વૉટરપ્રૂફિંગની પદ્ધતિઓ, રસોડાની આધુનિક ડીઝાઇન, ઘર માટે વાસ્તુના સલાહ સૂચનો, Home Construction cost

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરો



બાઉન્ડ્રી વોલના પ્રકારો - ઘર બનાવનારાઓ માટે એક માર્ગદર્શિકા

તમારું ઘર તમારી ઓળખ છે, અને તમે જે બાઉન્ડ્રી વોલ બનાવો છો તે તેની શરૂઆત અને અંત વ્યાખ્યાયિત કરે છે. તે ફક્ત તમારા ઘરને સિક્યોર અને પ્રોટેક્ટ જ નથી કરતી, પણ એક કાયમી ફસ્ટ ઇમ્પ્રેશન પણ બનાવે છે. આ બ્લોગમાં, અમે તમને તમારા ઘર માટે શ્રેષ્ઠ અનુકૂળ પસંદ કરવામાં મદદ કરવા માટે બાઉન્ડ્રી વોલના વિવિધ પ્રકારો વિશે માર્ગદર્શન આપીશું.

શેર કરો:


મુખ્ય મુદ્દાઓ

 

  • બાઉન્ડ્રી વોલ માત્ર એક પ્રોટેક્ટિવ બેરીયર નથી, પરંતુ એક જરૂરી એલિમેન્ટ છે જે તમારા ઘરની ઓળખ અને સિક્યોરિટી વ્યાખ્યાયિત કરે છે.

     

  • યોગ્ય બાઉન્ડ્રી વોલ પ્રાઇવસી અને સિક્યોરિટી સુનિશ્ચિત કરે છે અને તમારી પ્રોપર્ટીના દેખાવ અને આકર્ષણને વધારે છે.

     

  • બાઉન્ડ્રી વોલ પસંદ કરતી વખતે, હેતુ, મટીરીયલ (સામગ્રી), આબોહવા અને લોકલ રેગ્યુલેશન્સ જેવા પરિબળોને ધ્યાનમાં લેવા જોઈએ. 

     

  • બાઉન્ડ્રી, પ્રીકાસ્ટ અને લાકડાની જેવી વિવિધ પ્રકારની બાઉન્ડ્રી વોલ તમારી જરૂરિયાતો અને બજેટના આધારે વિવિધ બેનિફિટ્સ આપે છે.

 

  • એક સુવ્યવસ્થિત બાઉન્ડ્રી વોલ કાર્યક્ષમતા અને સુંદરતાને સંતુલિત કરે છે જ્યારે લાંબા ગાળામાં તમારા ઘરની વેલ્યુ વધારે છે.


બાઉન્ડ્રી વોલ એક મહત્વપૂર્ણ તત્વ છે જે તમારી પ્રોપર્ટીની બાઉન્ડરીને ચિહ્નિત કરે છે, સિક્યોરિટી અને પ્રાઈવસી આપે છે જ્યારે તમારા ઘરના એકંદર દેખાવને વધારે છે. જોકે પ્લાનિંગના તબક્કા દરમિયાન ઘણીવાર અવગણવામાં આવે છે, યોગ્ય બાઉન્ડ્રી વોલ કાર્યક્ષમતા અને દેખાવ બંનેમાં નોંધપાત્ર તફાવત લાવી શકે છે.

 

તમે તમારું ઘર ફક્ત એક જ વાર બનાવો છો, તેથી તમારી બાઉન્ડ્રી વોલ માટે યોગ્ય પસંદગી કરવી જરૂરી છે. એક સારો નિર્ણય તમારા ઘરને સુરક્ષિત રાખવામાં મદદ કરી અને તેની આકર્ષણ અને મૂલ્યમાં સુધારો કરે છે. વિવિધ પ્રકારની બાઉન્ડ્રી વોલને સમજવાથી તમને તમારી પ્રોપર્ટી માટે સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરવામાં મદદ મળશે.

 

 



બાઉન્ડ્રી વોલ એટલે શું?

બાઉન્ડ્રી વોલ તમારી પ્રોપર્ટીની લિમિટને માર્ક કરે છે, સિક્યોરિટી અને પ્રાઇવસી આપે છે. તેના વ્યવહારુ કાર્યો ઉપરાંત, બાઉન્ડ્રી વોલ તમારા ઘરની ડિઝાઇનમાં એક મહત્વપૂર્ણ તત્વ તરીકે પણ કાર્ય કરે છે. ભલે તે પરંપરાગત ઈંટની દીવાલ હોય, આધુનિક ફેન્સ હોય, કે ડેકોરેટીવ ડિઝાઇન હોય, બાઉન્ડ્રી વોલ તમારી પ્રોપર્ટીને બહારથી કેવી રીતે જોવામાં આવે છે તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જે આકાર અને કાર્યક્ષમતા બંને આપે છે.

 

 

બાઉન્ડ્રી વોલનું મહત્વ?

બાઉન્ડ્રી વોલ પ્રોપર્ટીની સીમાઓ સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને ઘણા ફાયદા આપે છે:

 

1. સિક્યોરિટી અને પ્રાઇવસી:

તે અનધિકૃત પ્રવેશને અટકાવે છે, જે પ્રોપર્ટી અને તેના રહેવાસીઓની સેફ્ટીને સુનિશ્ચિત કરે છે.

 

2. સૌંદર્યલક્ષી આકર્ષણ:  

એક સુવ્યવસ્થિત ઘરની બાઉન્ડ્રી વોલ ડિઝાઇન પ્રોપર્ટીના દેખાવને ઉઠાવ આપે છે, જે કર્બસાઇડ દેખાવમાં ફાળો આપે છે.

 

3. અવાજ ઘટાડવો:

વ્યસ્ત અથવા ઘોંઘાટવાળા વિસ્તારોમાં, બાઉન્ડ્રી વોલ બહારના આવાજને ઘટાડી શકે છે, જે રહેવાની જગ્યાને વધુ શાંતિપૂર્ણ બનાવે છે.

 

4. પ્રોપર્ટીની વેલ્યુ:

યોગ્ય રીતે બાંધવામાં આવેલી અને મેન્ટેઇન કરેલી ઘરની બાઉન્ડ્રી વોલની ડિઝાઇન પ્રોપર્ટિની વૅલ્યુ વધારે છે.

 

5. કુદરતી તત્વો સામે પ્રોટેક્શન :

તે પ્રોપર્ટીને પવન, ધૂળ અને વરસાદ જેવા બાહ્ય તત્વોથી બચાવે છે.

 

 

યોગ્ય બાઉન્ડ્રી વોલ પસંદ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવા પરિબળો

તમારા ઘરની બાઉન્ડ્રી વોલના પ્રકાર અને ડિઝાઇનને ફાઇનલાઈઝ કરતા પહેલા તમારે ધ્યાનમાં લેવાના કેટલાક પરિબળો અહીં આપેલ છે.

 

1. હેતુનું મૂલ્યાંકન કરો:

નિર્ધારિત કરો કે દીવાલ મુખ્યત્વે સિક્યોરિટી, પ્રાઇવસી, દેખાવમાટે, કે અવાજ ઘટાડવા માટે છે.

 

2. ક્યુ મટીરીયલ (સામગ્રી) તે ધ્યાનમાં લો: 

એવું મટીરીયલ પસંદ કરો જે તમારા બજેટ, જરૂરી દેખાવ અને લાંબા ગાળાની મેન્ટેનન્સની જરૂરિયાતો સાથે મેળ ખાતી હોય.

 

3. લોકલ રેગ્યુલેશન ચેક કરો:

લોકલ બિલ્ડગ કોડ્સ ઘણીવાર બાઉન્ડ્રી વોલ માટે ઊંચાઈ, મટીરીયલ અને બાંધકામ માટેની પદ્ધતિઓ નક્કી કરે છે.

 

4. મેઇન્ટેનન્સ (જાળવણી):

એવી ડિઝાઇન પસંદ કરો જેને ઓછા મેન્ટેનન્સની જરૂર હોય, ખાસ કરીને જો તમે કઠોર હવામાન પરિસ્થિતિઓવાળા પ્રદેશમાં રહેતા હોવ.

 

5. આબોહવા પ્રમાણે સુસંગતતા:

ચોક્કસ મટીરીયલ ચોક્કસ આબોહવા માટે યોગ્ય હોય છે. ઉદાહરણ તરીકે, પથ્થરની દીવાલો ઊંચા તાપમાનવાળા વિસ્તારો માટે આદર્શ છે.

 

આગળ વાંચો:  બાંધકામમાં વપરાતી દીવાલોના વિવિધ પ્રકારો 

 

 

બાઉન્ડ્રી વોલના પ્રકારો

કાર્ય, સ્થાન અને બજેટની જરૂરિયાતોના આધારે વિવિધ પ્રકારની બાઉન્ડ્રી વોલ પસંદ કરી શકાય છે. ચાલો કેટલાક સૌથી લોકપ્રિય પ્રકારો વિશે જાણીએ:

 

1. કમ્પાઉન્ડ વોલ ડિઝાઇન



કમ્પાઉન્ડ વોલ ડિઝાઇન બાઉન્ડ્રી વોલ માટે સૌથી સામાન્ય પસંદગીઓમાંની એક છે, ખાસ કરીને રેસિડેન્શિયલ એરિયામાં. કોંક્રિટ, ઈંટ અથવા પથ્થર સોલિડ મટીરીયલમાંથી બનેલી, તે અતિક્રમણ કરનારાઓ સામે ઉત્તમ અવરોધ પૂરો પાડે છે અને પ્રોપર્ટીની લિમિટ નક્કી કરવામાં મદદ કરે છે. કમ્પાઉન્ડ વોલ ડિઝાઇનને વિવિધ સ્ટાઈલમાંમાં કસ્ટમાઇઝ કરી શકાય છે, જેમાં પરંપરાગત ઈંટકામ, આધુનિક પથ્થરની ફિનિશિંગ, અથવા સ્લીક કોંક્રિટ બ્લોક્સનો સમાવેશ થાય છે.

 

2. ક્લેડીંગ કમ્પાઉન્ડ વોલ



ક્લેડીંગ કમ્પાઉન્ડ વોલ સારા દેખાવ માટે વધારાના મટીરીયલ (સામગ્રી)્સથી ઢંકાયેલ સ્ટ્રક્ચર (માળખું)ધરાવે છે. આધાર કોંક્રિટ અથવા ઈંટનો બનેલો હોઈ શકે છે, અને ક્લેડીંગમાં લાકડું, પથ્થર અથવા મેટલ જેવા મટિરિયલ્સ શામેલ હોઈ શકે છે. આ પ્રકારની બાઉન્ડ્રી વોલ ડિઝાઇન મૂળ દીવાલની મજબૂતાઈ અને ટકાઉપણું જાળવી રાખીને મિલકતના દેખાવને વધારવા માટે આદર્શ છે. 

 

3. પ્રીકાસ્ટ બાઉન્ડ્રી વોલ



પ્રીકાસ્ટ બાઉન્ડ્રી વોલનું નિર્માણ સાઇટની બહાર કરવામાં આવે છે અને પછી તેને ઇચ્છિત સ્થાન પર એસેમ્બલ કરવામાં આવે છે. આ વિકલ્પ અત્યંત અનુકૂળ અને કોસ્ટ-ઇફેક્ટિવ છે, કારણ કે તેને પરંપરાગત બાંધકામ પદ્ધતિઓની તુલનામાં ઓછી મજૂરી અને સમયની જરૂર પડે છે. પ્રીકાસ્ટ કોંક્રિટ પેનલ્સ તેમની મજબૂતાઈ, ટકાઉપણું અને ઝડપી ઇન્સ્ટોલેશનને કારણે બાઉન્ડ્રી વોલ માટે વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે.

 

4. લાકડાની બાઉન્ડ્રી વોલ

વધુ રસ્ટિક અને કુદરતી દેખાવ માટે, લાકડાની બાઉન્ડ્રી વોલ એક ઉત્તમ પસંદગી છે. લાકડાની ફેન્સ અથવા દીવાલો પ્રોપર્ટીમાં આકર્ષણ ઉમેરે છે અને પ્રકૃતિ સાથે સારી રીતે ભળી જાય છે. જોકે, તેમની લાંબુ ટકાવવા માટે નિયમિત મેન્ટેનન્સની જરૂર પડે છે, જેમાં પેઇન્ટિંગ અને હવામાન સુરક્ષા માટેની ટ્રીટમેન્ટનો સમાવેશ થાય છે.

 

5. કમ્પાઉન્ડ વોલ



કમ્પાઉન્ડ વોલ સામાન્ય રીતે કોંક્રિટ, ઈંટ અથવા પથ્થર જેવી મજબૂત સામગ્રીમાંથી બનેલી ઊંચી રચનાઓ હોય છે. આ દીવાલો ઉચ્ચ સુરક્ષા પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે અને તેનો ઉપયોગ ઘણીવાર કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીઅલ પ્રોપર્ટીમાં થાય છે. રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં, કમ્પાઉન્ડ વોલ સેફટી અને પ્રાઇવસી આપતી વખતે બાઉન્ડરીને વ્યાખ્યાયિત કરવામાં મદદ કરે છે.

 

 

બાઉન્ડ્રી વોલની ડિઝાઇન

વિચારીને ડિઝાઇન કરેલી બાઉન્ડ્રી વોલ ફક્ત તમારા ઘરની એસ્થેટિક માટેજ નહીં, પરંતુ સિક્યોરીટી અને પ્રાઈવસી પણ આપે છે. ડિઝાઇન ધ્યાનમાં લેતી વખતે, નીચેના પરિબળોનું મૂલ્યાંકન કરવું મહત્વપૂર્ણ છે:

 

1. મટીરીયલ (સામગ્રી)ની પસંદગી: 

તમે પસંદ કરેલું મટીરીયલ (સામગ્રી) તમારી બાઉન્ડ્રી વોલના દેખાવ, ટકાઉપણું અને જાળવણીમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. સામાન્ય વિકલ્પો જે ઘણીવાર ધ્યાનમાં લેવામાં આવે છે તે છે: 

 

  • કોંક્રિટ: વધુ મજબૂતાઈ અને ઓછા મેઇન્ટેનન્સ (જાળવણી)ની જરૂર પડે છે. તે સામાન્ય રીતે મજબૂત અને લાંબા સમય સુધી ટકી રહે તેવી બાઉન્ડ્રી બનાવવા માટે ધ્યાનમાં લેવામાં આવે છે. 
  • ઈંટ: એક ક્લાસિક વિકલ્પ જે ટાઈમલેસ એસ્થેટિક આપે છે, પરંપરાગત અને કન્ટેમ્પરરી ડિઝાઇન સાથે સારી રીતે ભળી જાય છે.
  • મેટલ: લોખંડ અથવા સ્ટીલ જેવા વિકલ્પો આકર્ષક, ડ્યુરેબલ અને ઘણીવાર જટિલ ડિઝાઇન અથવા ફેન્સીંગ માટે ઉપયોગમાં લેવાય છે.
  • લાકડું: જો તમે ગરમ, કુદરતી અને રસ્ટિક દેખાવ બનાવવા માંગતા હો, તો તેના માટે પરફેક્ટ છે, જોકે તેને હવામાનનો સામનો કરવા માટે રેગ્યુલર મેન્ટેનન્સની જરૂર પડી શકે છે.

 

આગળવાંચો:  બાંધકામમાં વપરાતા બિલ્ડીંગ મટિરિયલ્સના પ્રકારો

 

2. ઊંચાઈ:

પ્રાઇવસી, સિક્યોરિટી અને લોકલ રેગ્યુલેશનનું પાલન જાળવવા માટે બાઉન્ડ્રી વોલની ઊંચાઈ મહત્વપૂર્ણ છે.

 

  • પ્રાઈવસીનો પ્રાથમિકતા આપતા ઘરો માટે, 6 થી 8 ફૂટની ઊંચાઈની દીવાલો સામાન્ય છે.
  • વધુ ખુલ્લા અને આવકાર્ય દેખાવ માટે, નીચી દીવાલ અથવા નીચી ઈંટની દીવાલો સાથે મેટલની ફેન્સનું કોમ્બિનેશન સારી રીતે કામ કરે છે.
  • હંમેશા ખાતરી કરો કે ઊંચાઈ તમારા વિસ્તારમાં મ્યુનિસિપલ માર્ગદર્શિકા સાથે અલાઇન હોય.

 

3. સ્ટાઇલ  

બાઉન્ડ્રી વોલની સ્ટાઇલ તમારી પ્રોપર્ટીની આર્કિટેક્ચરલ ડિઝાઇનને બંધબેસવી જોઈએ.

 

  • આધુનિક: સ્પષ્ટ લાઈન, કોંક્રિટ અને મેટલ જેવા મિનિમલિસ્ટિક મટીરીયલ (સામગ્રી) અને આકર્ષક ફિનિશ સ્ટાઇલ પ્રદર્શિત કરે છે. 
  • પરંપરાગત: જટિલ પેટર્ન અથવા એક્સેન્ટવાળી ઈંટ અથવા પથ્થરની દીવાલો ક્લાસિક આકર્ષણ દર્શાવે છે.
  • રસ્ટિક: કુદરતી ફિનિશ સાથે જોડી બનાવી લાકડાની અથવા પથ્થરની દીવાલો આસપાસના વાતાવરણ સાથે સરળતાથી ભળી જાય છે.

 

4. કાર્યક્ષમતા

ઘરની બાઉન્ડ્રી વોલની ડિઝાઇન એસ્થેટિક અને હેતુને સંતુલિત કરવા જોઈએ.

 

  • તે મજબૂત સુરક્ષા આપવી જોઈએ અને વરસાદ, ગરમી અને ભેજ જેવા પર્યાવરણીય પરિબળોનો સામનો કરતી હોવી જોઈએ.
  • પ્રાઇવસી એક મહત્વપૂર્ણ વિચારણા છે, ખાસ કરીને ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં રેસિડેન્શિઅલ પ્રોપર્ટી માટે.
  • એક સારી બાઉન્ડ્રી વોલ આસપાસના લેન્ડસ્કેપ સાથે પણ ભળી જવી જોઈએ, જે તમારા ઘરની એકંદર કર્બ અપીલને વધારે છે. ઉદાહરણ તરીકે, વેલા, મની પ્લાન્ટ, બટરફ્લાય પીઝ જેવા પ્લાન્ટર્સ, અથવા જાળીદાર ડિઝાઇન જેવું ડેકોરેશન ઉમેરવાથી દીવાલનો દેખાવ સુધારી શકાય છે.

 

 

બાઉન્ડ્રી વોલના ફાયદા અને ગેરફાયદા

ચાલો તેના ફાયદા અને ગેરફાયદા પર એક નજર કરીએ.

 

ફાયદા:

  • સિક્યોરિટી: અનધિકૃત પ્રવેશ કરનારાઓ સામે ફિઝીક બેરીયર પૂરો પાડે છે.
  • પ્રાઇવસી: બહારના લોકોને અંદર જોવા નથી દેતી નથી, તમારા પરિવારની પ્રાઇવસી સુનિશ્ચિત કરે છે.
  • ડ્યુરેબિલીટી: કોંક્રિટ અને ઇંટ જેવી સામગ્રી લાંબા આયુષ્ય અને મજબૂતી સુનિશ્ચિત કરે છે.
  • એસ્થેટિક આકર્ષણ: પ્રોપર્ટીના દેખાવને ઉઠાવ આપે છે.

 

ગેરફાયદા:

  • ખર્ચ: સારી ક્વૉલિટીવાળી બાઉન્ડ્રી વોલ બનાવવા અને જાળવવા ખર્ચાળ હોઈ શકે છે.
  • મેઇન્ટેનન્સ (જાળવણી): લાકડા જેવા કેટલાક મટિરિયલને રેગ્યુલર મેઇન્ટેનન્સ (જાળવણી)ની જરૂર પડે છે. 
  • જગ્યાની મર્યાદા: કેટલાક કિસ્સાઓમાં, ઊંચી દીવાલોથી પ્રોપર્ટી બંધિયાર લાગી શકે છે.


બાઉન્ડ્રી વોલ ફક્ત એક પ્રોટેક્ટિવ નથી કારણ કે તે તમારા ઘરની ઓળખ બતાવે છે અને તેની સુંદરતા વધારે છે. મટીરીયલની પસંદગીથી લઈને ડિઝાઇન સુધી, દરેક પાસું તમારી દ્રષ્ટિ સાથે સુસંગત હોવું જોઈએ જ્યારે પ્રાઇવસી, સિક્યોરિટી અને ડ્યુરેબિલીટી સુનિશ્ચિત કરે છે. યાદ રાખો કે તમે તમારું ઘર ફક્ત એક જ વાર બનાવો છો, અને તમારા બાઉન્ડ્રી વોલ સહિત દરેક નિર્ણય તેની યાત્રાને પ્રતિબિંબિત કરે છે. એક એવી જગ્યા બનાવવા માટે સમજદારીપૂર્વક પસંદ કરો જે કાર્યાત્મક અને અનન્ય રીતે તમારી હોય.




વારંવાર પૂછાતા પ્રશ્નો

 

1. બાઉન્ડ્રી વોલ માટે શ્રેષ્ઠ શું છે?

શ્રેષ્ઠ પ્રકારની બાઉન્ડ્રી વોલ બજેટ, પ્રાઇવસીની જરૂરિયાતો અને ઇચ્છિત દેખાવ જેવા પરિબળો પર આધાર રાખે છે. કોંક્રિટની દીવાલો મજબૂત અને સુરક્ષિત હોય છે, જ્યારે લાકડાની ફેન્સ કુદરતી દેખાવ આપે છે. પ્રીકાસ્ટ પેનલ્સ કોસ્ટ-ઇફેક્ટિવ અને ઝડપથી ઇન્સ્ટોલ કરી શકાય તેવી હોય છે.

 

2. દીવાલોના વિવિધ પ્રકારો કયા છે?

બાઉન્ડ્રી વોલ, ક્લેડીંગ કમ્પાઉન્ડ વોલ, પ્રીકાસ્ટ વોલ અને લાકડાની વોલ સહિત વિવિધ પ્રકારની બાઉન્ડ્રી વોલ છે. દરેકના હેતુ અને ડિઝાઇનની જરૂરિયાત પર આધાર રાખીને તેના ફાયદા છે.

 

3. બાઉન્ડ્રી વોલની ન્યૂનતમ ઊંચાઈ કેટલી હોય છે?

બાઉન્ડ્રી વોલની ન્યૂનતમ ઊંચાઈ સામાન્ય રીતે 4 થી 6 ફૂટની હોય છે, પરંતુ તે લોકલ બિલ્ડિંગ રેગ્યુલેશન અને ઇચ્છિત હેતુ (પ્રાઇવસી, સિક્યોરિટી અથવા ડેકોરેશન)ના આધારે બદલાઈ શકે છે.

 

4. બાઉન્ડ્રી રુલ માં ઊંચાઈ એટલે શું?

બિલ્ડીંગ કોડ્સ ઘણીવાર બાઉન્ડ્રી વોલની ઊંચાઈ નક્કી કરે છે. સામાન્ય રીતે, રેસિડેન્શિયલ દીવાલો 8 ફૂટથી વધુ ઊંચી ન હોવી જોઈએ. તમારા વિસ્તારમાં ચોક્કસ નિયમો માટે લોકલ ઝોનિંગના કાયદા ચેક કરો.

 

5. બાઉન્ડ્રી વોલનો ખર્ચ કેવી રીતે ગણવો?

બાઉન્ડ્રી વોલના ખર્ચની ગણતરી કરવા માટે, મટીરીયલ (સામગ્રી), ઊંચાઈ, લંબાઈ, મજૂરી અને દરવાજા કે ડેકોરેટિવ એલિમેન્ટ જેવી કોઈપણ વધારાની સુવિધાઓ જેવા પરિબળોને ધ્યાનમાં લો. તમારા બજેટ માટે શ્રેષ્ઠ વિકલ્પ નક્કી કરવા માટે બહુવિધ કોન્ટ્રાક્ટરો પાસેથી કોટેશન મેળવો. 


 Related Articles




 Recommended Videos




Tools for Home Building


Cost Calculator

Every home-builder wants to build their dream home but do so without going over-budget. By using the Cost Calculator, you’ll get a better idea of where and how much you might end up spending.

 

logo

EMI Calculator

Taking a home-loan is one of the best ways to finance home-building but home-builders often ask how much EMI they’ll need to pay. With the EMI Calculator, you can get an estimate that will help you better plan your budget.

logo

Product Predictor

For a home builder, it is important to find the right store where one can get all the valuable information about home building. Use the Store Locator feature and visit our store for more information on home building.

logo

Store Locator

It is important for a home builder to select the right products during the initial stages of constructing a home. Use the Product Predictor to see which products will be needed while building your home.

logo

Loading....