ઇંટોના ચણતર દરમિયાન થતી ભૂલો

ઇંટોનું ચણતર એ એક પ્રક્રિયા છે, જેમાં ઇંટોને પદ્ધતિસર રીતે મૂકવામાં આવે છે, જે બહારના બળોને ખમી શકે તેવી દિવાલ બનાવવા માટે મોર્ટાર વડે જોડાયેલ હોય છે. તમારા ઘરની મજબૂત દિવાલો માટે ઇંટોનું કામ યોગ્ય રીતે કરવામાં આવે તે ખૂબ જ મહત્વનું છે. આથી, તમારા ઘરના ટકાઉપણા માટે ઇંટોનું કામ યોગ્ય રીતે થાય તે ખૂબ જ જરૂરી છે. ઘણીવાર બિનઅનુભવી શ્રમિકોને કારણે ઇંટોનું કામ ખામીયુક્ત થઈ જાય છે.

અનિયમિત આકારની ઇંટોનો ઉપયોગ કરવાથી દિવાલની ગુણવત્તા પ્રભાવિત થાય છે.

કૉંક્રીટનું ખોટું મિશ્રણ બનાવવું. સીમેન્ટ અને પાણીનો ખોટો ગુણોત્તર તમારી દિવાલોની મજબૂતાઈ નબળી પાડી દે છે.

જો ઇંટો સૂકી હશે તો, તે કૉંક્રીટના મિશ્રણમાંથી પાણી શોષી લે છે. તેનાથી મજબૂતાઈ ઘટી જઈ શકે છે.

ઇંટોને કૉંક્રીટના મિશ્રણના સ્તરની ઉપર મૂકવામાં આવે છે. જો આ સ્તર ખૂબ વધારે જાડું હોય અથવા તો એકસમાન રીતે ભરવામાં આવેલ ન હોય તો, ઇંટોનું કામ તેનાથી પ્રભાવિત થઈ શકે છે. યાદ રાખો, સાંધાઓ ક્યારેય એક સીધી ગોઠવણમાં ન હોવા જોઇએ.

છેલ્લે, અપૂરતું ક્યુરિંગ પણ દિવાલની મજબૂતાઈ ઘટાડી શકે છે.

આ હતી ઇંટોનું ચણતરકામ કરતી વખતે થતી કેટલીક સર્વસામાન્ય ભૂલો.
આ ભૂલોને ટાળવા માટે નિષ્ણાતની દેખરેખ હેઠળ આ કામ પૂરું કરો.

ઘરનું નિર્માણ કરવાના વધુ નિષ્ણાત ઉપાયો અને સૂચનો માટે #વાત ઘરની છે ને ફૉલો કરતાં રહો, અલ્ટ્રાટૅક સીમેન્ટની રજૂઆત.

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય નામ દાખલ કરો
માન્ય નંબર દાખલ કરો
માન્ય પિનકોડ દાખલ કરો
માન્ય શ્રેણી પસંદ કરો
માન્ય ઉપ શ્રેણી દાખલ કરો

આ ફોર્મ સબમિટ કરીને તમે અલ્ટ્રાટેક સિમેન્ટને તમારો સંપર્ક કરવાની અધિકૃતતા આપો છો.

આગળ વધવા કૃપા કરીને આ બોક્સ પર ટીક કરો