Stages of Building New Home Stages of Building New Home

મકાન બાંધકામના તબક્કા

તમારા ઘરનું નિર્માણ એ તમારા જીવનનો સૌથી મોટો નિર્ણય છે. તમારું ઘર તમારી ઓળખ છે. તેથી જ તે નિર્ણાયક છે કે તમે જાણો છો કે તમારા ઘરના બાંધકામના દરેક પગલા પર શું કરવાનું છે. તમારી ઘર બનાવવાની સફરના વિવિધ તબક્કાઓ જાણવાનું મહત્વપૂર્ણ છે, જેથી તમે તમારા નવા મકાનના બાંધકામનું આયોજન કરી અને તેના પર નજર રાખી શકો.

તમારા ઘરના નિર્માણનું આયોજન માત્ર તમને અને અંદાજિત બજેટને જ મદદરૂપ નથી થતું, પણ ખર્ચાળ ભૂલોથી પણ અટકાવે છે. જ્યારે તમે તમારા ઘરના બાંધકામનું આયોજન બરાબર કરો છો, ત્યારે તમે સામગ્રીની ગુણવત્તા, આંતરિક કામો માટેનું બજેટ નક્કી કરી શકો છો અને દરેક તબક્કા માટે જરૂરી નાણાં પ્રવાહ (કેશફ્લો) ગોઠવી શકો છો.

સદભાગ્યે તમારા માટે, ભારતની નંબર 1 સિમેન્ટ અહીં તમારા ઘરના બાંધકામ વિશે વધુ જાણવામાં મદદરૂપ થવા માટે છે. દરેક તબક્કે ટિપ્સ અને નિષ્ણાતની સલાહથી આયોજન પૂર્ણ કરવાથી લઈને અંત સુધી, તમે તમારું મકાન બનાવવા માટે તૈયાર થઈ શકો છો.

વધુ સારું બાંધકામ કરવામાં તમને મદદરૂપ થવા માટે,
અહીં ઘર નિર્માણના તબક્કાઓ આપેલ છે:

1

સાઇટ તૈયાર કરવી અને
પાયો નાખવો

1

સાઇટ તૈયાર કરવી અને
પાયો નાખવો

તમારું ઘર બનાવવાનું પ્રથમ પગલું છે એક મજબૂત અને નક્કર પાયો નાખવાનું. પ્રથમ, સ્થળને ખડકો અને કાટમાળથી સાફ કરવામાં આવે છે. ખોદકામ શરૂ કરતા પહેલા, સ્થળ પર જળ પરીક્ષણ કરાવો અને સુનિશ્ચિત ખાતરી કરો કે લેઆઉટનાં નિશાનો નકશા મુજબ છે. તમારી બાંધકામ ટીમ સ્થળને સમથળ બનાવશે અને પાયો નાખવા માટે ખાડા ખોદશે.

એકવાર કોંક્રિટ રેડવામાં આવે તે પછી, તેને સ્થાયી થઈ જવા અને સંપૂર્ણપણે જામી જવા છોડી દેવું જોઈએ જામી ગયા (ક્યોરિંગ) પછી, વોટરપ્રૂફિંગ અને ઊધઈ-વિરોધી સારવાર કરવા ઉત્તમ છે. અલ્ટ્રાટેક આઇએલડબલ્યુ+ ભેજ-પ્રૂફ આવરણ પૂરું પાડવા માટે આદર્શ છે. તે પછી, તમારી ટીમે કાદવ સાથે પાયાની દિવાલોની આસપાસના વિસ્તારમાં ભરાઈ (બેકફિલ) કરવી જોઈએ.

2

માળખું બનાવવું

2

માળખું બનાવવું

એકવાર પાયો તૈયાર થઈ ગયા પછી, આગળનું પગલું ઘરનું માળખું બનાવવાનું છે. આમાં બારીઓ અને દરવાજા માટેના બારસાખ (ફ્રેમ્સ) ની સાથે પ્લીન્થ્સ, બીમ, કૉલમ, દિવાલો, છતનું કામ સામેલ છે. ઓરડાઓ વચ્ચેની દીવાલો ચણવામાં આવે છે, જે બતાવશે કે તમારું નવું બનાવેલું ઘર કેવું દેખાશે. ઘરની આજુબાજુ બીમ અને કોલમની નોંધ બનાવો, કારણ કે તે મોટાભાગના બંધારણનો બોજ ઉઠાવે છે. આ બાંધકામનો સૌથી મહત્વપૂર્ણ તબક્કો છે કારણ કે આ તમારા ઘરની મજબૂતી અને બંધારણ આનાથી નિર્ધારિત થાય છે. તેથી તમારા નવા ઘરના નિર્માણ માટે દેખરેખ રાખવી નિર્ણાયક છે.

3

પ્લમ્બિંગ અને વાયરિંગ

3

પ્લમ્બિંગ અને વાયરિંગ

તમારા ઘરનું કોંક્રિટ માળખું તૈયાર થઈ ગયા પછી, તમે પ્લમ્બિંગ અને ઇલેક્ટ્રિકલ સિસ્ટમ્સ લગાવવાની શરૂઆત કરી શકો છો. સુનિશ્ચિત કરો કે રહેવા જાઓ પછી તમે ઇલેક્ટ્રિકલ બોર્ડ અને સ્વીચો અનિયંત્રઇત રીતે હાથવગી હોય તે રીતે લગાવવામાં આવે. દૂષિત ન થાય તે માટે પાણીની પાઈપોની નીચે ગટરની પાઈપો હોવી જોઈએ. છુપાવેલ વિદ્યુત કાર્ય માટે, પ્લાસ્ટર પહેલાં દિવાલોની અંદર વાયર પાઇપવાળી પીવીસી નળી ગોઠવવામાં આવે છે. આ સૌંદર્યની દ્રષ્ટિએ આકર્ષક નથી, પણ વાયરોને ભેજ, તાપમાન અને ઉંદરો જેવા તત્વોથી સુરક્ષિત કરે છે. એકવાર આ થઈ જાય, પછી દિવાલોને પ્લાસ્ટર થઈ ગઈકર્વમાં આવે છે.

4

દરવાજા અને
બારીઓ લગાવવી

4

દરવાજા અને
બારીઓ લગાવવી

એક વાર દિવાલો પર આખરી પ્લાસ્ટર થઈ ગયા પછી, બારીઓ અને દરવાજા લગાવવાની જરૂર પડશે. બારીઓ અને દરવાજા ઇન્સ્યુલેશન અને હવાની મુક્ત અવરજવર (વેન્ટિલેશન) પૂરા પાડે છે, તેથી તમારા કોન્ટ્રાક્ટરને યોગ્ય સામગ્રીના ઉપયોગ કરવા વિષે કહો.

5

આખરી ઑપ

5

આખરી ઑપ

છેલ્લે, તમારી બાંધકામ ટીમ ટાઇલ્સ લગાવે છે, ઇલેક્ટ્રિકલ બોર્ડ, કેબિનેટ્સ, રસોડું કાઉન્ટર ટોપ્સ વગેરે લગાવશે કરશે. તમારા ઘરના અંતિમ ઓપ વિશે તમારા પરિવારના સભ્યો સાથે ચર્ચા-મસલત કરો. યાદ રાખો કે ઘરના બાંધકામના દરેક તબક્કા તમારા નિયંત્રણમાં હોય જેની ખાતરી કરવા માટે તેના પર દેખરેખ રાખવી એ મુખ્ય ચાવી છે.

આદર્શ રીતે, તમારે કામની પ્રગતિ અને માલ-સામગ્રીનો સ્ટોક લેવા માટે દરરોજ સાઇટની મુલાકાત લેવી જોઈએ. જો તમને તમારા નવા ઘરના નિર્માણના કોઈપણ તબક્કે સહાયની જરૂર હોય, તો તમે નિષ્ણાતની સલાહ માટે અથવા નજીકમાં મકાન સામગ્રીને શોધવા માટે તમારા નજીકના અલ્ટ્રાટેક બિલ્ડિંગ સોલ્યુશન્સ સ્ટોરની મુલાકાત લઈ શકો છો.

વધુ ઘર બનાવવાની ટીપ્સ અને સલાહ માટે અલ્ટ્રાટેક સિમેન્ટ દ્વારા #વાત ઘરની છે પર સંપર્કમાં રહો

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય નામ દાખલ કરો
માન્ય નંબર દાખલ કરો
માન્ય પિનકોડ દાખલ કરો
માન્ય શ્રેણી પસંદ કરો
માન્ય ઉપ શ્રેણી દાખલ કરો

આ ફોર્મ સબમિટ કરીને તમે અલ્ટ્રાટેક સિમેન્ટને તમારો સંપર્ક કરવાની અધિકૃતતા આપો છો.

આગળ વધવા કૃપા કરીને આ બોક્સ પર ટીક કરો