તમારા ઘરના બાંધકામનું આયોજન કરતી વખતે બદલાતી ઋતુને ધ્યાનમાં રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘર બાંધવા માટે શિયાળાને સૌથી અનુકૂળ ઋતુ માનવામાં આવે છે, ત્યારે ચાલો સમજીએ શિયાળાની ઋતુમાં બાંધકામ કરવા અંગે કેટલીક મહત્વની વાતોને.
શિયાળામાં વરસાદ કે આકરી ગરમી નહીં હોવાને કારણે બાંધકામ વિનાવિધ્ને થઈ શકે છે.
જ્યારે તાપમાન ઘટી જાય છે ત્યારે કૉંક્રીટને સેટ થવામાં થોડો વધારે સમય લાગે છે અને તે ધીમે-ધીમે મજબૂત થાય છે.
આથી, જ્યારે પૂરતો સૂર્યપ્રકાશ હોય ત્યારે જ કૉંક્રીટને મિક્સ કરવો જોઇએ. તમે મિશ્રણ તૈયાર કરવા માટે હૂંફાળા પાણીનો પણ ઉપયોગ કરી શકો છો.
કૉંક્રીટ ઠંડીને કારણે જામી ન જાય તે માટે તેને તાડપત્રી કે પ્લાસ્ટિક વડે ઢાંકી દો.
આ ઉપરાંત, તમે એન્જિનીયરની દેખરેખ હેઠળ એડમિક્સચર્સનો પણ ઉપયોગ કરી શકો છો.
શિયાળામાં મજબૂતાઈ ધીમે-ધીમે આવતી હોવાથી અહીં નીચે જણાવેલા શિડ્યૂલ મુજબ જ શટરિંગને દૂર કરવું જોઇએઃ બીમ, દિવાલો અને કૉલમ - 5 દિવસ પછી, સ્લેબની નીચેના પ્રોપ - 7 દિવસ પછી, સ્લેબ - 14 દિવસ પછી, બીમનો સપોર્ટ - 21 દિવસ પછી.
ઘરનું નિર્માણ કરવાના વધુ નિષ્ણાત ઉપાયો અને સૂચનો માટે #વાત ઘરની છે ને ફૉલો કરતાં રહો, અલ્ટ્રાટૅક સીમેન્ટની રજૂઆત.
તમારા પ્રશ્નોના જવાબ મેળવો