સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરોસીમેન્ટના વિવિધ ગ્રેડ્સ અને તેના ઉપયોગો અંગેની સમજણ

આ બ્લૉગમાં તમને ઊંડી જાણકારી પૂરી પાડવામાં આવી છે, જે તમને સીમેન્ટના વિવિધ ગ્રેડ્સ અને તેના ઉપયોગોને સમજવામાં મદદરૂપ થશે. વધુમાં, તેમાં સીમેન્ટના પ્રત્યેક પ્રકારની સાથે પરિપૂર્ણ કરી શકાય તેવી તેની વિવિધ કામગીરીઓ અને ઉપયોગો તેમજ હાલમાં માર્કેટમાં ઉપલબ્ધ હોય તેવા સીમેન્ટના વિવિધ ગ્રેડની પણ ઝાંખી આપવામાં આવી છે.

Share:


સીમેન્ટો ગ્રેડ એટલે શું?

સીમેન્ટ એ કૉંક્રીટમાં સામગ્રીઓને જોડી રાખનારું સૌથી મહત્વનું ઘટક છે, જે સમગ્ર વિશ્વમાં ઉપયોગમાં લેવાતી બાંધકામની મૂળભૂત સામગ્રી છે. સીમેન્ટનો યોગ્ય ગ્રેડ પસંદ કરવો એ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે, તે કૉંક્રીટના માળખાંનાં દાબકબળ અને ટકાઉપણાંને નિર્ધારિત કરે છે. સીમેન્ટના ગ્રેડ એ ક્યુરિંગ પછી મેળવવામાં આવતાં 28 દિવસના દાબકબળને સૂચવે છે, જેને મેગાપાસ્કલ્સ (MPa)માં માપવામાં આવે છે.


બાંધકામમાં પ્રાથમિક રીતે ઉપયોગમાં લેવાતા સીમેન્ટના ગ્રેડ 33, 43, 53 ગ્રેડના ઓપીસી, પોર્ટલેન્ડ પોઝોલેના સીમેન્ટ અને પોર્ટલેન્ડ સ્લેગ સીમેન્ટ છે. પ્રત્યેક ગ્રેડ મજબૂતાઈ અને માળખાંની જરૂરિયાત પર આધાર રાખીને તેના ચોક્કસ ગુણધર્મો અને ઉપયોગો ધરાવે છે. આ લેખમાં સીમેન્ટના વિવિધ પ્રકારના ગ્રેડ, તેમની લાક્ષણિકતાઓ, બિલ્ડિંગના વિવિધ પ્રોજેક્ટ્સમાં તેના ઉપયોગો અને તમારી બાંધકામની જરૂરિયાતો માટે સીમેન્ટની યોગ્ય ગુણવત્તાને કેવી રીતે પસંદ કરવી તે અંગે સમજણ પૂરી પાડવામાં આવી છે.

 


સીમેન્ટના ગ્રેડ્સ અને ઉપયોગો અંગેની સમજણ

સીમેન્ટનો યોગ્ય ગ્રેડ માળખાંની પૂરતી મજબૂતાઈ અને કાર્યક્ષમતાની બાંયધરી આપે છે. પરંતુ સીમેન્ટના ગ્રેડની પસંદગીનો આધાર માળખાંનાં સ્પષ્ટીકરણ પર રહેલો છે. બિન-માળખાંગત કામો માટે 33 અને 43 ગ્રેડના સીમેન્ટનો ઉપયોગ થાય છે, જ્યારે 53 ગ્રેડના સીમેન્ટનો ઉપયોગ અતિશય મજબૂત સ્ટ્રક્ચરલ કૉંક્રીટ માટે થાય છે. પોર્ટલેન્ડ પોઝોલેના અને સ્લેગ સીમેન્ટ પર્યાવરણની પરિસ્થિતિઓ સામે ટકી રહેવાની ક્ષમતા પૂરી પાડે છે.

 

 

સીમેન્ટના વિવિધ પ્રકારના ગ્રેડ્સ

કૉંક્રીટમાંથી યોગ્ય મજબૂતાઈ અને કાર્યક્ષમતા પ્રાપ્ત થઈ શકે તેની ખાતરી કરવા માટે તમારે યોગ્ય ગ્રેડનો સીમેન્ટ પસંદ કરવો જોઇએ. તો ચાલો, કેટલા પ્રકારના સીમેન્ટ ગ્રેડ્સ અસ્તિત્વમાં છે અને તે કેવી રીતે ઉપયોગી થાય છે, તેનું બારીકાઈથી અવલોકન કરીએ.

 

 

1) ઓપીસી 33 ગ્રેડનો સીમેન્ટ

તેને ઓર્ડિનરી પોર્ટલેન્ડ સીમેન્ટ અથવા ઓપીસી કહેવામાં આવે છે. ક્યુરિંગના 28 દિવસ બાદ 33-ગ્રેડનો સીમેન્ટ 33 MPaનું લઘુત્તમ દાબકબળ હાંસલ કરી લે છે. તેની ઉત્તમ કાર્યક્ષમતાને કારણે તેનો ઉપયોગ પ્લાસ્ટરિંગ અને ચણતરના સામાન્ય પ્રોજેક્ટ્સ માટે થાય છે, જ્યાં ખાસ વધારે મજબૂતાઈની જરૂર હોતી નથી. ટાઇલ લગાવવા અને અન્ય બિન-માળખાગત કામો જેમ કે ઇંટો લગાવવી અને બ્લૉક લગાવવા વગેરે જેવી કામગીરીઓને 33-ગ્રેડના ઓપીસી સીમેન્ટનો ઉપયોગ કરીને કરી શકાય છે.

 

ચણતરના પ્રોજેક્ટ માટે ઓછી મજબૂતાઈ સીમેન્ટની સાથે કામ પાર પાડવાનું અને કામ કરવાનું વધુ સરળ બનાવી દે છે. તેની મદદથી ઘરની અંદરની અને બહારની દિવાલો, ફ્લોર અને સીલિંગ માટે જરૂરી કાર્યક્ષમતા હાંસલ કરી શકાય છે. તેની મજબૂતાઈ વધવાના ધીમા દરને કારણે તેનો ઉપયોગ ઘણો સ્થિતિસ્થાપક છે. તે જરૂરી દાબકબળ પૂરું પાડતો નહીં હોવાથી તેને આરસીસીના બાંધકામમાં ટાળવામાં આવે છે. તે સમયની સાથે મજબૂત થતો હોવાથી તેનો ઉપયોગ ગ્રાઉટિંગ અને સાઇટ રીસ્ટોરેશનના પ્રોજેક્ટ માટે કરી શકાય છે.

 

 

2) ઓપીસી 43 ગ્રેડનો સીમેન્ટ

ક્યુરિંગના 28 દિવસ બાદ 43 ગ્રેડના ઓપીસી સીમેન્ટનું લઘુત્તમ દાબકબળ 43 MPa હોય છે. 33 ગ્રેડના સીમેન્ટની સાથે તેની સરખામણી કરવામાં આવે તો, તે તિરાડો પડવા સામે વધુ સારો પ્રતિરોધ પૂરો પાડે છે, જેના પરિણામે સપાટીની બંધ અને મુલાયમ ફિનિશ પ્રાપ્ત થાય છે. કૉંક્રીટ અને મોર્ટારમાં બારીક દાણા વધુ સારી કાર્યક્ષમતા અને કામ કરવાની સુગમતા પૂરાં પાડે છે.

 

તેની મજબૂતાઈને કારણે 43 ગ્રેડના સીમેન્ટનો ઉપયોગ આવાસીય મકાનો, પુલો, ડેમ, પ્રીસ્ટ્રેસ્ટ્ડ કૉંક્રીટના બાંધકામ, કૉંક્રીટ સ્લીપર્સ અને અન્ય માળખાંમાં થાય છે. પ્લાસ્ટરિંગ અને કૉંક્રીટના પ્રોજેક્ટ માટે કયા ગ્રેડનો સીમેન્ટ શ્રેષ્ઠ ગણાય છે, તે નિર્ધારિત કરવાની વાત આવે ત્યારે 43 ગ્રેડનો ઓપીસી તેની વધારાની મજબૂતાઈને કારણે સામગ્રીનો વેડફાટ કર્યા વગર પૂરતી મજબૂતાઈ પૂરી પાડે છે. તે તમામ હેતુઓ માટે ઉપયોગમાં લેવાતો એક ઉત્તમ ગ્રેડ છે, જેનો ઉપયોગ મોટાભાગના બિલ્ડિંગ પ્રોજેક્ટમાં લેવામાં આવે છે.

 

 

3) ઓપીસી 53 ગ્રેડનો સીમેન્ટ

સ્લેબના બાંધકામ માટે સીમેન્ટનો ગ્રેડ નિર્ધારિત કરતી વખતે ઓપીસી 53 ગ્રેડનો સીમેન્ટ એક ઉત્તમ વિકલ્પ તરીકે ઉભરી આવ્યો છે. ક્યુરિંગના 28 દિવસ બાદ 53-ગ્રેડનો ઓપીસી સીમેન્ટ 53 MPaનું ઊંચું દાબકબળ ધરાવે છે. વહેલીતકે વધારે મજબૂતાઈ હાંસલ કરવાની તેની ક્ષમતાને કારણે તેનો ઉપયોગ ફૉમવર્કને ઝડપથી દૂર કરવાની જરૂરિયાત ધરાવતા બિલ્ડિંગના પ્રોજેક્ટ માટે થાય છે. તેના પરિણામે બાંધકામમાં લાગતા સમય અને ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. સીમેન્ટના વિવિધ ગ્રેડ્સમાંથી આ સીમેન્ટનો ઉપયોગ ઔદ્યોગિક માળખાં, પુલ, બહુમાળી બિલ્ડિંગો અને ફાઉન્ડેશનો જેવા હેવી-ડ્યુટી કૉંક્રીટના બાંધકામોમાં થાય છે. તેની વધારે મજબૂતાઈ અને કાર્યક્ષમતાને કારણે ઘણીવાર તેનો ઉપયોગ કૉંક્રીટના રનવે અને રસ્તાઓમાં થાય છે.

 

વધુમાં 53 ગ્રેડના ઓપીસી સીમેન્ટની વધારે મજબૂતાઈ માળખાંમાં ભંગાણ પડવાની શક્યતા ઘટાડી જાય છે. તે જળાશયો અને ડેમ જેવા પાણીનો સંગ્રહ કરનારા માળખાંઓમાં ઝમણ થતું અટકાવે છે. સીમેન્ટમાં રહેલા બારીક કણોને વધુ સઘન કૉંક્રીટ મેટ્રિક્સમાં પરિણમે છે અને સપાટીને મુલાયમ ફિનિશ પ્રાપ્ત થાય છે. જોકે, અહીં એ બાબત ધ્યાનમાં રાખવી જોઇએ કે તેનો ઝડપી સેટ થઈ જવાનો ગુણ તેને કેટલાક પરિદ્રશ્યોમાં ઓછો ઉપયોગી બનાવી દે છે.

 

 

4) પોર્ટલેન્ડ પોઝોલેના સીમેન્ટ ગ્રેડનો સીમેન્ટ

પોર્ટલેન્ડ પોઝોલેના સીમેન્ટ (પીપીસી) એ બેઝ ઓપીસી તથા ફ્લાય એશ અને કેલસાઇન્ડ ક્લે જેવી પોઝોલેનિક સામગ્રીઓનું બહુમુખી મિશ્રણ છે. આ વિશિષ્ટ પ્રકારનું સંયોજન સીમેન્ટની મજબૂતાઈ અને ટકાઉપણું બંને વધારે છે. પીપીસી પાણી અને સલ્ફેટની ખવાણની અસરો સામે ખૂબ સારો પ્રતિરોધ દર્શાવે છે, જે તેને પડકારજનક વાતાવરણ માટે ઉત્તમ વિકલ્પ બનાવે છે. તે કૉંક્રીટના ફિનિશિંગને સુધારવાની સાથે-સાથે ગળતર અને તિરાડોની શક્યતાઓને પણ નોંધપાત્ર ઘટાડી દે છે. આ સિવાય, તે વિવિધ પ્રકારના રસાયણોની સાથે ખૂબ જ સુસંગત પણ છે.

 

પીપીસી રીએન્ફોર્સ્ડ કૉંક્રીટ બિલ્ડિંગ, પ્રીકાસ્ટ કૉંક્રીટ અને સમુદ્રી સ્થાપત્યો માટે અનુકૂળ છે. તેનો ઉપયોગ ફાઉન્ડેશનો, દિવાલો, રીટેઇનિંગ વૉલ, સીવર્સ, ડેમ અને પાણી સંબંધિત અન્ય માળખાંમાં થાય છે. પીપીસી કૉંક્રીટમાંથી બનાવેલા બિલ્ડિંગની આવરદા અને ઉપયોગિતાને વધારે છે.

 

 

5) પોર્ટલેન્ડ સ્લેગ સીમેન્ટ ગ્રેડનો સીમેન્ટ

પોર્ટલેન્ડ સ્લેગ સીમેન્ટ (પીએસસી)ને ગ્રેન્યુલેટેડ બ્લાસ્ટ ફર્નેસ સ્લેગની સાથે ઓપીસી ક્લિન્કરનું મિશ્રણ કરીને બનાવવામાં આવે છે, જે મજબૂતાઈ, ટકાઉપણા અને ઉપયોગિતાના સંદર્ભમાં સીમેન્ટની ક્ષમતાઓને વધારનારી પ્રક્રિયા છે. પીએસસીનો એક નોંધપાત્ર ફાયદો તેની હાઇડ્રેશનની ઘટેલી હીટ છે, જે મોટા પાયા પર કૉંક્રીટને ભરવાની કામગીરીને શક્ય બનાવે છે.

 

સીમેન્ટના વિવિધ ગ્રેડ્સમાંથી પીએસસીનો ઉપયોગ રસ્તાઓ, પુલો, સાંકડાં ટાવરો, પેવમેન્ટ અને સમુદ્રી બાંધકામો સહિત મોટા પાયાના કૉંક્રીટના બાંધકામ પ્રોજેક્ટોમાં થાય છે. જેમાં ગરમીને ઘટાડવાનું ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેવા પ્રોજેક્ટ્સમાં પીએસસી ફાઉન્ડેશન માટેનો પસંદગીનો વિકલ્પ છે. સલ્ફેટના હુમલાઓનો પ્રતિકાર કરવાની તેની ઉત્તમ ક્ષમતા તેને દરિયાકાંઠાના વાતાવરણ માટે ખૂબ જ અનુકૂળ બનાવે છે. આથી વિશેષ, પીએસસીનું બારીક ટેક્સચર કૉંક્રીટના વધેલા ટકાઉપણા અને મજબૂતાઈમાં નોંધપાત્ર યોગદાન આપે છે. છિદ્રાળુતા ઘટાડીને તે પાણીને ભેદવા સામેના કૉંક્રીટના પ્રતિરોધને વધારે છે. પીએસસીના ઓછી ઉષ્માના ગુણો અને ભંગાણ ઓછા પડવાના લક્ષણો તેને ભૂકંપ પ્રતિરોધી માળખાંઓમાં પણ ખૂબ જ મૂલ્યવાન અસ્કયામત બનાવે છે, જે આખરે કૉંક્રીટના બાંધકામની આવરદાને વધારે છે.

 

 

6) સુપર ગ્રેડનો સીમેન્ટ

સુપર ગ્રેડનો સીમેન્ટ અસાધારણ ઊંચું દાબકબળ ધરાવે છે, 60 મેગાપાસ્કલ્સથી પણ વધારે. સુપર ગ્રેડના સીમેન્ટનું ઉત્પાદન વિશિષ્ટ પ્રકારના ખનીજોના મિશ્રણની ડીઝાઇન પર આધાર રાખીને અલ્ટ્રાટૅક જેવા કેટલાક પસંદગીના ઉત્પાદનકર્તાઓ દ્વારા જ કરવામાં આવે છે. આ પ્રીમિયમ સીમેન્ટ વિશિષ્ટ પ્રકારના ખનીજોના મિશ્રણની ડીઝાઇનનું પરિણામ છે અને તેમાં વહેલીતકે ઊંચી મજબૂતાઈ હાંસલ કરનારા પોર્ટલેન્ડ સીમેન્ટને સામેલ કરવામાં આવે છે, જેનો ઘણીવાર ઉપયોગ ચઢિયાતી ગ્રાઇન્ડિંગ ટેકનિક વડે તેલના કુવામાં સીમેન્ટિંગ કરવા માટે થાય છે.

 

સુપર ગ્રેડ સીમેન્ટનો ઉપયોગ પરમાણુ પાવર પ્લાન્ટ, બહુમાળી ઇમારતો અને મહાકાય ડેમ જેવા પ્રતિષ્ઠિત અને વિશિષ્ટ પ્રકારના બાંધકામના પ્રોજેક્ટમાં થાય છે, જેના માટે માટે ખૂબ વધારે પ્રારંભિક અને અંતિમ મજબૂતાઈની જરૂર પડે છે.

 

 

ઉચ્ચ-ગુણવત્તાનો સીમેન્ટ ક્યાંથી ખરીદવો?

વાત જ્યારે શ્રેષ્ઠ ગુણવત્તાના સીમેન્ટને ખરીદવાની હોય અને કયા ગ્રેડનો સીમેન્ટ શ્રેષ્ઠ છે, તેનું મૂલ્યાંકન કરવાની હોય ત્યારે અલ્ટ્રાટૅક સીમેન્ટ એ ઉત્તમ વિકલ્પ છે. સીમેન્ટના ગ્રેડની વ્યાપક રેન્જ ધરાવતા અમારા ઉત્પાદનો બાંધકામની વિવિધ જરૂરિયાતોને પૂરી કરે છે. તમે ભારતમાં ઘરનું બાંધકામ કરવા માટે સીમેન્ટનો કયો ગ્રેડ શ્રેષ્ઠ છે તે શોધી રહ્યાં હો કે તમારા પ્રોજેક્ટને કયો ગ્રેડ શ્રેષ્ઠ રીતે અનુકૂળ આવે છે, તે જાણવા માંગતા હો તો, અલ્ટ્રાટૅક ઉચ્ચ-ગુણવત્તાના ઉત્પાદનોની વૈવિધ્યપૂર્ણ રેન્જ પૂરી પાડે છે, જે તેને તમારા બાંધકામની માંગોને પૂરી કરવા માટેનો એક વિશ્વસનીય સ્રોત છે.આખરે ઉપસંહારમાં એમ કહી શકાય કે, સીમેન્ટના વિવિધ ગ્રેડ અને તેની કામગીરીની ઊંડી સમજણ કેળવવી એ કોઈ પણ કન્સ્ટ્રક્શન ઉત્સાહી કે પ્રોફેશનલ માટે જરૂરી છે. અનેકવિધ રીતે ઉપયોગી 43-ગ્રેડથી માંડીને 53 ગ્રેડના મજબૂત સીમેન્ટ સુધી પ્રત્યેક સીમેન્ટ તેમની વિશિષ્ટ પ્રકારની મજબૂતાઈ અને હેતુઓ ધરાવે છે, જે એ વાતની ખાતરી કરે છે કે તે બાંધકામના દરેક પ્રોજેક્ટ માટે અનુકૂળ વિકલ્પ સાબિત થાય. સીમેન્ટનો યોગ્ય ગ્રેડ પસંદ કરીને તમે તમારા બિલ્ડિંગની માળખાગત અખંડિતતાને તો વધારી જ શકો છે પણ તેની સાથે-સાથે તમે બાંધકામમાં લાગતા સમય અને ખર્ચને ઘટાડી પણ શકો છો.સંબંધિત લેખો

ભલામણ કરેલ વિડિઓઝ
મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....