વૉટરપ્રૂફિંગની પદ્ધતિઓ, રસોડાની આધુનિક ડીઝાઇન, ઘર માટે વાસ્તુના સલાહ સૂચનો, Home Construction cost

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરો



બાંધકામમાં કમાનોના વિવિધ પ્રકારો પર માર્ગદર્શિકા

બાંધકામમાં કમાનોની વૈવિધ્યપૂર્ણ દુનિયાને અમારી સરળ માર્ગદર્શિકા મારફતે તપાસો. મૂળભૂતથી લઈને જટિલ વિગતો ધરાવતી વિવિધ પ્રકારની કમાનો જે આજના આર્કિટેક્ચરને આકાર આપે છે તેના અંગે જાણો.

Share:


યાદ રાખવાના મુખ્ય મુદ્દાઓ

 

  • કમાનો એટલે વળાંક ધરાવતા (વક્ર) સ્ટ્રક્ચર જે અસરકારક રીતે વજનનું વિતરણ કરે છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે પુલ, દરવાજા અને બારીઓમાં ઉપયોગમાં લેવાય છે.
 
  • ગોળ (રાઉન્ડ) કમાન, અથવા રોમન કમાન, અર્ધવર્તુળાકાર હોય છે અને તેની મજબૂતાઈ અને ટકાઉપણાં માટે પ્રખ્યાત છે, જે સામાન્ય રીતે પ્રાચીન નહેરો અને પુલોમાં જોવા મળે છે.
 
  • પોઇન્ટેડ (અણિયાળી) કમાનો, જે ગોથિક આર્કિટેક્ચરમાં પ્રધાન્યપણે જોવા મળે છે, તે વજનનું અસરકારક રીતે વિતરણ કરીને ઊંચા સ્ટ્રક્ચર્સ અને મોટી બારીઓ માટે સુસંગત બને છે.
 
  • સેગમેન્ટલ (વિભાગીય) કમાનો છીછરા વળાંક ધરાવે છે, જે તેને ઊંચાઈ સંબંધિત અવરોધો ધરાવતા પુલ અને નાની બિલ્ડિંગ્સ માટે આદર્શ બનાવે છે.
 
  • અર્ધવર્તુળની બહાર વિસ્તરતી હોર્સશૂ (ઘોડાની નાળના આકારની) કમાનો મોટેભાગે ઇસ્લામિક આર્કિટેક્ચરમાં તેમની અનન્ય સુશોભન અપીલ માટે ઉપયોગમાં લેવાય છે.
 
  • ઓગી કમાનો ડબલ- વળાંક એસ (S)-આકાર ધરાવે છે, જે ગોથિક આર્કિટેક્ચરમાં તેમની ભવ્યતા અને લોડ-બેરિંગ ક્ષમતા માટે લોકપ્રિય છે.


બાંધકામમાં કમાનોનાં વિવિધ પ્રકારો

કમાનો આર્કિટેક્ચરનો અભિન્ન અંગ છે, જે મજબૂતાઈ અને સૌંદર્યલક્ષી અપીલ પ્રદાન કરે છે. વિવિધ પ્રકારની કમાનો અંગે સમજવું એ તેમની વર્સેટિલિટી (બહુમુખી કૌશલ્ય) ના મહત્વને સમજવા માટે ચાવીરૂપ છે. ક્લાસિક રોમન કમાનથી લઈને આધુનિક પેરાબોલિક કમાન સુધી, દરેક પ્રકાર બાંધકામના ચોક્કસ હેતુઓ પાર પાડે છે. તો આવો, આ આર્કિટેક્ચરલ અજાયબી અંગે વધુ જાણીએ.

 

Epoxy Grout v/s Cement Grout | UltraTech Cement

કમાન શું છે?

કમાન એ વળાંક ધરાવતું સ્ટ્રક્ચર છે જે બાંધકામમાં સામાન્ય રીતે જોવા મળે છે, જે તેની મજબૂતાઈ અને સ્થિરતા માટે જાણીતું છે. તેમાં વળાંક ધરાવતા (વક્ર) આકારનો સમાવેશ થાય છે જે ઓપનિંગને વિસ્તરીત કરે છે, તેના ઉપરના ભારે લોડને સપોર્ટ પૂરો પાડવા માટે અસરકારક રીતે વજનનું પુનઃવિતરણ કરે છે. પ્રાચીન રોમન નહેરોથી લઈને આધુનિક સમયના પુલો અને બિલ્ડિંગ્સ સુધી વિવિધ આર્કિટેક્ચરલ અજાયબીઓમાં સદીઓથી કમાનોનો ઉપયોગ કરવામાં આવે છે.  તેની વર્સેટિલિટી આર્કિટેક્ટ્સને સ્ટ્રક્ચરલ અખંડિતતા સુનિશ્ચિત કરવાની સાથોસાથ દેખાવમાં આકર્ષક ડિઝાઇન પ્રદાન કરે છે.  બાંધકામ પ્રોજેક્ટ્સમાં કમાનોના વિવિધ પ્રકારો અને તેની ભૂમિકાઓના મહત્વને સમજવા માટે તેની મૂળભૂત બાબતોને સમજવી જરૂરી છે. . 

 

 

આર્કિટેક્ચરમાં વિવિધ પ્રકારની કમાનો

જ્યારે બિલ્ડિંગ અને ડિઝાઇનની વાત કરીએ ત્યારે ઉપયોગમાં લેવાયેલી કમાનોના પ્રકારો બાંધકામના સૌંદર્ય અને સ્ટ્રક્ચરલ અખંડિતતાને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે. સદીઓથી જુદી જુદી કમાનો ડિઝાઇન કરવામાં આવી છે અને તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે દરેક વિશિષ્ટ હેતુઓ સાધવા માટે તૈયાર કરવામાં આવી હોય છે. સપોર્ટિંગ લોડ્સથી લઈને જગ્યાઓને સુંદર બનાવવા સુધી, આર્કિટેક્ચરમાં કમાનના પ્રકારો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ચાલો, બાંધકામમાં વિવિધ પ્રકારની કમાનોને તપાસીએ, જે આ આર્કિટેક્ચરલ તત્વોની સુંદરતા અને કાર્યમાં રસ ધરાવતા દરેક માટે તેને સુલભ બનાવે છે.

 

1. ગોળ (રાઉન્ડ) કમાન

ગોળ કમાન જેને ઘણીવાર રોમન આર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે આર્કિટેક્ચરમાં સૌથી વધુ જાણીતી કમાનોમાંની એક છે. તેનો અર્ધવર્તુળાકાર આકાર સદીઓથી બાંધકામમાં મુખ્ય રહ્યો છે, જે તેના મજબૂત અને સ્થિર સ્ટ્રક્ચર માટે પ્રખ્યાત છે. તમે આ કમાનના પ્રકારને જૂની નહેરો અને પુલોમાં જુઓ છો, જે તેમના ટકાઉપણાંનું અને કાલાતીત અપીલનું પ્રમાણપત્ર છે.

 

2. પોઇન્ટેડ કમાન

 



પોઇન્ટેડ કમાનો એ ગોથિક આર્કિટેક્ચરના મહત્વપૂર્ણ તત્વો છે, જે તેમના પોઇન્ટેડ શિખર દ્વારા તરત જ ઓળખી શકાય છે. આ પ્રકારની કમાન કેથેડ્રલ્સ અને કિલ્લાઓમાં દેખાવમાં અદ્ભુત તત્વ ઉમેરે છે, જે બિલ્ડરોને અગાઉ શક્ય બનતી તેના કરતાં વધુ ઊંચી દિવાલો અને વધુ મોટી સાઈઝની બારીઓનું નિર્માણ કરવું શક્ય બનાવે છે. પોઇન્ટેડ કમાન વજનને વધુ અસરકારક રીતે વિતરિત કરે છે, જે તેને મોટા સ્ટ્રક્ચર્સ માટે સ્માર્ટ પસંદગી બનાવે છે.

 

3. સેગમેન્ટલ (વિભાગીય) કમાન



સેગમેન્ટલ (વિભાગીય) ગોળ કમાન જેવી જ હોય ​​છે પરંતુ તેમાં છીછરો વળાંક (બેન્ડ) હોય છે. તે બહુમુખી (વર્સેટાઈલ) પ્રકારની કમાન છે જે તમે પુલ અને નાની બિલ્ડિંગ્સમાં જોઈ શકો છો. આ કમાનના પ્રકારને ઓછી ઊભી જગ્યાની જરૂર પડે છે, જે તેને મકાનો અને અન્ય કોમ્પેક્ટ વિસ્તારોમાં જ્યાં ઊંચાઈ એક અવરોધ હોય ત્યાં વિવિધ પ્રકારની કમાનો માટે તેને યોગ્ય બનાવે છે.

 

4. હોર્સશૂ (ઘોડાની નાળના આકારની) કમાન

 



અર્ધવર્તુળની બહાર વિસ્તરીત થતા, તેના અનન્ય વિસ્તૃત વળાંક સાથે હોર્સશૂ (ઘોડાની નાળના આકારની) કમાન ઇસ્લામિક સ્થાપત્યમાં ખૂબ જ અગ્રણી છે. તે મસ્જિદો અને બિલ્ડિંગ્સમાં સુશોભન અને સાંસ્કૃતિક લાક્ષણિકતા ઉમેરે છે, જે આર્કિટેક્ચરલ ઇતિહાસમાં તેનું મહત્વ દર્શાવે છે. તેની સૌંદર્યલક્ષી અપીલ તેના સ્ટ્રક્ચરલ કાર્યને પૂરક બને છે અને તેનો ઉપયોગ મોટેભાગે દરવાજા અને બારીઓમાં થાય છે.

 

5. ઓગી કમાન

 



 ઓગી કમાન ડબલ-વળાંક આકાર ધરાવે છે,, જ્યાં દરેક બાજુ મિરર ઇમેજ સમાન સમાન છે, જે એસ (S)-આકાર બનાવે છે.  આ ભવ્યતા અને જટિલતાથી તે ઇંગ્લિશ ગોથિક અને ગોથિક રિવાઇવલ આર્કિટેક્ચરમાં લોકપ્રિય બની.   તેના સુંદર દેખાવ ઉપરાંત, ઓગી કમાનની રચના તેના કાર્યક્ષમ રીતે ભાર વહન કરવા માટે થાય છે, જે ફૉર્મ અને કાર્ય બંનેને પ્રદર્શિત કરે છે.

 

6. રિલીવિંગ કમાન

રિલીવિંગ કમાન બાંધકામમાં આવશ્યક છતાં ઘણીવાર અવગણવામાં આવતી કમાન છે. મુખ્યત્વે આનો ઉપયોગ નીચલી કમાન અથવા લિન્ટલ પર વજન ઘટાડવા માટે કરવામાં આવે છે, રિલીવિંગ કમાનો એ એક નિષ્ણાત એન્જિનિઅરિંગ ઉકેલ છે. નજીકની દિવાલો પર ભારનું વિતરણ કરવાથી સ્ટ્રક્ચરલ તણાવનું સંચાલન કરવામાં મદદ મળે છે, ખાસ કરીને પ્રાચીન અને ઐતિહાસિક બિલ્ડિંગ્સમાં. આ વિવિધતા મકાનો અને અન્ય સ્ટ્રક્ચર્સમાં વિવિધ પ્રકારની કમાનોમાં જોવા મળતી વ્યવહારુ પસંદગી છે, જે લાંબી આવરદા અને સ્થિરતાને સુનિશ્ચિત કરે છે.

 

7. ત્રિકોણાકાર કમાન

ત્રિકોણાકાર કમાન તેની સીધી રેખાઓ અને તીક્ષ્ણ, કોણીય આકારને કારણે અલગ પડે છે, જે લાક્ષણિકપણે કમાનો સાથે સંકળાયેલા વળાંકોને કારણે અલગ પડે છે. આ પ્રકારની કમાન પ્રાચીન મેસોપોટેમીયાની સંસ્કૃતિઓમાં તેના ઉપયોગના પુરાવા સાથે સૌથી જૂના સ્વરૂપોમાંની એક છે. તેનું સરળ, ભૌમિતિક સ્વરૂપ તેના દેખાવ અંગે વિશિષ્ટ આકર્ષણમાં વધારો કરે છે અને મજબૂત સપોર્ટ પૂરો પાડે છે, જે તેને પ્રાચીન અને આધુનિક આર્કિટેક્ચરલ ડિઝાઇનોમાં સુસંગત બનાવે છે. ત્રિકોણાકાર કમાનો ન્યૂનતમવાદી અભિગમને પ્રતિબિંબિત કરે છે, જે મોટેભાગે તેની સ્વચ્છ રેખાઓ અને સરળ બાંધકામ પ્રક્રિયાને કારણે સમકાલીન આર્કિટેક્ચરલમાં સમાવિષ્ટ થાય છે.

 

 

બાંધકામમાં વિવિધ પ્રકારની કમાનો કેવી રીતે વર્ગીકૃત કરવામાં આવે છે?

બાંધકામમાં કમાનોનું વર્ગીકરણ કરતી વખતે, ઘણાં પરિબળો ધ્યાનમાં લેવામાં આવે છે. ચાલો મુખ્ય વર્ગીકરણોને તપાસીએ:  

 

1. આકારનું વર્ગીકરણ

કમાનોને તેના આકારોના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે, જે તેમના સ્ટ્રક્ચરલ ગુણધર્મો અને દેખાવ સંબંધિત અપીલને નિર્ધારિત કરે છે. સામાન્ય આકારોમાં ક્લાસિક રોમન કમાનનો સમાવેશ થાય છે, જે અર્ધવર્તુળાકાર વળાંક, અને તીક્ષ્ણ શિખર દર્શાવતી પોઇન્ટેડ ગોથિક કમાન દ્વારા વર્ગીકૃત થાય છે. અન્ય આકારોમાં બેરલ કમાનનો સમાવેશ થાય છે, જે જોડાયેલ અર્ધવર્તુળોની શ્રેણી જેવી દેખાય છે, અને જેમાં પેરાબોલા જેવી દેખાતી વળાંક ધરાવતી પ્રોફાઇલ સાથે પેરાબોલિક કમાનનો સમાવેશ થાય છે.    દરેક આકાર સૌંદર્ય અને કાર્યક્ષમતાનું સંતુલન પ્રદાન કરીને બાંધકામમાં ચોક્કસ હેતુઓ પાર પાડે છે.

 

2. બાંધકામની સામગ્રીઓ

કમાનોનું વર્ગીકરણ કરવાની બીજી રીત છે તેના બાંધકામમાં ઉપયોગમાં લેવાતી નિર્માણ સામગ્રી છે.  પરંપરાગત સામગ્રી જેમ કે પથ્થર, ઈંટ અને કોંક્રિટનો ઉપયોગ સામાન્ય રીતે ટકાઉપણાં અને મજબૂતાઈ માટે થાય છે. આધુનિક કમાનોમાં વધારાની સ્થિરતા અને લવચીકતા માટે સ્ટીલ અથવા રિઇનફૉર્સ્ડ કોંક્રિટનો પણ સમાવેશ થઈ શકે છે. બાંધકામ સામગ્રીની પસંદગી બજેટ, આર્કિટેક્ચરલ ડિઝાઇન અને પર્યાવરણીય બાબતો પર આધારિત છે.

 

3. કારીગરીનો પ્રકાર

કમાનોનું વર્ગીકરણ કરવામાં બાંધકામની પદ્ધતિ પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. કુશળ કારીગરો દ્વારા ઝીણવટપૂર્વક હેન્ડક્રાફ્ટ કરીને નિર્માણ કરવામાં આવેલી કમાનો, ઝીણવટ અને કારીગરીનું ઊંચું સ્તર પ્રદાન કરે છે જે તેના સૌંદર્યલક્ષી આકર્ષણમાં વધારો કરે છે.  અદ્યતન ઉત્પાદન ટેકનિકોનો ઉપયોગ કરીને ઉત્પાદિત મશીન-નિર્મિત કમાનો, કાર્યક્ષમતા અને ચોકસાઇને પ્રાથમિકતા આપે છે. બંને પ્રકારની કારીગરી તેના ફાયદા ધરાવે છે અને પ્રોજેક્ટની જરૂરિયાતો અને બજેટ મર્યાદાઓના આધારે પસંદ કરવામાં આવે છે.

 

4. કેન્દ્ર બિંદુઓની સંખ્યા

કમાનોને તેના કેન્દ્રબિંદુઓની સંખ્યાના આધારે પણ વર્ગીકૃત કરી શકાય છે. ક્લાસિક રોમન કમાનની જેમ, એકલ-કેન્દ્ર ધરાવતી કમાનોમાં એક કેન્દ્રીય બિંદુ હોય છે જ્યાં વળાંક ઉદ્દભવે છે. લંબગોળ કમાનની જેમ, ડબલ-કેન્દ્ર ધરાવતી કમાનોમાં બે કેન્દ્રીય બિંદુઓ હોય છે, જે ચપટા વળાંક સાથે વિશાળ ઓપનિંગનું નિર્માણ કરે છે. બહુવિધ-કેન્દ્ર ધરાવતી કમાન, જેમ કે ઓગી કમાન, બહુવિધ કેન્દ્ર બિંદુઓ દ્વારા રચાયેલી હોય છે, જે વધુ જટિલ વળાંકો ધરાવે છે.  કેન્દ્રબિંદુઓની સંખ્યા કમાનના એકંદર આકાર અને સ્ટ્રક્ચરલ સ્થિરતાને પ્રભાવિત કરે છે.




 

નિર્માણ કરતી વખતે, યોગ્ય પ્રકારની કમાનો પસંદ કરવી મહત્વપૂર્ણ છે. બાંધકામમાં વિવિધ પ્રકારની કમાનો હોય છે, અને તે દરેક તેના ફાયદા ધરાવે છે. મજબૂત પ્રાચીન રોમન કમાનથી લઈને દેખાવમાં આકર્ષક ગોથિક કમાન સુધી, વિવિધ પ્રકારની કમાન આર્કિટેક્ચરમાં વિવિધ હેતુઓ પાર પાડે છે. ઘરમાલિકો માટે, મકાન માટેની વિવિધ પ્રકારની કમાનો અંગે જાણવાથી ડિઝાઇન અને કાર્યમાં મોટો તફાવત આવી શકે છે. ટૂંકમાં, આર્કિટેક્ચરમાં કમાનના પ્રકારોમાંથી પસંદ કરવાની પ્રક્રિયાને હળવાશથી લેવી જોઈએ નહીં. તે સ્ટ્રક્ચરની અખંડિતતા અને તેની સુંદરતા બંને માટે પાયારૂપ છે. લાંબા સમય સુધી ટકી રહે તેવી, દેખાવમાં આનંદદાયક પરિણામોની ખાતરી કરવા માટે હંમેશા બાંધકામમાં કમાનોના પ્રકારોને ધ્યાનમાં લો.




વારંવાર પૂછાતા પ્રશ્નો

 

1. કોમન આર્ક પ્રકાર કયા છે?

બાંધકામમાં, જે કોમન પ્રકારના આર્ક જોવા મળે છે તેમાં ફ્લેટ આર્ક, સેગમેન્ટલ આર્ક, સેમીસર્ક્યુલર આર્ક, પોઇન્ટેડ આર્ક, અને હોર્સશૂ આર્કનો સમાવેશ થાય છે. આ વિવિધ પ્રકારના આર્ક ડિઝાઇનની જરૂરિયાતો અને સંરચનાત્મક માંગ પર આધાર રાખીને ઉપયોગમાં આવે છે.

 

2. કયો આર્કનો પ્રકાર સૌથી મજબૂત છે?

બાંધકામમાં સૌથી મજબૂત આર્કનો પ્રકાર સામાન્ય રીતે સેમીસર્ક્યુલર આર્ક માનવામાં આવે છે. આ આર્ક તાકાતને સમાન રીતે બંને બાજુના સપોર્ટ પર વિતરે છે, જેના કારણે આર્ક ખૂબ જ સ્થિર રહે છે.

 

3. આર્ક માટે શ્રેષ્ઠ આકાર કયો છે?

આર્ક માટે શ્રેષ્ઠ આકાર તેની ઉપયોગીતા પર આધાર રાખે છે. સેમીસર્ક્યુલર અથવા સેગમેન્ટલ આર્ક વજન સહન કરવા માટે ખૂબ અસરકારક છે. જો હેતુ વિશાળ જગ્યાઓને આવરી લેવો હોય, તો ફ્લેટ અથવા સેગમેન્ટલ આર્ક સારી પસંદગી હોઈ શકે છે.

 

4. કયો આર્ક સૌથી ઊંચો છે?

ગોથિક આર્ક સામાન્ય રીતે સૌથી ઊંચો હોય છે, તેની પોઈન્ટેડ આકાર સાથે. આ આર્ક પ્રકાર ગોથિક આર્કિટેક્ચરમાં લોકપ્રિય હતો, તેથી તેનું નામ આવી ગયું છે, અને તે વધુ ઊંચા અને અનુકૂળ માળખાઓ માટે પરવાનગી આપે છે.

 

5. આર્કમાં કયા સામગ્રીનો ઉપયોગ થાય છે?

આર્કમાં ઉપયોગ થતી સામગ્રી મજબૂત અને ટકાઉ હોવી જોઈએ. તેમાં વિવિધ પ્રકારના પથ્થર, ઇંટો, કાંકરીટ અને સ્ટીલનો સમાવેશ થાય છે, જે બાંધકામમાં આધુનિક આર્કના પ્રકારોમાં વ્યાપક રીતે ઉપયોગ કરવામાં આવે છે. આ સામગ્રી આર્કોને સપોર્ટ કરવું જરૂરી તાકાત અને વજન હાંસલ કરી શકે છે.


સંબંધિત લેખો


ભલામણ કરેલ વિડિઓઝ




  મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....