સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરોફ્લોરના ટાઇલ્સમાં તિરાડો કેવી રીતે પડી જાય છે? તેના માટેના સર્વસામાન્ય કારણો અને તેને ટાળવાના ઉપાયો

તૂટી ગયેલા ફ્લોરના ટાઇલ્સના પીડાદાયક દ્રશ્ય પાછળના કારણોને સમજો અને ફ્લોરના ટાઇલ્સ તૂટી જવાની પરિસ્થિતિને ટાળવા માટેની અસરકારક પદ્ધતિઓને શીખો.

Share:


ફ્લોરના ટાઇલ્સ કોઈ પણ જગ્યાની સુંદરતા અને લાવણ્યને વધારે છે પરંતુ તૂટી ગયેલા ટાઇલ્સ તેની સુંદરતા પર પાણી ફેરવી શકે છે. જો તમે ક્યારેય ટાઇલમાં તિરાડો પડવાની પરિસ્થિતિનો સામનો કર્યો હોય તો તમે જાણતા જ હશો કે આ સ્થિતિ કેટલી નિરાશાજનક હોય છે અને તેનું સમારકામ કરવાનું કામ કેટલું ખર્ચાળ હોય છે. તમને ફ્લોરના ટાઇલ્સ તૂટી જવા પાછળના કારણો અને આ સમસ્યાને કેવી રીતે ટાળી શકાય તે સમજવામાં મદદરૂપ થવા અમે આ એક વ્યાપક માર્ગદર્શિકા તૈયાર કરી છે. તો ચાલો, આ માર્ગદર્શિકામાં ડુબકી લગાવીએ અને ટાઇલ્સ તૂટી જવા પાછળના સર્વસામાન્ય કારણો તથા આમ થતું અટકાવવાના અસરકારક ઉપાયો વિશે જાણકારી મેળવીએ.ફ્લોરના ટાઇલ્સ તૂટી જવા એટલે શું?


ફ્લોરના ટાઇલ્સ તૂટી જવા એટલે તમારા ફ્લોરના ટાઇલ્સમાં તિરાડો પડી જવી, તૂટી જવા કે ભાંગી જવા. આ તિરાડો નાની હોઈ શકે છે, ધ્યાનમાં ના આવે તેવી પણ હોઈ શકે છે, જે ટાઇલ્સની સપાટીને ખૂબ વધારે પ્રભાવિત કરી શકે છે, ધ્યાનમાં આવે એવી તિરાડો ટાઇલમાં ઊંડે સુધી ધસેલી હોય છે. આવા ટાઇલ્સ ખૂબ જ ખરાબ દેખાવા ઉપરાંત કેટલાક કિસ્સાઓમાં આવી તિરાડો માળખાંમાં રહેલી અંતર્નિહિત સમસ્યાઓને સૂચવી શકે છે, જે સંભવિતપણે તમારા ઘર કે બિઝનેસના બાંધકામની અખંડિતતા માટે ઘણું મોટું જોખમ પેદા કરી શકે છે.

 

તમારા ટાઇલ્સમાં પડેલી તિરાડ, પછી તે વાળ જેટલી પાતળી હોય તો પણ તે એક સૌંદર્યલક્ષી સમસ્યા કરતાં પણ વિશેષ મોટી સમસ્યા છે. આવી તિરાડોમાંથી ભેજ તમારા ફ્લોરિંગની નીચે પ્રવેશી શકે છે, જેના કારણે ફ્લોરિંગની નીચે માઇલ્ડ્યૂ (ફૂગ) વિકસી શકે છે. આથી વિશેષ, સમયાંતરે આ તિરાડો ઊંડી થતી જાય છે, જેના કારણે તમારી જગ્યામાં ઠોકર વાગવાનું જોખમ પેદા થઈ શકે છે. આ પ્રકારની તિરાડોને પડતી અટકાવવા માટે તેની પાછળના સંભવિત કારણો સમજવા તથા ઇપોક્સી ગ્રાઉટ જેવા યોગ્ય ઉકેલો દ્વારા આ ટાઇલ્સમાં પડેલી તિરાડોને ભરીને તેનું તરત સમારકામ કરી લેવું જરૂરી બની જાય છે.


ટાઇલ્સમાં તિરાડો શેના કારણે પડે છે?તમારા ફ્લોરના ટાઇલ્સમાં તિરાડો પડવા માટે ઘણાં પરિબળો જવાબદાર છે. ફ્લોરના ટાઇલ્સમાં તિરાડો પડતી અસરકારક રીતે અટકાવવા માટે તેની પાછળના કારણો સમજવા ખૂબ જરૂરી છે. અહીં ટાઇલ્સમાં તિરાડો પડવા માટેના કેટલાક સર્વસામાન્ય જવાબદાર પરિબળો આપવામાં આવ્યાં છેઃ

 

1. જોરથી પ્રહાર

કોઈ વસ્તુનો જોરથી પ્રહાર થવો એ ટાઇલ તૂટી જવાના પ્રાથમિક કારણોમાંથી એક છે. જ્યારે કોઈ વજનદાર પદાર્થ ટાઇલ્સ પર પડે છે કે પછી ટાઇલ્સ પર કોઈ જોરથી ઝટકો લાગે છે, ત્યારે તરત જ આવી તિરાડો પડી જઈ શકે છે અથવા તો સમયાંતરે ટાઇલ નબળો પડી જઈ શકે છે. આ પ્રકારે ટાઇલને નુકસાન થતું ટાળવા માટે ટાઇલની સપાટી પર કોઈ ફર્નિચર કે વજનદાર ચીજને ખસેડતી વખતે ખૂબ જ સાવચેતી લેવી જોઇએ.

 

2. ટાઇલને ખોટી રીતે બેસાડવો

ટાઇલને ખરાબ રીતે બેસાડવાથી પણ તેમાં તિરાડો પડી શકે છે. એડહેસિવનું અયોગ્ય આવરણ, અયોગ્ય ગ્રાઉટિંગ કે સબસ્ટ્રેટને અપૂરતો તૈયાર કરવો એ ટાઇલને લગાડવા દરમિયાન થતી સર્વસામાન્ય ભૂલો છે, જેના કારણે ટાઇલ્સમાં તિરાડો પડી શકે છે. ટાઇલને લગાડવાની યોગ્ય ટેકનિકનું પાલન કરનારા પ્રોફેશનલ ટાઇલ ઇન્સ્ટોલરને કામે રાખવા એ આ પ્રકારની સમસ્યાઓને નિવારવા માટે મહત્વનું બની જાય છે.

 

3. અતિશય વજન આપવું

ટાઇલ્સ પર અતિશય વજન કે દબાણ આપવાથી પણ તેમાં તિરાડો પડી જઈ શકે છે, ખાસ કરીને અયોગ્ય માળખાગત સપોર્ટ હોય તેવા વિસ્તારોમાં. જ્યારે વજનદાર પદાર્થને સીધો ટાઇલ્સ પર મૂકવામાં આવે અથવા તો કોઈ ચોક્કસ જગ્યાએ અતિશય વજન કેન્દ્રીત થયેલું હોય ત્યારે આમ થઈ શકે છે. ટાઇલ ધરાવતી સપાટી પર વજન યોગ્ય રીતે વહેંચાઈ જાય તેને ધ્યાનમાં રાખો અને તિરાડોને નિવારવા માટે યોગ્ય સપોર્ટનો ઉપયોગ કરો.

 

4. નીચેનું સ્તર તૂટેલું હોવું

સબફ્લોર અથવા તો સપાટીનું નીચેનું સ્તર ટાઇલના ટકાઉપણામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જો નીચેનું સ્તર ક્ષતિગ્રસ્ત, તૂટેલું કે અસમાન હશે તો તેના કારણે ઉપર રહેલા ટાઇલ્સ પર દબાણ પેદા થશે, જેના પગલે તિરાડો પડી જઈ શકે છે. ટાઇલને લગાવતા પહેલાં નીચેનું સ્તર સારી સ્થિતિમાં હોય તેની ખાતરી કરો અને જો કોઈ માળખાગત સમસ્યા હોય તો તેનો તરત જ ઉકેલ લાવી દો.

 

5. કન્ટ્રોલ જોઇન્ટ્સ પર ટાઇલ લગાવવા

કન્ટ્રોલ જોઇન્ટ્સ કે એક્સપાન્શન જોઇન્ટ્સની રચના એ પ્રકારે કરવામાં આવી હોય છે કે, તેમાં કુદરતી હલનચલન થઈ શકે અને બાંધકામની સામગ્રીનું વિસ્તરણ થઈ શકે. ટાઇલ લગાવતી વખતે આ જોઇન્ટ્સને અવગણવાથી ફ્લોરિંગની હલનચલન અટકી જઈ શકે છે, જેના કારણે ટાઇલ પર તણાવ પેદા થાય છે અને તેના પરિણામે તિરાડો પડી જાય છે અને ટાઇલ ઉખડી જાય છે. કન્ટ્રોલ જોઇન્ટ્સ પર ધ્યાન આપો તથા વિસ્તરણ અને સંકોચનને શક્ય બનાવવા માટે ટાઇલ લગાવવાની યોગ્ય પદ્ધતિનું પાલન કરો.


ટાઇલ્સને તૂટતા કેવી રીતે અટકાવી શકાય?ટાઇલ્સને તૂટતા અટકાવવા માટે નિવારણ જ સૌથી મહત્વપૂર્ણ છે. કેટલાક સંરક્ષણાત્મક પગલાં લઇને તમે ફ્લોરના ટાઇલ્સને તૂટવાનું જોખમ શક્ય એટલું ઘટાડી શકો છો અને તૂટેલા ટાઇલ્સને રીપેર કરવાની હેરાનગતિને ટાળી શકો છો. ટાઇલ્સ તૂટવાનું ટાળવા માટે અહીં નીચે જણાવેલા સૂચનોને ધ્યાનમાં લોઃ

 

1. પોર્સલિન ટાઇલ્સને પસંદ કરો

પોર્સલિન ટાઇલ્સ ખૂબ જ ટકાઉ હોય છે અને તેમાં તિરાડો ખાસ પડતી નથી. આ પ્રકારના ટાઇલ્સને પસંદ કરવાથી ટાઇલ તૂટી જવાની શક્યતાને નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે. પોર્સલિન ટાઇલ્સ તેની મજબૂતાઈ માટે અને ભારે ઉપયોગની સામે ટકી રહેવાની ક્ષમતા માટે જાણીતા છે, જે ભારે અવરજવર ધરાવતા વિસ્તારોમાં ઉપયોગમાં લેવા તેને શ્રેષ્ઠ વિકલ્પ બનાવે છે.

 

2. પ્લાયવૂડ અને કૉંક્રીટના સબફ્લોરનો ઉપયોગ કરો

સબફ્લોરને યોગ્ય રીતે તૈયાર કરવો એ ટાઇલને તૂટી જતો અટકાવવા માટે ખૂબ જ જરૂરી બાબત બની જાય છે. ટાઇલ્સ માટે સ્થિર અને સમતળ સપાટીની રચના કરવા માટે પ્લાયવૂડ અને કૉંક્રીટના બેઝનો ઉપયોગ કરો. તે વજનને એકસમાન રીતે વહેંચવામાં અને અસ્થિર ફાઉન્ડેશનને કારણે તિરાડો પડવાના જોખમને શક્ય એટલું ઘટાડવામાં મદદરૂપ થાય છે.

 

3. ડેડ સ્પોટ્સને તપાસો

ટાઇલને લગાવતા પહેલા સબફ્લોરમાં કોઈ પોલાણ કે અસમતળ ભાગ તો નથી તે ચકાસો. આ પ્રકારના ‘ડેડ સ્પોટ્સ’ ટાઇલ્સને નબળા પાડી શકે છે અને તેમાં તિરાડો પડવાનું જોખમ વધારી દે છે. ટાઇલ લગાવતા પહેલા સબફ્લોરને મજબૂત બનાવીને કે તેનું સમારકામ કરીને આવી કોઈ પણ સમસ્યાને ઉકેલો.

 

4. વિસ્તરણના મુદ્દાને ધ્યાનમાં લો

તાપમાનમાં વધઘટનો સામનો કરી રહેલા મોટા વિસ્તારો કે જગ્યાઓમાં જોઇન્ટ્સના વિસ્તરણની અનુકૂળતા કરી આપવી એ ખૂબ જ જરૂરી બની જાય છે. આ સાંધાઓ ટાઇલની કુદરતી હલનચલનને શક્ય બનાવે છે, જેના કારણે તિરાડો પાડી શકે તેવો તણાવ પેદા થતો નથી. કોઈ પ્રોફેશનલ ઇન્સ્ટોલરની સલાહ લો અથવા તો સાંધાઓના વિસ્તરણના યોગ્ય સ્પેસિંગ અને પ્લેસમેન્ટને નિર્ધારિત કરવા માટે ઉદ્યોગો માટેની માર્ગદર્શિકાનું પાલન કરો.તૂટી ગયેલા કે ઉખડી ગયેલા ટાઇલ્સની સાથે કામ પાર પાડવું અઘરું બની જાય છે પરંતુ તેની પાછળના કારણો સમજી લેવાથી અને નિવારક પગલાંઓ લેવાથી તમારો સમય અને નાણાં બચશે તથા તમે હેરાનગતિમાંથી મુક્ત રહી શકશો. આ બ્લૉગમાં રેખાંકિત કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરવાથી તમે તિરાડોથી મુક્ત અને લાંબો સમય સુધી ટકી રહેનારા ટાઇલની સપાટીનો આનંદ માણી શકશો. ટાઇલ લગાવવાના સૂચનો અને ટેકનિકો અંગે ઊંડાણપૂર્વકની જાણકારી મેળવવા ટાઇલ લગાવવાના સૂચનો પરનો અમારો વીડિયો જુઓ, જે ટાઇલ લગાવવાની યોગ્ય પ્રક્રિયા અંગે તમને ઊંડાણપૂર્વકની જાણકારી પૂરી પાડશે.સંબંધિત લેખો

ભલામણ કરેલ વિડિઓઝ
મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....