બાંધકામના વિવિધ તબક્કાઓને સમજવા

March 27, 2019

આયોજનના તબક્કામાં, બાંધકામના ઘણા તબક્કાઓ વિશે સારી સમજ કેળવી લેવી ખૂબ અગત્યની છે. આ તબક્કાઓને ધ્યાનમાં રાખવાથી ઘર બાંધનારને બંને ઘર તેમજ ધિરાણ માટે વધુ સારી યોજના ઘડવામાં મદદ મળશે.

એક વ્યક્તિગત ઘર બાંધનારે બાંધકમાના ત્રણ મુખ્ય તબક્કાઓ પર ધ્યાન આપવું જોઈએઃ આયોજન, બાંધકામ અને ફિનિશિંગ

આયોજન: આ તબક્કામાં કોઈ બાંધકામ થતું નથી પરંતુ આ તબક્કે તમે જે કરવાનું પસંદ કરો છો તેનાથી તમારા બજેટની ફાળવણી, પ્રોડક્ટ ડિલિવરીની સમયરેખા અને તમારા ઘરના એકંદર દેખાવનું નિર્ધારણ થાય છે. આયોજનમાં આટલું સામેલ હોય છેઃ

  • બજેટ પર નિર્ણય લેવો
  • દસ્તાવેજીકરણ
  • બાંધકામ પૂર્ણ કરવા પ્લોટની પસંદગી

બાંધકામ: આ તબક્કામાં તમારું ઘર આકાર પામવાનું શરૂ કરશે. સૌથી પહેલી કામગીરી બાંધકામ માટેની સઘળી જરૂરી સામગ્રી પ્રાપ્ત કરવાની રહેશે એટલે કે સિમેન્ટ, રેતી, ઈંટો, પાણી, અન્ય માલ-સામાન. સામગ્રી મેળવી લીધા બાદ, તમારી ટીમ આ કરશે:

•    પાયો નાંખવો

•    તમારા મકાનનું સ્ટ્રક્ચર ઊભું કરવું  

•    વિવિધ મિશ્રણો તૈયાર કરવા

•    વોટરપ્રુફિંગ

•   દિવાલનું પ્લાસ્ટરકામ

•    પ્લમ્બિંગ

•    વાયરિંગ

ફિનિશિંગ: આ તબક્કામાં ઘરને સુંદર બનાવવા પર ધ્યાન અપાશે અને આ તબક્કામાં અંદરનો ભાગ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તમારી ટીમ તમારા બાથરૂમ, રસોડા, વોશ બેઝિનમાં છતનું ચણતર, ફ્લોરિંગ, રંગકામ અને ફિટિંગ્સની કામગીરીનું નિરીક્ષણ કરશે.


સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય નામ દાખલ કરો
માન્ય નંબર દાખલ કરો
માન્ય પિનકોડ દાખલ કરો
માન્ય શ્રેણી પસંદ કરો
માન્ય ઉપ શ્રેણી દાખલ કરો

આ ફોર્મ સબમિટ કરીને તમે અલ્ટ્રાટેક સિમેન્ટને તમારો સંપર્ક કરવાની અધિકૃતતા આપો છો.

આગળ વધવા કૃપા કરીને આ બોક્સ પર ટીક કરો