલો અને અન્ય મોટા માળખાંમાં સારી રીતે કામ કરી શકે છે.
બિલ્ડિંગના બાંધકામમાં બધી જ કૉલમો સ્ટીલ કે કૉંક્રીટમાંથી બનેલી નથી હોતી. તમને કેટલીક કૉલમો પથ્થર, ઇંટ કે બ્લૉકની જોવા મળશે, જેને તેના પરંપરાગત દેખાવ કે કોઈ ચોક્કસ માળખાકીય વિશેષતાઓ માટે પસંદ કરવામાં આવી શકે છે. લાકડાંની કૉલમો ગામઠી દેખાવ આપે છે અને તે ઘરો તથા નાના માળખાંઓમાં જોવા મળી શકે છે. બિલ્ડિંગ કેવું દેખાય છે અને તેનો ઉપયોગ કેવી રીતે થાય છે, તેના પર આધાર રાખીને કૉલમ માટેનું મટીરિયલ અલગ-અલગ હોઈ શકે છે.
કૉલમ એ બાંધકામનું આવશ્યક ઘટક છે, જે તેની ઉપર રહેલા માળખાંનાં વજનને ટેકો પૂરો પાડે છે. તે વિવિધ પ્રકારમાં આવે છે, જે પ્રત્યેક અલગ-અલગ પરિદ્રશ્ય અને ડીઝાઇનની જરૂરિયાતોને માટે અનુકૂળ હોય છે. કૉલમનું બાંધકામ કરતી વખતે ધ્યાનમાં લેવા જેવી બાબતોમાં ભારના વિતરણ, મટીરિયલની પસંદગી, કદ અને આકાર, રીઇન્ફોર્સમેન્ટ, દબાણ હેઠળ બકલિંગ માટેની સંભાવના તથા સુદ્રઢતા અને ટકાઉપણાની ખાતરી કરવા માટે બાંધકામમાં ઉપયોગમાં લેવાતી યોગ્ય ટેકનિકનો સમાવેશ થાય છે. ભલે પછી તે પછી કૉંક્રીટ, સ્ટીલ, લાકડાં અથવા ઇંટ કે પથ્થર જેવા પરંપરાગત મટીરિયલમાંથી બનેલ હોય કૉલમની ડીઝાઇન ખૂબ જ સાવચેતીપૂર્વક તૈયાર કરેલી હોવી જોઇએ અને તે બિલ્ડિંગને સલામતીપૂર્વક અને અસરકારક રીતે પકડી રાખે તે રીતે તેનું નિર્માણ થયેલું હોવું જોઇએ. કૉલમની ડીઝાઇન અને બાંધકામમાં કરવામાં આવેલી પસંદગી બિલ્ડિંગની સુંદરતા તેમજ માળખાંની અખંડિતતા અને લાંબી આવરદા પર ઊંડો પ્રભાવ પાડી શકે છે.
આકાર, ક્રોસ-સેક્શન અને ઉપયોગમાં લેવાયેલા મટીરિયલ જેવા વિવિધ માપદંડો પર આધાર રાખીને કૉલમનું વર્ગીકરણ કરવામાં આવે છે. તેના સર્વસામાન્ય વર્ગીકરણમાં લંબચોરસ કૉલમો, વર્તુળાકાર કૉલમો અને બહુકોણીય કૉલમોનો સમાવેશ થાય છે. વધુમાં કૉલમોને તેમની ભારવહન કરવાની ક્ષમતા પર આધાર રાખીને ટૂંકી કૉલમો, લાંબી કૉલમો અને પાતળી કૉલમો તરીકે વર્ગીકૃત કરી શકાય છે.
કૉલમના ચાર મુખ્ય હિસ્સાઓમાં બેઝ કે ફૂટિંગ, શાફ્ટ કે બૉડી, કેપિટલ કે હેડ અને કૉલમની ટોચ કે કૉપિંગનો સમાવેશ થાય છે. બેઝ સ્થિરતા પૂરી પાડે છે અને ભારનું વિતરણ કરે છે, શાફ્ટ ઊભા ભારને સપોર્ટ પૂરો પાડે છે, કેપિટલ શાફ્ટ અને ભારવહન કરનારા ઘટકની વચ્ચે ટ્રાન્ઝિશન તરીકે કામ કરે છે તથા કૉપિંગ કૉલમના ટોચના ભાગને નુકસાનથી બચાવે છે.
મુખ્ય કૉલમો માળખાંમાં ભારવહન કરનારી પ્રાથમિક કૉલમોને સંદર્ભિત કરે છે. આ કૉલમો સામાન્ય રીતે મોટાભાગના ઊભા ભારને ટેકો પૂરો પાડે છે અને માળખાંની અખંડિતતા અને બિલ્ડિંગની સ્થિરતાને જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
T-પ્રકારની કૉલમ T-આકારનો ક્રોસ-સેક્શન ધરાવતી કૉલમને સંદર્ભિત કરે છે. આ પ્રકારની કૉલમનો ઉપયોગ જ્યારે કૉલમે અતિશય ભારે વજનને ટેકો પૂરો પાડવાનો હોય કે વધારે બેન્ડિંગ પ્રતિરોધ પૂરો પાડવાનો હોય ત્યારે થાય છે. તેના T આકારની મદદથી અન્ય આકારની કૉલમોની સરખામણીએ વધારે ભારવહન કરવાનું શક્ય બને છે.
સૌથી મજબૂત પ્રકારની કૉલમો એ છે જે બકલિંગ કે નિષ્ફળ ગયાં વગર અતિશય વધારે દાબક બળોની સામે ટકી રહેવા માટે રચવામાં આવેલી હોય છે. સામાન્ય રીતે, ક્રૉસ-સેક્શનનો વધારે વિસ્તાર અને ટૂંકી લંબાઈ ધરાવતી કૉલમો વધારે મજબૂત હોય છે. બાંધકામમાં સામાન્ય રીતે રીઇન્ફોર્સ્ડ કૉંક્રીટ કૉલમો અને સ્ટીલની કૉલમોનો ઉપયોગ થાય છે અને તે તેની વધારે મજબૂતાઈ અને ભારવહન કરવાની ક્ષમતા માટે જાણીતી છે.