નિર્માણકાર્યમાં ઉત્કૃષ્ટતા

એફ્કોન્સે ઉત્તર કોચીમાં વલ્લરપદમ દ્વીપને ઈદાપ્પલ્લી સાથે જોડતા 4.62 કિમી લાંબા ભારતના સૌથી લાંબા રેલ પુલનું નિર્માણ કરવાનું ગૌરવ હાંસલ કર્યું છે. આ પ્રોજેક્ટ રેલ વિકાસ નિગમ લિમિટેડ (આરવીએનએલ) માટે હાથ ધરવામાં આવ્યો હતો અને 27 મહિનામાં પૂર્ણ થયો હતો, જે રાષ્ટ્રીય રેકોર્ડ છે. તેની ડિઝાઈન આરવીએનએલની પોતાની છે તેમ છતાં પણ કંપનીએ તેમાં સુધારો કરવામાં પોતાની નિપુણતાનો ઉપયોગ કર્યો હતો, જેનાથી તે ઈન-હાઉસ પ્રોજેક્ટ બની ગયો હતો.

આ પુલનું નિર્માણ અત્યાધુનિક ઉપકરણ અને નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને શક્ય બને તેટલા ટૂંકા ગાળામાં કરવામાં આવ્યું હતું, જેમ કે 2.1 કિમી લંબાઈ સુધી પંપિગ કરીને કોન્ક્રિટ મૂકવામાં આવ્યું હતું, જે અન્ય એક રાષ્ટ્રીય રેકોર્ડ છે. પુલના ગર્ડરોને એક મહિનામાં લગભગ 500 મીટરની વિક્રમજનક ઝડપે અત્યાધુનિક ગર્ડર લોન્ચરની મદદથી સ્થાપિત કરવામાં આવ્યા હતા. એનઆરએસ મલેશિયાથી આ ટેકનોલોજીની રીતે આધુનિક લોન્ચિંગ ટ્રસની રજૂઆત ઉત્કૃષ્ઠ પ્રોજેક્ટ ડિલિવરીનાં ક્ષેત્રમાં અન્ય એક શ્રેષ્ઠ નવીનતા છે. આ પુલ પાઈલ ફાઉન્ડેશન્સની ઉપર પિઅર્સ (સ્તંભો) પર સ્થિર કરવામાં આવેલા 134 પ્રિ-કાસ્ટ ગર્ડર્સ ધરાવે છે.

કંપનીએ કોન્ટ્રાક્ટની અવધિ દરમિયાન આકરી સુરક્ષા, આરોગ્ય અને પર્યાવરણીય પ્રણાલી અને પ્રક્રિયાઓને જાળવી હતી. આ સાઈટ ખાતે જાળવવામાં આવેલા સુરક્ષાના ધોરણો આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે તુલનાત્મક હતા અને આ પ્રોજેક્ટ શૂન્ય મૃતકોના રેકોર્ડ સાથે પૂર્ણ થયો હતો.

આ પ્રોજેક્ટ માટે આફ્કોન્સે ઈન્ડિયન કોન્ક્રિટ ઈન્સ્ટિટ્યુટ તરફથી ‘બેસ્ટ પ્રિ-સ્ટ્રેસિંગ સ્ટ્રક્ચર ફોર ધ યર 2010’, ડીએન્ડબી એક્સિસ બેંક ઈન્ફ્રા એવોર્ડ 2011માં ‘રેલવે કેટેગરીમાં શ્રેષ્ઠ પ્રોજેક્ટ’ અને સીએનબીસી નેટવર્ક 18 દ્વારા ‘સીએનબીસી ટીવી 18 એસ્સાર સ્ટીલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એક્સેલેન્સ એવોર્ડ 2011’નો પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો.

0.5 લાખ એમટી અલ્ટ્રાટેક સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો

અન્ય પ્રોજેક્ટ્સ

બેંગલુરુ મેટ્રો રેલ
કોસ્ટલ ગુજરાત પાવર
એલિવેટેડ એક્સપ્રેસ હાઇવે

Get Answer to
your Queries

Enter a valid name
Enter a valid number
Enter a valid pincode
Select a valid category
Enter a valid sub category
Please check this box to proceed further
LOADING...