આપણા દેશના ઘણા પ્રદેશો દર વર્ષે પુરથી અસર પામે છે. તે આપણા ઘરને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. આવી પરિસ્થિતિઓમાં પુર પ્રતિરોધક ઘર આવશ્યક હોય છે. ચાલો આપણે પુર પ્રતિરોધક નિર્માણ અંગેની કેટલીક બાબતો જાણીએ.
સૌ પ્રથમ તમારા એન્જિનિયર સાથે તમારા ઘરનો પ્લાન ધ્યાનપૂર્વક તૈયાર કરો.
તમારા ગ્રાઉન્ડ ફ્લોરનાં સ્તરને પુરનાં સ્તરથી ઉપર વધારવાથી પુરનું પાણી તમારા ઘરની અંદર જશે નહીં.
સુનિશ્ચિત કરો કે તમારા ઘરનો પાયો સખત પાયા પર નિર્માણ કરવામાં આવે.
તમારો પાયો ઓછામાં ઓછો 2 મીટર ઊંડો હોવો જોઇએ, જેથી તે મજબૂત પકડ ધરાવે અને પુરમાં નુકસાન ન પામે.
તમારા પ્લોટની બાજુમાં મોટા ડ્રેઇન્સ બનાવીને તમે પાણીના પ્રવાહની દિશા બદલી શકો છો.
જો તમારો પ્લોટ વહેતા પાણીના સ્ત્રોતની નજીક હોય તો તમારું ઘર કિનારાથી ઓછામાં ઓછું 10થી 15 મીટર દૂર હોવું જોઇએ.
ગુણવત્તાયુક્ત નિર્માણ સામગ્રી અને નિષ્ણાત સોલ્યુશન્સ મેળવવા માટે અમારા નજીકના અલ્ટ્રાટેક બિલ્ડિંગ સોલ્યુશન્સ સ્ટોર સુધી પહોંચો. અલ્ટ્રાટેક સિમેન્ટ દ્વારા #વાતઘરની
તમારા પ્રશ્નોના જવાબ મેળવો