ભૂકંપ આવવાથી તમારા ઘરનું માળખું હલે છે અને તેનાથી તેને નુકસાન પણ પહોંચે છે. આથી, કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે, જેથી કરીને તમારું ઘર ભૂકંપના પ્રભાવ સામે ટકી રહે. અહીં બાંધકામની પ્રક્રિયા દરમિયાન તમારા ઘરને ભૂકંપ-પ્રતિરોધી બનાવવાની કેટલીક સરળ પદ્ધતિઓ આપવામાં આવી છે.
તમારા વિસ્તારમાં ભૂકંપની તીવ્રતા અને ફ્રીક્વન્સી પર આધાર રાખી બાંધકામનો પ્લાન તૈયાર કરવા માટે સ્ટ્રક્ચરલ એન્જિનીયરની સલાહ લો.
ભૂકંપને કારણે થતાં નુકસાનને શક્ય એટલું ઘટાડવા તમારું ઘર એકસમાનરૂપે સમતળ જમીન પર બનેલું હોય તેની ખાતરી કરો.
તમારા ઘરના ખૂણે કોઇપણ દરવાજો કે બારી નહીં બનાવવાનું યાદ રાખો.
બહારની દિવાલ ઘરના બારી-બારણાં પર એક સળંગ લિન્ટેલ બીમ ધરાવતી હોવી જોઇએ.
સ્લેબ પર એક સળંગ બીમ ગોઠવો.
ઘરનું નિર્માણ કરવાના વધુ નિષ્ણાત ઉપાયો અને સૂચનો માટે #વાત ઘરની છે ને ફૉલો કરતાં રહો, અલ્ટ્રાટૅક સીમેન્ટની રજૂઆત.
તમારા પ્રશ્નોના જવાબ મેળવો