એક ટાઈટલ ડીડ અને તેનું મહત્વ

વાત જ્યારે જમીન કે મિલકતની આવે ત્યારે ટેકનિકલ દસ્તાવેજોનું મૂળભૂત જ્ઞાન હોવું જરૂરી છે, જેથી ખરીદીની પ્રક્રિયાને નિર્વિઘ્નપણ પાર પાડી શકાય.

 
 

 

1
ટાઇટલ (માલિકીહક) એ કોઈ જમીન કે મિલકત ખરીદવા માટેનો કાયદાકીય હક છે અને ડીડ (પત્ર) એ તેની માલિકીના વ્યક્તિના અધિકારને પ્રમાણિત કરે છે. ખરીદનાર અને વેચનાર એક કરાર પર પહોંચે તે પછી ખરીદનારી વ્યક્તિ આ મિલકતની નોંધણી કરાવીને કથિત મિલકત પર તેની સત્તાવાર રીતે કાયદાકીય માલિકી મેળવે છે. વેચાણખતનો દસ્તાવેજ આ બાબતને દર્શાવે છે.
2
ભારતના રજિસ્ટ્રેશન એક્ટ, 1908 મુજબ, વેચાણખતની નોંધણી કરાવવી જરૂરી છે, જેથી કરીને માલિકના નામે મિલકતનું ટ્રાન્સફર કાયદાકીય પુરાવા તરીકે રેકોર્ડમાં રહી શકે. એકવાર કોર્ટમાં આ દસ્તાવેજોનું પ્રમાણિકરણ થઈ જાય તે પછી વેચાણખત માલિક હકપત્ર બની જાય છે, જેના પરિણામે આ બે શબ્દ એકબીજા માટે ઉપયોગમાં લઈ શકાય છે.
3
નવું ઘર બાંધવા માટે જ્યારે જમીનનો ઉપયોગ કરી રહ્યાં હો, ત્યારે વેચાણકર્તાએ તે મિલકત પર તેના માલિકીના અધિકારને સાબિત કરવા માટે ઓરિજિનલ દસ્તાવેજો રજૂ કરવા જોઇએ.
સંપત્તિ પરના દાવાને સરળતાથી સમર્થન આપવામાં તેનાથી મદદ
મળી રહે છે, ખાસ કરીને કૃષિ સંબંધિત મિલકતમાં. તે વડીલો
પાર્જિત મિલકતના દાવાઓમાં માલિકીની સંપૂર્ણ શ્રૃંખલાનો
પણ દાવો કરે છે.
4
બેંકની લૉન મેળવવા માટે માલિકી હકપત્રની જરૂર પડે છે.
જમીન ખરીદ્યાં બાદ તમારે ઘરનું બાંધકામ
કરવા માટે લૉનની જરૂર હોય તો, આ માલિકીનો
દસ્તાવેજ કથિત જમીનના સંપત્તિના અધિકારનો
પુરાવો પૂરો પાડે છે. બેંક તમારા પ્લૉટની માલિકીને
ટ્રાન્સફર કરવા અને જો તમે લૉન પરત ન ચૂકવો તો
બાકી નાણાંને વસૂલવા માટે આ દસ્તાવેજનો ઉપયોગ કરી શકે છે.
 



આથી આ તમામ કારણોસર, જ્યારે તમે પ્લોટ ખરીદવા જઈ રહ્યાં હો ત્યારે માલિકી હકપત્ર મેળવી લેવો અને તમારી પ્રોપર્ટીનું ટાઇટલ ક્લીયર કરાવી લેવું એ તમારી પ્રાથમિકતા હોવી જોઇએ.

ઘર બનાવવા માટે જરૂરી કાયદાકીય દસ્તાવેજો વિશે વધુ જાણવા માટે, અલ્ટ્રાટેક સિમેન્ટ પર #બાતઘરકી જુઓ.

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય નામ દાખલ કરો
માન્ય નંબર દાખલ કરો
માન્ય પિનકોડ દાખલ કરો
માન્ય શ્રેણી પસંદ કરો
માન્ય ઉપ શ્રેણી દાખલ કરો

આ ફોર્મ સબમિટ કરીને તમે અલ્ટ્રાટેક સિમેન્ટને તમારો સંપર્ક કરવાની અધિકૃતતા આપો છો.

આગળ વધવા કૃપા કરીને આ બોક્સ પર ટીક કરો