જ્યારે તમારા ઘરના નિર્માણની વાત આવે છે, ત્યારે ખૂબ વિચાર કરવાની જરૂર રહે છે, બરાબર આયોજનથી લઈને અંત સુધી. પરંતુ જેમ તમે બાંધકામની પ્રક્રિયા સાથે આગળ વધતાં જાઓ, સલામતી એક એવી વસ્તુ છે કે જેના પર તમે કોઈ પણ પ્રકારનો સમાધાન કરી શકતા નથી. તે બાંધકામની સલામતી, બાંધકામની ટીમ, સુપરવાઈઝર્સ અથવા સાઇટ પર હાજર કોઈપણ અન્ય હોય.
કોઈપણ બાંધકામ સાઇટ પરનાં કામદારો, સુપરવાઇઝર અને તમે તમારા માટે આ એક સૌથી મહત્વપૂર્ણ પગલું છે. કામદારો માટે કામના પ્રકાર પર નિર્ભર રહીને, જેમ કે સલામતી ગોગલ્સ, હેડ પ્રોટેક્શન ગિઅર અને ફોલ પ્રોટેક્શન જેવા યોગ્ય સલામતી ઉપકરણો જરૂરી છે.
ઇલેક્ટ્રિકલ અકસ્માત એ બાંધકામ સાઇટ્સ પર જાનહાનિનું એક મુખ્ય કારણ છે. ઉચ્ચ-ઉર્જા ઉપકરણો, જનરેટર, ટ્રાન્સફોર્મર અને લાંબા કેબલ્સનો ઉપયોગ તેને જોખમી બનાવે છે અને દુર્ઘટના ટાળવા માટે યોગ્ય રીતે તેઓને સંભાળવાની જરૂર છે.
ઓવરહેડ અને ભૂગર્ભ ટ્રાન્સમિશન્સ કેબલ્સ અને પાઈપોથી સુરક્ષિત અંતર જાળવવું જોઈએ.
બધા વિદ્યુત ઉત્પાદનો અને કેબલ્સ ઇન્સ્યુલેટેડ કરેલ હોવા જોઈએ. આજુબાજુ કોઈ ખુલ્લા વાયર ન હોવા જોઈએ.
બધા ઇલેક્ટ્રિકલ જોડાણોને ત્રણ-પોઇન્ટ ગ્રાઉન્ડિંગ પ્લગનો ઉપયોગ કરીને ગ્રાઉન્ડ કરવું જોઈએ.
વધઘટ અને ઓવરલોડિંગ ટાળવા માટે, ખાસ કરીને બહુવિધ એક્સ્ટેંશનનો ઉપયોગ કરતી વખતે, પાવર વપરાશને નિયંત્રિત કરવો જોઈએ
કામદારો, સામગ્રી અને મશીનરીની સલામતી સુનિશ્ચિત કરવા માટે બાંધકામ સ્થળમાં પ્રવેશ મર્યાદિત હોવો જોઈએ, અને માત્ર અધિકૃત વ્યક્તિઓને જ છૂટ હોવી જોઈએ. બાંધકામ સ્થળના સંભવિત જોખમોથી પડોશીઓ અને રાહદારીઓની સલામતી ધ્યાનમાં રાખવી જરૂરી છે, અને યોગ્ય સલામતીનાં પગલાં અમલમાં મૂકવા જોઈએ
બાંધકામ સ્થળ પરની તમામ સામગ્રી, ખાસ કરીને રસાયણો અને મશીનરીને સલામતી અને યોગ્ય નિયંત્રણને ધ્યાનમાં રાખીને, સાવધાની સાથે સંગ્રહિત કરવાની અને તેનો ઉપયોગ કરવો જરૂરી હોય છે. સામગ્રીનો અયોગ્ય રીતે ઉપયોગ, ખાસ કરીને વિસ્ફોટકો, અગ્નિ, વિસ્ફોટ અને ગંભીર ઇજાઓ પહોંચાડી શકે છે
બધું યોજના પ્રમાણે ચાલતું નથી, તે એક હકીકત છે. તમારા પ્રદેશના આધારે અણધાર્યા વરસાદ અથવા અન્ય પ્રતિકૂળ વાતાવરણીય પરિસ્થિતિઓ માટે તૈયાર રહો, જેથી બાંધકામના સ્થળે કોઈ અકસ્માત કે દુર્ઘટના ન થાય.
ઘર બનાવવાની આવી વધુ ટિપ્સ માટે, #વાત ઘરની છે પર www.ultratechcement.com ટ્યુન કરો
તમારા પ્રશ્નોના જવાબ મેળવો