સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરોતિરાડ પડેલી ફ્લોર ટાઇલને રીપેર કેવી રીતે કરવી?

તમારું રસોડું હોય, બાથરૂમ હોય કે પછી ટાઇલ લગાવેલા અન્ય કોઈ વિસ્તાર હોય, તિરાડ પડેલી તૂટેલી ટાઇલ સુંદરતાને તો બગાડે જ છે પરંતુ તેનાથી ઇજા થવાનું પણ જોખમ રહેલું હોય છે. આ ક્રમબદ્ધ માર્ગદર્શિકામાં અમે તમને તૂટેલી ફ્લોર ટાઇલને બદલવાની, તમારી જગ્યાને નવો અને સુંદર દેખાવ આપવાની સમગ્ર પ્રક્રિયા સમજાવીશું.

Share:


• સલામતીને વધારવા અને સુંદરતાને જાળવી રાખવા માટે તૂટેલા ફ્લોર ટાઇલને બદલવા ખૂબ જ જરૂરી છે.

 

• ટાઇલને સફળતાપૂર્વક રીપેર કરવા માટે ગુંદર, બદલવા માટેનો ટાઇલ અને સેફ્ટી ગીયર્સ સહિતના જરૂરી સાધનો લઈ લો.

 

• સમારકામની પ્રક્રિયા દરમિયાન આસપાસના ભાગને આવરી લઇને અને સંરક્ષણાત્મક ગીયર્સ પહેરીને સલામતીને પ્રાથમિકતા આપો.

 

• નુકસાનને ટાળવા માટે દરેક તબક્કે કાળજીપૂર્વક અમલીકરણ કરીને સફાઈથી માંડીને ગ્રાઉટિંગ સુધીની સમગ્ર પ્રક્રિયાને તબક્કાવાર રીતે હાથ ધરો.

 

• આખરે ગ્રાઉટિંગ, સ્થિરતા અને બદલેલા ટાઇલની ખામીરહિત ફિનિશની સાથે સમારકામની પ્રક્રિયા પૂરી કરો.

 


તમે નવા ઘરમાં રહેવા જઈ રહ્યાં હો કે પછી તમારા ઘરને નવું બનાવી રહ્યાં હો, ફર્નિચરને લાવવા-લઈ જવાને કારણે ઘરમાં નુકસાન થવાની શક્યતા વધી જાય છે. ઘરમાં અવારનવાર થતાં અકસ્માતોને કારણે ફ્લોર ટાઇલ તૂટી જઈ શકે છે કે તેમાં તિરાડ પણ પડી શકે છે, જેમ કે, તમારા હાથમાંથી કોઈ ભારે ચીજ નીચે પડી જાય કે તમે સિંક પાઇપ રીપેર કરી રહ્યાં હો ત્યારે કોઈ અકસ્માત થાય. આ પ્રકારે થોડો ઉખડી ગયેલો કે તિરાડ પડી ગયેલો ટાઇલ સલામતી માટે જોખમરૂપ બની જાય છે અને તેને વહેલીતકે રીપેર કરી લેવો જોઇએ, આથી જ તિરાડ પડેલા કે તૂટી ગયેલા ટાઇલને કેવી રીતે રીપેર કરવા તે જાણવું મહત્વનું બની જાય છે.

 

અમે અહીં ટાઇલના સમગ્ર પટ્ટાને બદલવાની જગ્યાએ ફક્ત તૂટેલા ફ્લોર ટાઇલને કેવી રીતે બદલી શકાય એ અંગેના તમારા તમામ પ્રશ્નોના ઉત્તર અહીં આપવાનો પ્રયત્ન કર્યો છે. તિરાડ પડેલા ફ્લોર ટાઇલને બદલવા માટેની આ સરળ અને સુગમ માર્ગદર્શિકા સમજવામાં ખૂબ જ સરળ છે અને તમે કોઈ નિષ્ણાતની મદદ વગર જ તેને બદલી શકો છો.


તમારી પાસે શું-શું હોવું જોઇએ?તો આપણે તૂટેલા ટાઇલને રીપેર કરવામાં મદદરૂપ થાય તેવા યોગ્ય ઉપકરણો કયા છે, તે સમજવાથી શરૂઆત કરીએઃ


1. સામગ્રીઓ

તમારે સૌપ્રથમ તો ગુંદર જોઇશે. તમારા ટાઇલના ચોક્કસ પ્રકાર અને તમે જેની પર કામ કરી રહ્યાં છો તે સપાટીને અનુકૂળ આવે તેવા ઉચ્ચ-ગુણવત્તાના એડહેસિવને પસંદ કરો. અન્ય મહત્વની સામગ્રી નવો ટાઇલ છે. નવો ટાઇલ એવો પસંદ કરો, જે તમારા હાલના ટાઇલની સાઇઝ, રંગ અને ટેક્સચરને અનુરૂપ હોય, જેથી તેમનો સમાન દેખાવ જળવાઈ રહે. તમે નવો ટાઇલ બેસાડી દો તે પછી ટાઇલ્સની વચ્ચેની જગ્યાઓ ભરવા માટે તમારે ગ્રાઉટની પણ જરૂર પડશે. ખામીરહિત ફિનિશ માટે ગ્રાઉટનો રંગ હાલમાં રહેલા ગ્રાઉટના રંગ સાથે મેળ ખાતો હોય તેની ખાતરી કરો. આખરે માસ્કિંગ ટેપ પાસે આવેલા ટાઇલનું રક્ષણ કરવામાં મદદરૂપ થાય છે, જે યોગ્ય ગોઠવણ માટે માર્ગદર્શન આપે છે, વધારાના ગુંદરને મેનેજ કરે છે અને ગ્રાઉટની ચોખ્ખી લાઇન જાળવે છે.

 

2. સાધનો

ટાઇલ્સની વચ્ચે જૂના અને ખરાબ થઈ ગયેલા ગ્રાઉટને સારી રીતે દૂર કરવા માટે ગ્રાઉટ રીમૂવરની જરૂર પડી શકે છે. વધુમાં, લાકડાં, ધાતું અને ચણતરકામ સહિતની વિવિધ સામગ્રીમાં ડ્રિલિંગ કરવા માટે કૉમ્બી ડ્રિલ ઉપયોગી સાબિત થઈ શકે છે. હથોડીની સાથે ઉપયોગમાં લેવાતી છીણી એ ટાઇલ્સ, મોર્ટાર કે અન્ય સામગ્રીઓને ઉખાડીને દૂર કરવા માટે જરૂરી સાધન છે. ટાઇલ્સની વચ્ચે ગ્રાઉટને એકસમાન રીતે લગાવવા માટે ગ્રાઉટ સ્પ્રેડર નામના સાધનનો ઉપયોગ થાય છે. તે ગ્રાઉટને સુઘડતાપૂર્વક અને એકમસાન રીતે લગાવવામાં મદદરૂપ થાય છે, જે ટાઇલ્સની વચ્ચેની જગ્યા યોગ્ય રીતે ભરાઈ જાય તેની ખાતરી કરે છે. વધુ એક મહત્વનું સાધન સ્પેસર છે, જે સતત અંતર જાળવી રાખી ટાઇલ્સની વચ્ચે એકસમાનતા રહે તેની ખાતરી કરે છે અને ગ્રાઉટિંગની પ્રક્રિયાને સુવિધાજનક બનાવે છે. 2-3 ઇંચની બ્લેડ અને બદલવા માટેની બ્લેડની સાથે ટ્રિમિંગ નાઇફ ટાઇલ, ગ્રાઉટ અને એડહેસિવ જેવી સામગ્રીને કાપવા અને આકાર આપવા માટે ઉપયોગી છે. સાધનોને સાફ કરવા, સપાટીને લૂંછવા અને ટાઇલ લગાવતી વખતે વધારાના ગ્રાઉટ કે એડહેસિવને મેનેજ કરવા માટે પાણીની એક ડોલ અને સ્પંજ સાથે રાખવા જરૂરી છે. સ્પંજ નિયંત્રિત રીતે અને સચોટતાપૂર્વક સફાઈ કરવા માટે ઉપયોગી સાબિત થાય છે.

 

3. સલામતીના ઉપકરણો

હાથમોજાં પહેરવા હંમેશા જરૂરી તો નથી હોતું પરંતુ તેને પહેરવાથી તે તીક્ષ્ણ ધારોથી અને ટાઇલ બદલતી વખતે ઉપયોગમાં લેવાતી સામગ્રીથી તમારા હાથનું રક્ષણ કરે છે. ટાઇલ બદલવાની સમગ્ર પ્રક્રિયા દરમિયાન સેફ્ટી ગ્લાસિસ પહેરીને કચરો અને તીક્ષ્ણ ચીજોને આંખમાં જતી અટકાવો. તમે જ્યારે તિરાડ પડેલા ટાઇલને રીપેર કરી રહ્યાં હો ત્યારે ડસ્ટ માસ્ક ખૂબ જ મૂલ્યવાન સંરક્ષણાત્મક એસેસરી સાબિત થાય છે. તે તમારા શ્વાસોચ્છવાસના આરોગ્યની રક્ષા કરે છે, સલામતીના ધોરણોનું પાલન કરે છે અને તમારા કામના સ્થળના માહોલને સ્વચ્છ અને તંદુરસ્ત રાખવામાં મદદરૂપ થાય છે.


તૂટેલા ફ્લોર ટાઇલને બદલવાની પ્રક્રિયાસૌપ્રથમ તો તમારી પાસે તમામ જરૂરી સેફ્ટી ગીયર હોય તેની ખાતરી કરો. હવે આપણે તૂટેલા ફ્લોર ટાઇલને રીપેર કેવી રીતે કરવા તે અંગે વાત કરીએ.

 

1. આસપાસના વિસ્તારને સાફ કરો

જો કામ કરવાની જગ્યા અવ્યવસ્થિત હશે તો સમારકામ કરતાં તેનાથી વધારે નુકસાન થશે. તમારે જે વિસ્તારમાં કામ કરવાનું હોય તે ચોખ્ખો હોય તેની પહેલા તો ખાતરી કરો. મુલાયમ કપડાં વડે આસપાસના વિસ્તારને શુષ્ક બનાવો. તૂટેલા/તિરાડ પડેલા ટાઇલનું સમારકામ કરવાથી આસપાસ ધૂળ જમા થઈ શકે છે, આથી તમે કામ શરૂ કરો તે પહેલાં તમારે ડસ્ટ શીટ પાથરી લેવી જોઇએ. જો નજીકમાં પ્લગના છિદ્રો હોય તો તેને ઢાંકી દો, નહીંતર પ્લગના પોઇન્ટ્સમાં ધૂળ ભરાઈ જશે. તો આ તૂટેલા ટાઇલને રીપેર કરવાના કેટલાક મૂળભૂત પ્રારંભિક બિંદુઓ હતાં.

 

2. ગ્રાઉટને દૂર કરો

તૂટેલા ટાઇલ પર લાગેલા ગ્રાઉટને ઢીલું કરવા માટે ગ્રાઉટ રીમૂવરનો ઉપયોગ કરો. ટાઇલમાં પડેલી તિરાડને કેવી રીતે રીપેર કરી શકાય તે જાણવાની પ્રક્રિયામાં તમે આસપાસના ટાઇલને નુકસાન ના પહોંચાડી બેસો તેની ખાતરી કરો. તૂટેલા ટાઇલની કેન્દ્રમાં માસ્કિંગ ટેપનો ઉપયોગ કરો, જેથી કરીને તમે આકસ્મિક રીતે લપસી ના પડો અને બીજા ટાઇલને તોડી ના બેસો.

 

ગ્રાઉટને દૂર કરવો એ ખૂબ જ મહત્વની કામગીરી છે, કારણ કે, જો ટાઇલ્સની વચ્ચે થોડો પણ ગ્રાઉટ રહી જાય તો આસપાસના ટાઇલ્સ સંકોચાઈને તૂટી શકે છે.

 

3. ટાઇલને ઢીલો કરો

તૂટેલા ટાઇલ પર છિદ્ર પાડવા માટે ડ્રિલ મશીનનો ઉપયોગ કરો. આ કામને શાંતિથી કરો, કારણ કે ઉતાવળ કરવાથી ટાઇલની નીચે રહેલી પાઇપ કે કેબલને નુકસાન પહોંચી શકે છે. તૂટેલા ટાઇલની કેન્દ્રમાં ટેપમાં ધીમી ગતિએ ડ્રિલિંગની શરૂઆત કરો.

 

એકવાર છિદ્ર બની જાય તે પછી તમે વધુ ઊંડું છિદ્ર પાડવા માટે ઝડપથી કામ કરી શકો છો.

 

4. તૂટેલા ટાઇલ્સના બાકી બચેલા ભાગને છીણી વડે દૂર કરો

આ સ્ટેપ તમને તૂટેલા ટાઇલને કેવી રીતે દૂર કરવો તે સમજવામાં તમને મદદરૂપ થશે. ડ્રિલિંગ દરમિયાન તમે પાડેલા છિદ્રોમાંથી ટાઇલના ટુકડાંઓને દૂર કરવા માટે છીણીનો ઉપયોગ કરો.

 

વધારે પડતા કઠોર અને અધીરા ના થઈ જશો, ટાઇલના કેન્દ્રમાંથી શરૂઆત કરો અને ધીમે-ધીમે બાજુઓની તરફ આગળ વધો. તૂટેલા ટાઇલના ટુકડાંથી બાજુની ટાઇલને નુકસાન ના પહોંચે તેનું ધ્યાન રાખો.

 

જો કોઈ ગુંદર બાકી બચ્યું હોય તો તેને ટ્રિમિંગ નાઇફ વડે દૂર કરો.

 

5. નવા ટાઇલને લગાવો

તે ઉખડી ગયેલા ટાઇલને કેવી રીતે બદલવો તેની સમગ્ર પ્રક્રિયામાં સૌથી મહત્વનો સ્ટેપ છે. સૌપ્રથમ તો કોઈ પણ ગુંદરનો ઉપયોગ કર્યા વગર નવા ટાઇલની સ્થિતિને ગોઠવીને જોઈ જુઓ, જેથી કરીને તે યોગ્ય રીતે બંધબેસતો હોય તેની ખાતરી કરી શકાય. જો તે બાકીના ફ્લોર/દિવાલના ટાઇલથી બહાર નીકળી જતો હોય તો, તમારે નવો ટાઇલ બેસાડતાં પહેલાં તેની પર રહેલા વધારાના ગુંદરને દૂર કરવાનું રહેશે.

 

એકવાર તમને તેની ગોઠવણ અંગે સંતોષ થઈ જાય તે પછી નવા ટાઇલની પાછળની બાજુએ ગ્રાઉટ સ્પ્રેડરનો ઉપયોગ કરીને ગુંદર લગાવો અને આ નવા ટાઇલને ચુસ્તપણે ગોઠવી દો, જેથી કરીને તે બાકીના ફ્લોર/દિવાલ ટાઇલની સાથે યોગ્ય રીતે બેસી જાય.

 

6. નવા ટાઇલને સુરક્ષિત કરી લો

તમે તૂટેલા ફ્લોર ટાઇલને રીપેર કેવી રીતે કરવો તેના પ્રયાસમાં સફળ થઈ જાઓ અને તમે નવો ટાઇલ લગાવી દો તે પછી આ ટાઇલ સલામત રહે તેની ખાતરી કરવા માટે તમારે તેની પર ગ્રાઉટ લગાવવાનું રહેશે. આમ કરવા માટે સૌપ્રથમ તો ગ્રાઉટ અંદર ફિટ થાય અને ગુંદર સૂકાઈ જાય તે પહેલાં ટાઇલ ખસી ના જાય તેની ખાતરી કરવા માટે અંતર જાળવવા ટાઇલ સ્પેસરને બેસાડો.

 

એક દિવસ પછી તમે સ્પેસરને દૂર કરી શકો છો અને નવા બદલેલા ટાઇલની આસપાસની જગ્યામાં નવો ગ્રાઉટ ભરી શકો છો.

તૂટેલા ફ્લોર ટાઇલને રીપેર કરવા અને તેને બદલવા અંગેની આ તબક્કાવાર માર્ગદર્શિકા જરૂરિયાતના સમયે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. હવે તમે તૂટેલા ટાઇલને બદલવા માટેના સાધનો, સલામતીના ગીયર્સ અને સમગ્ર પ્રક્રિયાથી સારી રીતે વાકેફ થઈ ગયાં છો. તૂટેલા ટાઇલને રીપેર કેવી રીતે કરવા તે અંગેની આ વ્યાપક માર્ગદર્શિકાની મદદથી તમે તૂટેલા ટાઇલને બદલવાની અને ટાઇલની સપાટીને ફરીથી સુંદર બનાવવાની કામગીરીને સારી રીતે કરી શકશો.સંબંધિત લેખો

ભલામણ કરેલ વિડિઓઝ
મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....