યોગ્ય હવાઉજાસ એ કોઇપણ ઘર માટે ખૂબ જ જરૂરી બાબત છે. તે હવાની અવરજવરને સુધારવામાં મદદરૂપ થાય છે, જે ભેજને નિયંત્રિત રાખે છે અને ફૂગને ફેલાતી અટકાવે છે. તે હવાને દુર્ગંધમુક્ત રાખે છે અને ઘરના સભ્યોનું આરોગ્ય સારું રાખે છે. તમે તમારા ઘર માટે યોગ્ય હવાઉજાસ ધરાવતું આંતરમાળખું કેવી રીતે બનાવી શકો છો, તેના અંગે અહીં કેટલીક માહિતી આપવામાં આવી છે.
તમારા ઘર માટે હવાઉજાસની યોગ્ય સિસ્ટમની યોજના ઘડી કાઢવા માટે એન્જિનીયરને જવાબદારી સોંપો.
હવાની અવરજવરને સુધારવામાં મદદરૂપ થાય તેવી જગ્યાએ તમારી બારીઓ લગાવો.
રસોડામાં ચીમની અને એક્ઝોસ્ટ ફેન લગાવો (તમે બાથરૂમમાં પણ એક્ઝોસ્ટ ફેન લગાવી શકો છો)
ઘરનું નિર્માણ કરવા અંગેના આ પ્રકારના વધુ સૂચનો માટે અલ્ટ્રા ટૅક સિમેન્ટના #વાત ઘરની છે મીડિયા અભિયાન સાથે જોડાયેલા રહો.
તમારા પ્રશ્નોના જવાબ મેળવો