ઘરની મજબૂત છત કેવી રીતે બનાવવી?

છત એ તમારા ઘરનો એક મહત્વનો હિસ્સો છે, જે બહારથી આવતાં પવન, પાણી અને તડકા સામે રક્ષણ પૂરું પાડે છે. આથી જ, આ પરિબળો સામે ટકી રહે તેવી સ્થિતિસ્થાપક છત બનાવવી એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આમ તો, છત ઘણાં બધાં પ્રકારની હોય છે પરંતુ આપણાં દેશમાં સામાન્ય રીતે આરસીસીની છત બનાવવામાં આવે છે. અહીં આ પ્રકારની છત બનાવવાની પ્રક્રિયામાં સામેલ સ્ટેપ્સ આપવામાં આવ્યાં છે.

1

 

 

1
 

 

કૉલમ, બીમ્સ અને દિવાલોના બાંધકામની સાથે કામની શરૂઆત કરો.

2

 

 

2
 

 

ત્યારબાદ, છત માટેના શટરિંગ પર કામ કરો, જેને લાકડાં અથવા સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. તેને સપોર્ટ પૂરો પાડવા માટે વાંસ અથવા પાલખના બ્લૉક્સનો ઉપયોગ કરો, જેથી કરીને તે સ્લેબના વજનથી ધસી પડે નહીં.

3

 

 

3
 

 

સ્લેબની ઉપર સ્ટીલના સળિયાની જાળી ગોઠવો. બાજુના ભાગે વળેલા સળિયા હોવા જોઇએ. કવર બ્લૉક્સને સ્ટીલના સળિયાની નીચે ગોઠવવામાં આવે છે, જે સળિયાની સ્થિતિને નિર્ધારિત કરે છે.

4

 

 

4
 

 

ત્યારબાદ, સીમેન્ટ, રેતી અને કપચી તથા વેધર પ્રો જેવા વૉટરપ્રૂફિંગ કમ્પાઉન્ડની મદદથી કૉંક્રીટનું મિશ્રણ તૈયાર કરો.

5

 

 

5
 

 

કૉંક્રીટ લગાવો અને તેને સારી રીતે સમતળ બનાવો, તે કૉમ્પેક્ટ થઈ જાય ત્યાં સુધી રાહ જુઓ અને ત્યારપછી ફિનિશિંગનું કામ શરૂ કરો.

6

 

 

6
 

સ્લેબને ક્યોર કરવા માટે પાણીનું ખાબોચિયું બનાવો. ક્યુરિંગની પ્રક્રિયા પૂરી થવામાં 2-3 અઠવાડિયાનો સમય લાગી શકે છે. એકવાર તમારો સ્લેબ મજબૂત થઈ જાય તે પછી તમે શટરિંગને કાળજીપૂર્વક રીતે દૂર કરી શકો છો.

આ 6 સરળ સ્ટેપ મારફતે તમે તમારા ઘર માટે આરસીસીની છત બનાવી શકો છો.

ઘરના નિર્માણ અંગેની આ પ્રકારની વધુ ટિપ્સ માટે જોતા રહો #વાત ઘરની છે, અલ્ટ્રાટૅક સીમેન્ટની રજૂઆત

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય નામ દાખલ કરો
માન્ય નંબર દાખલ કરો
માન્ય પિનકોડ દાખલ કરો
માન્ય શ્રેણી પસંદ કરો
માન્ય ઉપ શ્રેણી દાખલ કરો

આ ફોર્મ સબમિટ કરીને તમે અલ્ટ્રાટેક સિમેન્ટને તમારો સંપર્ક કરવાની અધિકૃતતા આપો છો.

આગળ વધવા કૃપા કરીને આ બોક્સ પર ટીક કરો