તમારા ઘર માટે આર્કિટેક્ટ અને એન્જિનિયર બંનેની કેમ જરૂર છે?
25 ઓગસ્ટ, 2020
આર્કિટેક્ટ્સ અને ઇજનેરોની જુદી જુદી ભૂમિકાઓ છે, તેમ છતાં, તે બંને એટલા જ મહત્વપૂર્ણ છે, ખાસ કરીને તમારું મકાન બનાવવાની યોજના અને દેખરેખના તબક્કા દરમિયાન. ચાલો સમજીએ કે તેઓ ખરેખર શા માટે મહાતપૂર્ણ છે.
આર્કિટેક્ટની ભૂમિકા
- આર્કિટેક્ટ તમારા ઘરની એકંદર રચના અને સૌંદર્યલક્ષી ડિઝાઇન માટે જવાબદાર છે.
- તેઓ તમારા નવા ઘર માટે તમારા વિચારો, લક્ષ્યો અને ભાવિ આવશ્યકતાઓને ધ્યાનમાં લઈ શકે છે અને તે માટે અસરકારક બ્લુપ્રિન્ટ બનાવી શકે છે.
- આર્કિટેક્ટ્સની પાસે માત્ર વ્યાવસાયિક ડિઝાઇનિંગ પૃષ્ઠભૂમિ જ નથી, પરંતુ તે વિસ્તારના બિલ્ડિંગ કોડ્સ અને નિયમનોથી પણ તેઓ સારી રીતે પરિચિત હોય છે.
ઇજનેરની ભૂમિકા
- વધુ વિયજ્ઞાનિક પૃષ્ઠભૂમિ સાથે, એન્જિનિયર તમારા આર્કિટેક્ચર સાથે ઘનિષ્ઠ રીતે કામ કરશે કે જેથી તમારું ઘર માળખાકીય રૂપે સલામત બને.
- તેઓ વિવિધ તકનીકી પાસાંઓ, માળખાકીય બોજ (લોડ) મર્યાદાઓ અને સામગ્રીની સમતુલાઓને સમજે છે અને તે મુજબ આયોજન કરવામાં તમને મદદરૂપ થાય છે.
- ઇજનેરો તમારા ઘર માટેના ઇલેક્ટ્રિકલ વાયરિંગ અને પ્લમ્બિંગ લેઆઉટ માટે પણ જવાબદાર છે.
તમારી ટીમમાં આર્કિટેક્ટ અને એન્જિનિયર બંને હોવું એ સુનિશ્ચિત કરશે કે તમારું ઘર સુંદર અને સલામત બંને રીતે બાંધવામાં આવે. તમારી ઘર બનાવતી ટીમને પસંદ કરતી વખતે તેનું મહત્વ યાદ રાખો.