અહીં તમારા ઘરના ભોંયરાનું નિર્માણ કરવા માટેની કેટલીક માર્ગદર્શિકા આપવામાં આવી છે.
1
કામ શરૂ કરતાં પહેલાં ભોંયરાની ડીઝાઇન કરવા માટે તમારા એન્જિનીયરની સલાહ લો.
2
નિર્ધારિત કરવામાં આવેલી ઊંડાઈ મુજબ ખોદકામ કરો.
3
ખોદકામ કર્યા બાદ લેવલિંગ કરવા માટે પીસીસી બેડને ફેલાવી દો અને વોટરપ્રૂફિંગ એજન્ટની સાથે તેનું સંયોજન કરો.
4
ભોંયરાની રીએન્ફોર્સમેન્ટ કૉલમને ફિક્સ કરો અને ફૉર્મવર્કને પૂરું કરો.
5
શટરિંગમાં કોંક્રીટને ભરો અને એકવાર તે મજબૂત થઈ જાય તે પછી ક્યુરિંગની પ્રક્રિયા શરૂ કરો.
6
બૅકફિલિંગ બાદ પ્લિન્થના બીમ પર કામ શરૂ કરો.
7
ત્યારબાદ, ભોંયરાની દિવાલ બનાવો. યાદ રાખો, ભોંયરાની દિવાલો મજબૂત હોવી જોઇએ. આથી, બૅકફિલિંગ પહેલાં બહારના ભાગને પાણીના ગળતરને નિવારનારા વૉટરપ્રૂફિંગ પ્લાસ્ટર વડે આવરી લો. દિવાલની અંદરના ભાગનું પણ વૉટરપ્રૂફિંગ પૂરું કરો.
8
ભોંયરાની તમામ કૉલમની બંને દિશાઓમાં બીમોને જોડો.
9
ગટરવ્યવસ્થાના આયોજન પર ધ્યાન આપો. જમીનના સ્તરે જ ગટરનું પ્લાનિંગ કરો, જેથી કરીને ભોંયરામાંથી નીકળતું પાણી તેમાં પ્રવેશી શકે નહીં.
10
પૂરગ્રસ્ત વિસ્તારોમાં ભોંયરું બનાવવાનું ટાળો.
તમારા ઘર માટે લાંબા સમય સુધી ટકનારા ભોંયરાનું નિર્માણ કરવા માટે આ 10 સરળ પગલાંનું ચોક્કસપણે પાલન કરો.
