તમારા ઘરને વૉટરપ્રૂફ કરવા માટે તમારે એ વાતની ખાતરી કરવી જોઇએ કે ધાબુ, દિવાલો અને બારીઓ સીલબંધ હોય અને કોઇપણ બાજુએથી પાણી અંદર દાખલ થઈ શકે નહીં. જો વૉટરપ્રૂફિંગ યોગ્ય રીતે કરવામાં ન આવે તો, તમારા ઘરમાં ભેજ આવી શકે છે અને તે ખૂબ જ ઝડપથી તમારા ઘરની મજબૂતાઈ સામે મોટું જોખમ બની શકે છે. તો ચાલો, બાંધકામ દરમિયાન થતી વૉટરપ્રૂફિંગની કેટલીક સર્વસામાન્ય ભૂલોને સમજીએ.
- જો પાણી ભરાયેલું રહે અને દુર્ગંધ મારવા લાગે તો ઘરમાં ગળતર થવા લાગે છે
- આ ગળતર પાઇપમાંથી અથવા તો બારી અને દિવાલોની વચ્ચે રહેલા ગેપમાંથી થઈ શકે છે
- ગળતરને અવગણવું એ ઘરમાં ભેજને આમંત્રણ આપવા જેવું છે
- જો જમીનનો ઢાળ તમારા ઘરના પાયા તરફ હોય તો, પાણી તેની આસપાસ ભરાયેલું રહેશે.
- તે જ રીતે, જો ધાબા પર ઢાળ યોગ્ય રીતે નહીં બનાવવામાં આવ્યો હોય તો પાણી ત્યાંથી વહી શકશે નહીં
- તેનાથી પાણી ભરાઈ રહેશે અને ભેજ આવી શકે છે
- ભેજ આપણાં ઘરમાં તિરાડો અને પ્લાસ્ટરમાંથી પ્રવેશે છે. તેને અટકાવવા માટે લોકો ઘણીવાર સીલિંગ પેસ્ટનો ઉપયોગ કરતાં હોય છે.
- જોકે આ લાંબા સમય સુધી ટકતો ઉપાય નથી, કારણ કે, ભેજ પાછો આવી જ જાય છે
- હંમેશા અનુભવી નિષ્ણાતો પાસે તમારા ઘરને વૉટરપ્રૂફ કરાવો, વૉટરપ્રૂફિંગના શ્રેષ્ઠ ઉત્પાદનો પસંદ કરો અને યોગ્ય આયોજન કરો
ઘરનું નિર્માણ કરવાના વધુ નિષ્ણાત ઉપાયો અને સૂચનો માટે #વાત ઘરની છે ને ફૉલો કરતાં રહો, અલ્ટ્રાટૅક સીમેન્ટની રજૂઆત.
તમારા પ્રશ્નોના જવાબ મેળવો