સલામતીને પ્રાથમિક્તા - સ્થળ પરની સલામતી માટેની માર્ગદર્શિકા

25 માર્ચ, 2019

ઘર બનાવવાની પ્રક્રિયા દરમિયાન, સાઇટ પર કામદારોની સુખાકારીની દેખરેખ રાખવાની જવાબદારી તમારી છે. શરૂઆત કરતા પહેલા, તમારે તમારા કોન્ટ્રાક્ટર સાથે સલામતીનાં પગલાઓની ચર્ચા કરવી જોઈએ અને કોઈપણ સમસ્યાઓનો ઉકેલ લાવવો જોઈએ.

જ્યારે તમે કોઈ વ્યક્તિગત ક્ષમતા પર સાઇટની દેખરેખ રાખી રહ્યાં હો, ત્યારે સુનિશ્ચિત કરો કે:

•    આ સાઇટ પર ફર્સ્ટ એઇડ કીટ હોય

•    ઈંટ અને બ્લોક કડિયાઓ મજબૂત ટોપી અને ગોગલ્સ ધરાવે

•    તમામ કામદારો લાપસી ન જવાય તેવા (નોન-સ્કિડ) કાર્ય બૂટ પહેરે

•    કોઈ અનુભવ ધરાવતી વ્યક્તિ પાલખનું કામ સંભાળે

•    ઉપયોગ કરતા પહેલા, સીડી ઉપર અને નીચે બાંધી દેવી જોઈએ

•    પાળી (શિફ્ટ)ના અંતે, સાઇટમાંથી કોઈપણ તીક્ષ્ણ ઓજારો અને ઇલેક્ટ્રિકલ સાધનો દૂર કરો

•    બધા રાસાયણિક કન્ટેનરમાં રાસાયણિક સંકટનું ચિન્હ હોવું જોઈએ

•    દરરોજની શરૂઆતમાં, કોન્ટ્રાક્ટર પાસેથી સલામતી બ્રીફિંગ હોવી જોઈએ

હવામાનની સ્થિતિના આધારે, સુનિશ્ચિત કરો કે કામદારો યોગ્ય રીતે જળયુક્ત (હાઇડ્રેટેડ) રહે. જો કોઈ કામદાર તેમના સ્વાસ્થ્ય વિશે ફરિયાદ કરે, તો તમારે તુરંત જ તેના વિશે તમારા કોન્ટ્રાક્ટર સાથે ચર્ચા કરવી જોઈએ.

જવાબદાર ગૃહ નિર્માતા બનીને અને તમારી બાંધકામ સાઇટ પર સલામતીનાં ઉચ્ચ ધોરણો જાળવી રાખીને, સુનિશ્ચિત કરો છો કે તમામ કામદારો માટે ન્યૂનતમ જોખમ સાથે પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થાય.


Get Answer to
your Queries

Enter a valid name
Enter a valid number
Enter a valid pincode
Select a valid category
Enter a valid sub category
Please check this box to proceed further