પાઇપો અને વાયરોને દિવાલની અંદર છુપાવવા એ તમારા ઘરનું નિર્માણ કરતી વખતે હાથ ધરવાની એક મહત્વની કામગીરી છે. તે તમારા ઘરના દેખાવ અને ઘાટને જાળવી રાખે છે, તેને મોર્ડન બનાવે છે અને પરિવાર માટે રહેવાલાયક બનાવે છે. અહીં પાઇપિંગને તમારા ઘરની દિવાલોની અંદર છુપાવવાની ક્રમિક માર્ગદર્શિકા આપવામાં આવી છે.
સૌપ્રથમ તો, નળ, શાવર અને વૉશબેઝિન જેવા પાઇપ આઉટલેટ્સના માર્ગને ચિહ્નિત કરવા માટે સ્પિરિટ લેવલનો ઉપયોગ કરો તથા પીવાના પાણીનો પાઇપ અને ગટરનો પાઇપ ઓવરલેપ ન થઈ જાય તેની ખાતરી કરો.
ત્યારપછી, ડિસ્ક બ્લેડની મદદથી ચિહ્નિત કરેલા ભાગને કાપો, આ કાપો પાઇપની જાડાઈ કરતાં વધારે જાડો ન કપાય એટલે 4-6 મિમી જેટલો રહે તેની ખાતરી કરો. આ પ્રક્રિયા દરમિયાન તમારા ઘરની કોઈ કૉલમ કે બીમ કપાઈ ન જાય તેનું ધ્યાન રાખો.
ચિહ્નિત કરેલા ભાગમાં ખાંચા બનાવવા માટે કોદાળીનો ઉપયોગ કરો. જો દિવાલ લૉડ-બેરિંગ હોય તો, ચિહ્નિત કરેલા સમગ્ર ભાગને એક જ વારમાં ખોતરી કાઢશો નહીં.
ખીલીની મદદથી પાઇપોને ખાંચામાં ફિટ કરો.
પાઇપ અને દિવાલની વચ્ચેના ગાળાને સીમેન્ટ અને રેતીની સામગ્રી વડે ભરો.
દિવાલમાં તિરાડો પડતી અટકાવવા માટે સ્ટીલના જાળીનો ઉપયોગ કરો. તેને ખાંચાની ઉપર ગોઠવો તથા ખીલી અને મોર્ટારની મદદથી તેને બેસાડો.
પ્લમ્બિંગની શ્રેષ્ઠ સામગ્રી અને નિષ્ણાતો પાસેથી વધુ ઉકેલો મેળવવા માટે તમારી નજીકમાં આવેલા અલ્ટ્રાટૅક બિલ્ડિંગ સોલ્યુશન્સ સ્ટોર્સની મુલાકાત લો.
તમારા પ્રશ્નોના જવાબ મેળવો