આરસીસી ફૂટિંગ્સ શું છે?

25 ઓગસ્ટ, 2020

તમારું ઘર આવનારા વર્ષો સુધી ખડતલ રહેવું જોઈએ કારણ કે તે તમારી આવનારી પેઢીઓને પણ રહેઠાણ પૂરું પાડશે. આ હાંસલ કરવા માટે, તેને મજબૂત પાયાની જરૂરરહે છે અને પાયાને મજબૂત બનાવવાની શ્રેષ્ઠ રીત એ આરસીસી ફુટિંગ્સ છે.

આરસીસી ફુટિંગ્સ શું છે?

તે રિઇન્ફોર્સ્ડ સિમેન્ટ કોંક્રિટ (આરસીસી) ફુટિંગ્સ છે, અને સ્ટીલ સ્ટીલના બનેલા છે જે કોંક્રિટ પાયાના મજબૂતીકરણનું કાર્ય કરે છે, જે ઘરનું સમગ્ર વજન ઉઠાવે છે. ફુટિંગ્સ એકંદર વજનને જમીન પર તબદીલ (ટ્રાન્સફર) કરે છે જેનાથી તમારા ઘરની સંરચના પર બોજ ઓછો રહે છે. રચનાની આવશ્યકતાઓને આધારે, ફુટિંગ્સ ક્યાં તો ટ્રેપેઝોઇડલ, બ્લોક અથવા સ્ટેપ-આકારના હોઈ શકે છે.

આરસીસી ફુટિંગ્સ ઇન્સ્ટોલ કરવા માટેનાં પગલાં શું છે?

  • ફુટિંગ ઇન્સ્ટોલ કરતા પહેલા, તેના માટે ખોદકામ કરાયેલ મેદાનનું રેમિંગ કરો. આ જમીનની તાકાત અને સ્થિરતામાં વધારો કરે છે.
  • તે પછી, વિસ્તારને 150 મીમી કોંક્રિટથી આવરી દો, એક સમથળ સપાટી બનાવો. આ તમને તમારા ફૂટિંગ માટે એક સાદી સપાટી આપશે.
  • રીઇન્ફોર્સમેંટ પાંજરાને લગાવતી વખતે, સુનિશ્ચિત કરો કે તેની ગોઠવણી યોગ્ય છે કે નહીં.
  • સિમેન્ટ સપાટી ઉપર સ્લરીનો એક સ્તર લગાવ્યા પછી તેમાં કોંક્રિટ રેડો. સુનિશ્ચિત કરો કે વપરાયેલી કોંક્રિટની માત્રા પાયાના કદ પર આધારિત હોય, અને શટરિંગ કરવાનું ભૂલશો નહીં.
  • છેલ્લું પણ ઓછું મહત્વનુ નહીં, એકવાર ફુટિંગ સેટ થઈ જાય પછી ક્યુરિંગ કરવાનું ભૂલશો નહીં. તે વ્યાપક તાકાત બનાવવા માટે જરૂરી છે..

તમારા ઘર માટે આરસીસી ફુટિંગ્સ યોગ્ય રીતે ઇન્સ્ટોલ કરેલા છે તે સુનિશ્ચિત કરવા માટે આ માર્ગદર્શિકાઓનું પાલન કરો.


સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય નામ દાખલ કરો
માન્ય નંબર દાખલ કરો
માન્ય પિનકોડ દાખલ કરો
માન્ય શ્રેણી પસંદ કરો
માન્ય ઉપ શ્રેણી દાખલ કરો

આ ફોર્મ સબમિટ કરીને તમે અલ્ટ્રાટેક સિમેન્ટને તમારો સંપર્ક કરવાની અધિકૃતતા આપો છો.

આગળ વધવા કૃપા કરીને આ બોક્સ પર ટીક કરો