તમારા પ્રશ્નોના જવાબ મેળવો
લોકો તેમના ઘરની રચના એ પ્રકારે કરે છે કે તેમને ઘર જેવી શાંતિ અનુભવાય અને યોગ્ય વાસ્તુ ધરાવતો બેડરૂમ વ્યક્તિ જ્યારે દિવસના અંતે થાકેલો-હારેલો ઘરે આવે છે ત્યારે તેમને આરામ કરતી વખતે કેવી અનુભૂતિ થશે, તે નિર્ધારિત કરે છે. એટલું જ નહીં, આપણો બેડરૂમ આપણને દુનિયાની ભાગદોડથી દૂર એક એવો અવકાશ આપે છે, જ્યાં આપણે શાંતિથી આપણું કામ કરી શકીએ, કંઇક લખી શકીએ, આપણી મનગમતી પ્રવૃત્તિ કરી શકીએ. બેડરૂમ માટેનું યોગ્ય વાસ્તુ આ રૂમમાં કેવા પ્રકારની ઊર્જા જળવાઈ રહેશે, તે નિર્ધારિત કરનારું મહત્વનું પરિબળ તો છે જ પરંતુ તેની સાથે-સાથે તે આપણાં આરોગ્ય, સુખાકારી અને સફળતા માટે પણ એટલું જ મહત્વનું પરિબળ છે.
દિશા : માસ્ટર બેડરૂમ માટેના વાસ્તુના સૂચનો મુજબ, બેડરૂમ દક્ષિણ-પશ્ચિમ (નેઋત્ય) દિશામાં હોવો જોઇએ.
મુખ્ય દરવાજાની સ્થિતિ :માસ્ટર બેડરૂમ માટેની વાસ્તુની માર્ગદર્શિકામાં સૂચવ્યાં મુજબ, બેડરૂમનો દરવાજો 90 અંશના ખૂણે ખુલતો હોવો જોઇએ, દરવાજો ખોલતી કે બંધ કરતી વખતે તેમાંથી કોઈ કર્કશ અવાજો આવવા જોઇએ નહીં અને તે પૂર્વ, પશ્ચિમ કે ઉત્તર દિશામાં આવેલો હોવો જોઇએ.
પલંગની ગોઠવણ :માસ્ટર બેડરૂમ માટેના વાસ્તુના સૂચનો મુજબ, વાસ્તુના સિદ્ધાંતોમાં પલંગને દક્ષિણ અથવા પશ્ચિમ દિશામાં ગોઠવવાની ભલામણ કરવામાં આવી છે, જેથી કરીને સૂતી વખતે તમારા પગ ઉત્તર અથવા પૂર્વ દિશામાં રહે. પલંગ રૂમના ખૂણાને બદલે વચ્ચે હોવો જોઇએ.
રંગ :માસ્ટર બેડરૂમ માટેની વાસ્તુની માર્ગદર્શિકા મુજબ માસ્ટર બેડરૂમના આદર્શ રંગો આ મુજબ છેઃ રાખોડી, લીલો, ગુલાબી અને વાદળી તથા આઇવરી કે કોઇપણ આછા રંગો.
વૉર્ડરોબની ગોઠવણ :વૉર્ડરોબ પશ્ચિમ, દક્ષિણ-પશ્ચિમ (નેઋત્ય) અથવા દક્ષિણ દિશામાં મૂકેલું હોવું જોઇએ કારણ કે, આ દિશાઓ માસ્ટર બેડરૂમ માટેના વાસ્તુના સૂચનો મુજબ પોઝિટિવ ઊર્જા ફેલાવે છે.
સજાવટ :રૂમની દિવાલો પર સુંદર લેન્ડસ્કેપ કે સમુદ્રના મનને શાંતિ આપે તેવા પેઇન્ટિંગ્સ લગાવવાની ભલામણ કરવામાં આવે છે. માસ્ટર બેડરૂમ માટેના વાસ્તુની માર્ગદર્શિકા મુજબ હિંસાનું વર્ણન કરતા હોય તેવા કોઇપણ પેઇન્ટિંગને ટાળવા જોઇએ.
હવે તમે જ્યારે બેડરૂમ માટેના યોગ્ય વાસ્તુથી વાકેફ થઈ ગયાં છો, તો તમારી આ અંગત જગ્યાને પોઝિટિવ અને નિર્મળ કંપનોથી ભરી દો અને તેને તમારું અભયસ્થાન બનાવી દો.
બેડરૂમ સિવાય તમારો વૉશરૂમ પણ એક એવી જગ્યા છે, જ્યાં તમે તમારો નોંધપાત્ર સમય વિતાવો છો અને અહીં તમારી ઘણી બધી વૈચારિક પ્રક્રિયાઓ પણ થાય છે. વાસ્તુ મુજબ યોગ્ય રીતે તેનું નિર્માણ કરીને આ જગ્યા એક આરામદાયક જગ્યા બની રહે તેની ખાતરી કરો. વૉશરૂમ માટેના વાસ્તુ અંગે વધુ વાંચો.