શેર કરો:
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અમારા ઉત્પાદનો
ઉપયોગી સાધનો
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અલ્ટ્રાટૅક બિલ્ડિંગ ઉત્પાદનો
શેર કરો:
કન્સિલ્ડ વાયરિંગમાં સ્વચ્છ અને સુરક્ષિત દેખાય એ માટે ઇલેક્ટ્રિકલ વાયરને દીવાલો, છત અથવા ફ્લોરની અંદર છુપાવવાના હોય છે.
તે ડેમેજ સામે વધારાનું પ્રોટેક્શન આપે છે, એક્સીડેન્ટનું રિસ્ક ઘટાડે છે અને લાંબા ગાળાની ડ્યુરેબિલીટી સુનિશ્ચિત કરે છે.
સારી રીતે આયોજિત ઇલેક્ટ્રિકલ લેઆઉટ ઇન્સ્ટોલેશન પછીની ખર્ચાળ સમસ્યાઓ અટકાવે છે.
કન્સિલ્ડ વાયરિંગ એ તમારા ઘરની દીવાલો, છત અથવા ફ્લોરની અંદર ઇલેક્ટ્રિકલ કેબલ અને વાયરને છુપાવવાની કામગીરી છે. આનાથી બહાર દેખાતા વાયરને દૂર કરીને સ્વચ્છ, વધુ સારો દેખાવ આપે છે. તે સેફટી પણ વધારે છે, કારણ કે વાયર ફિઝિકલ ડેમેજના ઓછા સંપર્કમાં હોય છે અને પર્યાવરણીય પરિબળોથી સુરક્ષિત હોય છે. કન્સિલ્ડ વાયરિંગનો ઉપયોગ આધુનિક ઘરો અને ઇમારતોમાં ચોખ્ખો અને વ્યવસ્થિત દેખાવ જાળવવા માટે થાય છે જ્યારે ટકાઉ અને લાંબા સમય સુધી ચાલતું ઇલેક્ટ્રિકલ સેટઅપ સુનિશ્ચિત કરે છે.
આગળ વાંચો: તમારા ઘર માટે જરૂરી ઇલેક્ટ્રિકલ વાયરિંગની ટિપ્સ
કન્સિલ્ડ વાયરિંગ, એકવાર ઇન્સ્ટોલ થઈ ગયા પછી, જો તમારી બધી જરૂરિયાતોને પુરી થતી ન હોય તો પાછળથી ખર્ચાળ રીપેરીંગ તરફ દોરી શકે છે. તેથી, સુરક્ષિત અને કાર્યક્ષમ ઇલેક્ટ્રિકલ સેટઅપ સુનિશ્ચિત કરવા માટે કન્સિલ્ડ વાયરિંગના ઇન્સ્ટોલેશન પહેલાં, પછી અને દરમિયાનની તમામ મહત્વપૂર્ણ ટિપ્સ સમજવી મહત્વપૂર્ણ છે. નીચે જરૂરી ટિપ્સ આપેલી છે:
વાયરિંગ માટે સ્પષ્ટ પ્લાન સાથે વિગતવાર ઇલેક્ટ્રિકલ લેઆઉટ બનાવો. છેલ્લી ઘડીના ફેરફારો ટાળવા માટે સ્વીચો, આઉટલેટ્સ અને ઉપકરણો માટેના તમામ પોઈન્ટ્સને માર્ક કરો.
વાયરને નુકસાન, ભેજ અને જીવાતોથી બચાવવા માટે સારી ક્વૉલિટીવાળી PVC અથવા મેટલ કોન્ડ્યુટનો ઉપયોગ કરો. જ્યાં શક્ય હોય ત્યાં ફાયર-રેઝિસ્ટન્ટ મટીરીયલ વાપરો.
વાયરને નુકસાન થતું અટકાવવા માટે કોન્ડ્યુટ પાથમાં ઓછા વળાંકો રાખો. વધુ વળાંક વાયરને ખેંચી શકે છે અને સમય જતાં તૂટવાનું રિસ્ક વધારી શકે છે.
બાંધકામ દરમિયાન હલનચલન ટાળવા માટે કોન્ડ્યુટને દીવાલો અથવા છત સાથે મજબૂતીથી ઠીક કરો. આ મિસ-અલાઇન્મેન્ટને અટકાવે છે અને ચોખ્ખા ફિનિશિંગની ખાતરી કરે છે.
લોકલ ઇલેક્ટ્રિકલ કોડનું પાલન કરો અને ઇન્સ્ટોલેશન માટે લાઇસન્સ પ્રાપ્ત ઇલેક્ટ્રિશિયનને રાખો. સેફ્ટીનું પાલન કારવાથી માત્ર અકસ્માતોને જ નહીં પરંતુ કાયદાકીય સમસ્યાઓ પણ નથી થતી.
પ્લાસ્ટર અથવા પેનલ્સથી કોન્ડ્યુટને ઢાંકતા પહેલા, કોઈ ખામી નથી તેની ખાતરી કરવા માટે તમામ ઇલેક્ટ્રિકલ કનેક્શન્સને ટેસ્ટ કરો. સંપૂર્ણ તપાસ પાછળથી રીપેરીંગનો ખર્ચ બચાવી શકે છે.
આગળ વાંચો: ઘરમાં ઇલેક્ટ્રિકલ વાયરિંગના પ્રકાર
ફાયદા અને ગેરફાયદાને સમજવાથી તમને કન્સિલ્ડ વાયરિંગ સંબંધિત વધુ સચોટ નિર્ણય લેવામાં મદદ મળશે. કેટલાક સામાન્ય મુદ્દાઓ નીચે મુજબ છે:
આ માર્ગદર્શિકા કન્સિલ્ડ વાયરિંગ વિશે તમારે જાણવાની જરૂર હોય તેવી દરેક બાબતને આવરી લે છે, જેમાં તેની ઇન્સ્ટોલેશન પ્રક્રિયા, ફાયદા અને સંભવિત ખામીઓનો સમાવેશ થાય છે. સેફ અને લાંબા સમય સુધી ચાલતું ઇલેક્ટ્રિકલ સેટઅપ સુનિશ્ચિત કરવા માટે તમને જરુરી ટિપ્સ પણ મળશે. કન્સિલ્ડ વાયરિંગ ખર્ચાળ અને પાછળથી રીપેર કરવી મુશ્કેલ થઇ શકે છે, તેથી સાવચેતીપૂર્વક પ્લાન કરવું જરૂરી છે કારણ કે તમે તમારું ઘર ફક્ત એક જ વાર બનાવો છો.
સરફેસ વાયરિંગ બહારથી ઇન્સ્ટોલ કરવામાં આવે છે અને કેસિંગથી ઢંકાયેલું હોય છે, જ્યારે કન્સિલ્ડ વાયરિંગ દીવાલો અથવા છતની અંદર છુપાયેલું હોય છે, જેનાથી દેખાવ વધુ સ્વચ્છ લાગે છે.
ત્રણ મુખ્ય પ્રકારો ક્લીટ વાયરિંગ, કેસિંગ-કેપિંગ વાયરિંગ અને કોન્ડ્યુટ વાયરિંગ છે, જેમાં કન્સિલ્ડ વાયરિંગ કોન્ડ્યુટ શ્રેણી હેઠળ આવે છે.
તેનું ટકાઉપણું, સલામતી અને સારા દેખાવને કારણે દીવાલ પરનું કન્સિલ્ડ વાયરિંગ આધુનિક ઘરો માટે આદર્શ છે.
PVC અને મેટલ કોન્ડ્યુટ માટે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતું મટીરીયલ છે કારણ કે તે ટકાઉ, આગ-પ્રતિરોધક છે અને વાયરને ભેજ અને જીવાતોથી બચાવે છે.
કન્સિલ્ડ વાયરિંગ સારા દેખાવ અને સલામતી માટે વધુ સારું છે, જ્યારે ઓપન વાયરિંગ સરળ અને સસ્તું છે, જે તેને કામચલાઉ સેટઅપ માટે યોગ્ય બનાવે છે.