સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરોતમારા ઘરની બહારની દિવાલો માટે રંગ પસંદ કરવાના 10 સૂચનો

તમને જો તમારા ઘરની બહાર લગાવવા માટેના રંગને પસંદ કરવામાં મૂંઝવણ થઈ રહી હોય તો, આ લેખ ઘરની બહાર લગાવવાના રંગને પસંદ કરવાની કામગીરીને સરળ અને ઝડપી બનાવી દેશે.

Share:


આપણે મોટાભાગે ઘરના પરિસરમાં પ્રવેશનારી વ્યક્તિના દિમાગમાં એક કાયમી છાપ ઉભી કરવા માટે ઘરના ઇન્ટીરિયર્સ પર ધ્યાન કેન્દ્રીત કરતાં હોઇએ છીએ પણ આપણે એ બાબતને ધ્યાનમાં લેતા નથી કે મુલાકાતીઓના મનમાં તમારા ઘર અને તમારા વ્યક્તિત્વ બંનેની પ્રથમ છાપ તમારા ઘરનું એક્સટીરિયર જ ઉપસાવે છે. ઘરની બહારનો યોગ્ય રંગ પસંદ કરવો એ એક ભયાનક અને જબરદસ્ત અનુભવ હોઈ શકે છે, કારણ કે, જો તમારાથી ખોટો રંગ પસંદ થઈ જાય તો બની શકે કે, તમારા ઘરની બહારનો રંગ નિસ્તેજ અને નીરસ લાગે. જો તમે ઘરની બહારનો બોલ્ડ રંગ પસંદ કરો છો તો, તો તે વધારે પડતો જ ભપકાદાર અને આંખોને આંજી દેનારો લાગી શકે છે તથા તે આસપાસના વિસ્તારની સ્થાપત્યની બારીકાઈ અને ડીઝાઇનને અનુરૂપ લાગતો નથી. પણ જો તમે જાણતા હો કે પોતાના ઘર માટે બહારનો યોગ્ય રંગ અને બહારના રંગોનું શ્રેષ્ઠ સંયોજન કેવી રીતે પસંદ કરવું તો, તમારા ઘરની બહાર લગાવેલો રંગ તમારા ઘરની એકંદર સુંદરતાને ચાર ચાંદ લગાવી દેશે.ઘરની બહારની દિવાલો માટે રંગ પસંદ કરવાના સૂચનોઘરનું નિર્માણ કરવાની યાત્રાના વિવિધ તબક્કાઓમાંથી સૌથી રોમાંચક તબક્કો તમારા ઘર માટે રંગોને પસંદ કરવાનો છે. તમે જે રંગોને પસંદ કરો છો તે તમારા ઘરના આકર્ષક દેખાવને નિર્ધારિત કરે છે. વળી, ઘરની બહારના રંગોની પસંદગી અને ધારણાને પ્રભાવિત કરનારા ઘણાં પરિબળો છે. તો, અમે અહીં કેટલાક ધ્યાનમાં રાખવાના સૂચનો આપ્યાં છે, જેથી કરીને તમે તમારા ઘર માટે યોગ્ય રંગોને પસંદ કરી શકોઃ

 

 • 1. સંયોજનોઃ રંગો જેટલા ઓછા એટલા સારા:
  It’s important to remember that too many colours can end up looking too cluttered. It’s best to keep things simple and choose one or maybe two exterior colours for your home. You can also explore different shades of the same colour if you think things are looking a bit monotonous.

 • 2. રંગોની પસંદગી :
  વાત જ્યારે રંગોને પસંદ કરવાની આવે છે, ત્યારે આદર્શ રીતે જોવા જઇએ તો તમારે ઘણાં વિકલ્પો પર નજર નાંખી જવી જોઇએ. તમારે પ્રેરણા અને સંદર્ભોને પણ ધ્યાનમાં લો, જે તમને ગમતા રંગોની છણાવટ કરવામાં મદદરૂપ થશે અને ત્યારબાદ તેના સંયોજનો પર કામ કરો. જેની પર ધૂળ સરળતાથી જામી જાય તેવા ઘેરા અને કાળા રંગને ટાળો.

 • 3. પ્રકાશને ધ્યાન પર લોઃ
  તમે શેડ કાર્ડ પર જે રંગ અને શેડને પસંદ કરો છો, તે તમારા ઘરની બહારની દિવાલ પર લગાવ્યાં પછી તેની પર પડતા પ્રકાશની ગુણવત્તા અને પ્રકાર પર આધાર રાખીને તદ્દન અલગ લાગી શકે છે. દિવાલ પર આ રંગો અને શેડના થોડાં સેમ્પલ અજમાવી જોવાનું શ્રેષ્ઠ ગણાશે, જેથી કરીને દિવાલ પર લગાવ્યાં પછી આ રંગો કેવા લાગશે તેનો અંદાજ મળી શકે.

 • 4. આસપાસનો માહોલ પણ મહત્વનો છેઃ
  ઘરની બહારના રંગોને પસંદ કરતી વખતે તમારા ઘરનું સ્થળ અને તેની આસપાસ શું આવેલું છે, તે બાબતોને ધ્યાનમાં લેવી જોઇએ. તમે હંમેશા ઇચ્છો છો કે તમારું ઘર સૌથી અલગ તરી આવે પણ એ વાતની ખાતરી કરો કે તમે જ્યારે રંગોને પસંદ કરતાં હો ત્યારે તે તમારા ઘરની આસપાસના પરિવેશ અને બેકડ્રોપના માહોલ અને આબોહવાને અનુરૂપ હોય.

 •  5. રંગો સિવાયની બાબતોને પણ ધ્યાનમાં લોઃ
  તમારા ઘરની બહારના હિસ્સાને જીવંત બનાવવા માટે દરવાજા અને બારીઓ સિવાય ફર્નિશિંગ્સ, કલાકૃતિઓ અને પ્લાન્ટ્સનો પણ ઉપયોગ થઈ શકે. તેમાં ઉપયોગમાં લેવાતી સામગ્રી અને પ્રકાશની યોગ્ય રીતે પસંદગી કરો, જેથી તે તમારા ઘરની બહારના રંગોને બિલકુલ અનુરૂપ રહે. આ ઉપરાંત, ટ્રિમ્સ અને એસેન્ટના રંગો માટે યોગ્ય રંગસંયોજન પસંદ કરો.
 
 • 6. ટકાઉપણું :
  તમારા ઘરની બહાર લગાવેલા રંગની યોગ્ય જાળવણી થાય તે જોવાનું પણ એટલું જ મહત્વનું છે. પેઇન્ટને પસંદ કરતી વખતે તેનો રંગ કયો છે, તે ધ્યાનમાં લેવા ઉપરાંત તે ટકાઉ હોય અને તેની જાળવણી પાછળ ખાસ જહેમત ઉઠાવવી પડે તેમ ના હોય તેની ખાતરી કરો. સામાન્ય રીતે સાટિન અને એગશેલ પેઇન્ટ શ્રેષ્ઠ ટકાઉપણું ધરાવે છે અને તેને સરળતાથી સાફ પણ કરી શકાય છે. તે તમારા રંગોને સુંદર ફિનિશ પણ આપે છે.

 • 7. થીમઃ
  તમારા ઘર માટે બહારના રંગને કેવી રીતે પસંદ કરવો તે મૂંઝવણનો અંત લાવવા માટે તમારે પહેલાં તો તેની થીમ નક્કી કરવી પડશે. ઘરની બહારના રંગ માટેની થીમ નક્કી કરવાથી તમને ઘરની બહારની દિવાલો માટે યોગ્ય રંગ પસંદ કરવામાં તો મદદ મળી જ રહેશે પણ તેની સાથે-સાથે તે તમારા ઘરની સૌંદર્યની દ્રષ્ટિએ ખૂબ જ આકર્ષક પણ બનાવી દેશે.
 
 • 8. ઋતુઃ
  જો ઘરની બહારની દિવાલોના રંગને યોગ્ય ઋતુમાં લગાવવામાં આવે તો તેને પસંદ કરવાની કંટાળાજનક કામગીરી યોગ્ય રીતે થઈ શકે છે. જો ઉનાળાની ઋતુ દરમિયાન રંગકામ કરવામાં આવે તો ઘરની બહારની રંગની આવરદા વધી જાય છે. ઉનાળામાં રંગો રાતના તાપમાનમાં યોગ્ય રીતે સૂકાઈ જાય છે. જો તમે ચોમાસા કે શિયાળામાં રંગકામ કરાવો છો તો, તમારે બહારની દિવાલો પર રંગકામ કરવાની સમગ્ર પ્રક્રિયાનું વારંવાર પુનરાવર્તન કરવું પડી શકે છે.

 • 9. પરીક્ષણઃ
  તમે એકવાર બહારની દિવાલો માટે યોગ્ય રંગના કેટલાક વિકલ્પોને પસંદ કરી લો, તે પછી બહારની દિવાલો પર આ રંગોના સેમ્પલોના મોટા પટ્ટાઓ લગાવો. દિવસના અલગ-અલગ સમય દરમિયાન આ નમૂનાઓનું નિરીક્ષણ કરો. આ નમૂનાઓને સૂર્યપ્રકાશમાં અને છાંયડાંમાં જુઓ; તેનાથી તમને બહારની દિવાલો માટેના યોગ્ય રંગને પસંદ કરવામાં મદદ મળી રહેશે. તમે પ્રોફેશનલ ડીઝાઇનરની મદદ મેળવી શકો છો અથવા તો જો તમે કયા પ્રકારનું ઘર બહારથી શ્રેષ્ઠ દેખાશે તે અંગે હજુ પણ મૂંઝવણમાં હો તો તમે તમારા ખાસ મિત્રની મદદ લઈ શકો છો.

 
નિષ્ણાતોની મદદ લો

કોઈ પણ પ્રકારની ખામી વગર રંગકામ કરાવવા માટે સહાય અને માર્ગદર્શન મેળવવા અલ્ટ્રાટૅકના હૉમ બિલ્ડિંગ કોન્ટ્રાક્ટરોના સંપર્કમાં રહો.

આ માર્ગદર્શિકાની મદદથી તમે તમારા ઘરને બહારથી ખૂબ જ સુંદર બનાવી શકશો પણ ઇન્ટીરિયર્સનું શું? તમારા ઇન્ટીરિયર્સને વિશિષ્ટ દેખાવ આપવા માટે તમારે અલગ-અલગ પ્રકારના વૉલ ફર્નિશિંગ્સ અજમાવવા પડશે. આ અંગે વધુ જાણવા માટે આ બ્લૉગ વાંચો - વૉલ ફર્નિશિંગ્સના પ્રકારો.સંબંધિત લેખો
ભલામણ કરેલ વિડિઓઝ

  મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....