તમારું ઘર તમારા અને તમારા પરિવાર માટે એક આશ્રય જ નહીં પરંતુ તેના કરતાં કૈંક વિશેષ છે. તે તમારું સલામત આશ્રયસ્થાન છે. તે આરામદાયક સગવડ તરીકે કામ કરે છે અને કુદરતી તત્વોથી તમારું રક્ષણ કરે છે. તે કારણે જ, તમે મકાન બનાવવા માટે પુષ્કળ સમય, પૈસા અને શક્તિનું રોકાણ કરો છો જે આવનારી અનેક પેઢીઓ સુધી ટકી શકે.
ભેજ થવા માટે કોઈ એક પણ કારણ નથી હોતું, પરંતુ સાવચેતીમાં એક પણ કસૂરથી તે થઈ શકે છે , અને તમારા મકાનના માળખાની મજબૂતાઈ સામે જોખમ ઊભું કરે છે. ભેજ માટેના કેટલાક મુખ્ય કારણો અહી આપેલ છે:
છત સ્ત્રાવ ત્યારે થાય છે જ્યારે અયોગ્ય ઢાળ અથવા વરસાદના પાણીના પાઈપો ભરાઈ જવાને કારણે છત પર વરસાદનું પાણી એકઠું થાય છે. નબળી ગુણવત્તાવાળું કોંક્રિટ આ સમસ્યામાં વધુ ઉમેરો કરે છે. સમય જતાં, આ સ્થિર પાણી કોંક્રિટમાં પ્રવેશ કરે છે, જેનાથી અંદર નાખેલ સ્ટીલમાં કાટ ચઢે છે અને અંદર ભીનાશમાં પરિણમે છે. પરિણામે, આનાથી કોંક્રિટનું વિઘટન થશે. આ સમસ્યાથી બચવા માટે, સ્લેબ નાખતી વખતે ખૂબ કાળજી લેવી જોઈએ અને વરસાદના પાણીના પાઈપો દ્વારા પાણીનો પ્રવાહ સુગમ થાય તે માટે પૂરતો ઢાળ જાળવવો જોઈએ. છત સ્ત્રાવ (સ્લેબ લિક) કોઈપણ ઘરમાં થઈ શકે છે, તેથી જ તમારા ઘરને જળ-પ્રતિરોધક બનાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
લાંબા ગાળે તમારા ઘરને પાણીના ઝમણ (સિપેજ) થી બચાવવા માટેનો ઉત્તમ ઉપાય એ વોટરપ્રૂફિંગ છે. કોંક્રિટ વોટરપ્રૂફિંગમાં કોંક્રિટને વોટરપ્રૂફિંગ સામગ્રી (મટીરીયલ્સ) થી આવરણ (કોટિંગ) કરવામાં આવે છે જે પાણી અને ભેજને દિવાલો, છત, ફ્લોર વગેરેમાંથી ઝમતા રોકે છે. વોટરપ્રૂફિંગ કેમ મહત્વનું છે તે સમજવા માટે, ચાલો જોઈએ કે પાણીનું ઝમવું ખરેખર અનિચ્છનીય કેમ છે:
કોંક્રિટ વોટર પ્રૂફિંગ તમારા ઘરના તેવા વિસ્તારોમાં નિર્ણાયક છે જે પૂરથી ભરાઈ જવાની શક્યતા ધરાવતા હોય અથવા વારંવાર પાણીના સંપર્કમાં આવતા હોય. આમાં બાથરૂમ અને રસોડું અથવા એવા વિસ્તારો જે વાતાવરણ સામે ખુલ્લા હોય જેમ કે છત, બાલ્કની, બાહ્ય દિવાલો, ભોંયરાઓ અને જ્યાં પાણી સંગ્રહિત કર્વમાં આવતું હોય તેનો સમાવેશ થાય છે.
આજે ઘણા પ્રકારના વોટરપ્રૂફિંગ ઉકેલો (સોલ્યુશન્સ) ઉપલબ્ધ છે. તમારા ઘર માટે શ્રેષ્ઠ ઉપાય શોધવા માટે તમારા વોટરપ્રૂફિંગ કોન્ટ્રાક્ટર સાથે વાત કરવાનો પ્રયાસ કરો.
એક લોકપ્રિય ઉપાય અલ્ટ્રાટેક સીલ અને ડ્રાય છે - તમારા ઘરના જુદા જુદા વિસ્તારો માટે ખાસ બનાવેલા વોટર પ્રૂફિંગ એજન્ટોની શ્રેણી. તે પ્લાસ્ટર, સિમેન્ટ-રેતી મિશ્રણ (મોર્ટાર) અને કોંક્રિટના પાણી પ્રતિરોધક ગુણધર્મોને સુધારવા માટે અને તે રીતે તમારા ઘરને વધુ સારું બનાવવા માટે રચવામાં આવેલ છે. ચાલો તમારા બિલ્ડિંગમાં ભીનાશ અટકાવવા માટેની કેટલીક રીતો જોઈએ:
ઘરના નિર્માણ અંગેની આવી વધુ ટીપ્સ માટે, અલ્ટ્રાટેક સિમેન્ટ અલ્ટ્રાટેક સિમેન્ટ દ્વારા #વાત ઘરની છે પર જાઓ
તમારા પ્રશ્નોના જવાબ મેળવો