મજબૂત ઇંટો મજબૂત દિવાલો બનાવે છે, પરિણામે જ્યારે તમે ઘર બનાવતા હોવ ત્યારે વધુ સારી માળખાકીય મજબૂતી મળે છે. તમારા ઘરના નિર્માણ માટે ઇંટોની ગુણવત્તા ચકાસવા માટે અહીં ચાર અસરકારક પદ્ધતિઓ છે.
જ્યારે તમે બે ઇંટો એક સાથે અથડાવો છો, ત્યારે તમારે ધાતુની ‘ક્લિંક’ સંભળાવી જોઈએ. સારી ગુણવત્તાવાળી ઇંટો અથડાવાની અસરથી તૂટી કે ફૂટી ન જવી જોઈએ. આ પરીક્ષણનો ઉપયોગ અચાનક અસર સામે ઇંટોનું ખડતલપણું નક્કી કરવા માટે થાય છે.
ઈંટની ખડતલપણાને ચકાસવા માટેની આ બીજી પદ્ધતિ છે. જ્યારે તમે 4 ફૂટની ઊંચાઈથી ઇંટ છોડો છો ત્યારે તે તૂટી અથવા ફૂટી ન જવી જોઈએ.
દરેક ઇંટનું નિરીક્ષણ કરો અને સુનિશ્ચિત કરો કે તે બધી બાજુએ એકસમાન હોય અને કોઈપણ તિરાડો વગર ધાર પર સપાટ હોય. તે બધા સમાન આકાર અને કદના હોવા જોઈએ. આ તપાસવાની એક સારી રીત એ છે કે બધી ઇંટોની એક સાથે થોકડી (સ્ટેક) કરીને.
આ પરીક્ષણ ઇંટના ભેજ શોષણ દરને ઓળખશે. સુકકી ઇંટનું વજન કરો અને તેના વજનની નોંધ કરો. પછી લાંબા સમય સુધી ઇંટને પાણીમાં ડૂબાડી રાખો. તેને બહાર કાઢો અને ફરીથી તેનું વજન કરો; જો વજનમાં 15% નો વધારો થતો નથી, તો તે સારી ગુણવત્તા છે
તમારા ઘરના તિરાડો ટાળવા માટે તમારા ઘરના બાંધકામ દરમિયાન ઉપાય કરવા માટેની આ કેટલીક ટીપ્સ છે. આવી વધુ ટીપ્સ માટે, www.ultratechcement.com ની મુલાકાત લો
તમારા પ્રશ્નોના જવાબ મેળવો