સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય નામ દાખલ કરો
માન્ય નંબર દાખલ કરો
માન્ય પિનકોડ દાખલ કરો
માન્ય શ્રેણી પસંદ કરો
માન્ય ઉપ શ્રેણી દાખલ કરો

આ ફોર્મ સબમિટ કરીને તમે અલ્ટ્રાટેક સિમેન્ટને તમારો સંપર્ક કરવાની અધિકૃતતા આપો છો.

આગળ વધવા કૃપા કરીને આ બોક્સ પર ટીક કરો

તમારા ઘરનું સુંદર રીતે રંગકામ કરવા માટેના  સૂચનો અને યુક્તિઓ

ઘરના રંગકામ અંગે હંમેશા છેલ્લે વિચારવામાં આવતું હોવા છતાં તે ઘરની કાયાપલટની એકંદર પ્રક્રિયાનો નોંધપાત્ર હિસ્સો છે. અહીં ઘરનું રંગકામ કરવા માટે આપવામાં આવેલા સૂચનો એ તમારા ઘરને સારી રીતે રંગવા માટેની તમારી માર્ગદર્શિકા છે.

તમે જો તમારા ઘરના રીનોવેશનની સમગ્ર પ્રક્રિયામાં યોગ્ય સીમેન્ટને પસંદ કરવાથી માંડીને કૉંક્રીટની મજબૂતાઈ સુધીની તમામ બાબતોમાં ખૂબ જ રસ લઈ રહ્યાં હો અને જો તમને ઘરનું રંગકામ જાતે કરવામાં રસ હોય તો, અમે તમને ઘરનું રંગકામ કરવા સંબંધિત કેટલાક અદભૂત સૂચનો આપી શકીશું, જે એ વાતની ખાતરી કરશે કે તમે યોગ્ય રંગને પસંદ કરી શકો અને તમારો રંગ લાંબો સમય સુધી ટકી રહે. ઘરનું રંગકામ કરવા સંબંધિત આ માર્ગદર્શિકામાં રંગકામ કરવાના સૂચનોથી માંડીને દિવાલોને રંગવાની ટેકનિક સુધીની બધી જ બાબતોને આવરી લેવામાં આવી છે. તો ચાલો શરૂ કરીએ!
 

લાંબા સમય સુધી ટકી રહે તેવા રંગકામ માટેની માર્ગદર્શિકા

Home Painting Tips

 

 • 1. હવામાનને ધ્યાનમાં લેવું અને દિવાલમાં ભેજની માત્રા ચકાસવી :
  જ્યારે તમે કામની સમયરેખા નિર્ધારિત કરતાં હો અને તમારા ઘરની કાયાપલટની યોજના બનાવી રહ્યાં હો અને વળી, તમે જો પહેલીવાર જાતે ઘરનું રંગકામ કરવા જઈ રહ્યાં હો તો આ કામ માટે પૂરતો સમય ફાળવો. આથી વિશેષ, તેના માટેના યોગ્ય સમયગાળાને પસંદ કરો, પછી તે તમારા દેશમાં ઉનાળો હોઈ શકે છે કે શિયાળો, કારણ કે, ચોમાસામાં રંગ સૂકાતો નહીં હોવાથી રંગકામ કરવું શક્ય નથી. ઉનાળો એ ઘરનું રંગકામ કરવા માટેનો શ્રેષ્ઠ સમય છે.

  મોઇશ્ચર મીટર એ ઘરની દિવાલોમાં ભેજની માત્રાને માપવા માટે વિશેષ રીતે તૈયાર કરવામાં આવેલું ઉપકરણ છે.

  તે કૉંક્રીટના ફ્લોર, દિવાલો અને છતમાં ભરાઈ રહેલા ભેજની જાણકારી મેળવી શકે છે. આ ભેજ છતમાંથી પાણી ટપકવાને કારણે, તૂટેલી પાઇપ, વરસાદના પાણી કે જમીનમાંથી થતાં ઝમણને કારણે આવી શકે છે. મોઇશ્ચર મીટરનું વૈજ્ઞાનિક અને સચોટ નિદાન તમને ભીનાશને કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવામાં મદદરૂપ થશે, જેથી કરીને તમે રંગકામ કરાવતા પહેલાં ઘરની દિવાલો અને છતને વૉટરપ્રૂફ કરવા માટેના યોગ્ય પગલાં લઈ શકો.
   
 • 2. રંગકામ કરતાં પહેલાં સપાટીને સાફ કરો :
  દિવાલોનું રંગકામ કરતાં પહેલાં તેની સપાટી ગંદી હોય તેવું તમે નહીં જ ઇચ્છો. જો તમારી દિવાલ પર ધૂળના રજકણો/કરોળિયાના જાળા હોય તો રંગકામની પ્રક્રિયા શરૂ કરતાં પહેલાં તેને દૂર કરી દેવા જોઇએ. તમને સપાટી પર નરી આંખે કચરો ન દેખાય તેમ બની શકે પરંતુ રંગકામ કરતી વખતે કોઇપણ અવરોધને ટાળવા માટે દિવાલને સાફ કરી નાંખવી જોઇએ.

 • 3. પ્રીમિયમ ગુણવત્તાના ઉપકરણો અને રંગનો જ ઉપયોગ કરો :
  લાંબા સમય સુધી ટકી રહેતા રંગ માટેના રંગકામના સૂચનોની મદદથી સ્કીમિંગ કરવા પાછળનો વિચાર એ ખાતરી કરવાનો છે કે તમારે બધું જ કામ ફરી-ફરીને કરવું ન પડે. આ માટે તમારે ઊંચી ગુણવત્તાના રંગ તેમજ રંગકામના ઉપકરણોમાં રોકાણ કરવું જરૂરી છે, જેમ કે, બ્રશ, રોલર કવર્સ અને પેઇન્ટરની ટેપ. સારા બ્રશ અને રોલર કવર સારું કવરેજ આપે છે, જેથી કરીને ફરી-ફરીને રંગ લગાવવા પાછળ તમારો સમય અને રંગ વેડફાય નહીં અને પેઇન્ટરની સારી ગુણવત્તાની ટેપ ખાતરી કરે છે કે તમે બધાં જ પરપોટાઓ અને ધબ્બાઓને સારી રીતે સીલ કરી લો.

 • 4. પ્રાઇમરને ટાળશો નહીં :
  જો તમે નવી સૂકી દિવાલ પર રંગકામ કરી રહ્યાં હો તો, અપૂર્ણતાઓને ઢાંકવા માટે પાણી-આધારિત પ્રાઇમરનો ઉપયોગ કરો અને રંગ લગાવતા પહેલાં એકસમાન બેઝ પૂરો પાડો. જો તમે પેનલિંગ, પાણીથી નુકસાન પામેલી કે ધુમાડા જેવી મેલી દિવાલોનું રંગકામ કરી રહ્યાં તો તેલ-આધારિત પ્રાઇમરને પસંદ કરો.

 •  5. રંગકામની સમગ્ર પ્રક્રિયા દરમિયાન એકસમાન રંગ માટે એક મોટી ડોલમાં રંગના ઘણાં બધાં ડબ્બાઓને મિશ્રિત કરો :
  અલગ-અલગ ડબ્બાઓમાં રહેલાં રંગોમાં થોડો ઘણો તફાવત હોઈ શકે છે, આથી આ પ્રકારની કોઇપણ અસંગતતાને દૂર કરવા માટે ડબ્બાઓને એક મોટી ડોલમાં મિક્સ કરી દેવા જોઇએ અને તેમાંથી બનેલા રંગનો જ ઉપયોગ કરવો જોઇએ. જે-તે જગ્યાનું રંગકામ કરવા માટે કેટલા રંગની જરૂર પડશે તેનો અંદાજ લગાવવાની હંમેશા ભલામણ કરવામાં આવે છે અને તદનુસાર આ પ્રક્રિયામાં આગળ વધો, જે ‘બૉક્સિંગ’ તરીકે ઓળખાય છે.

 • 6. રંગના લીસોટાઓને ટાળો :
  રંગ લગાવવાને કારણે પડી જતાં પટ્ટાઓના લીસોટાઓ કે જે તરત સૂકાવા લાગતા હોય છે, તેને ટાળવા માટે દિવાલની સંપૂર્ણ ઊંચાઈ સુધી રંગકામ કરીને રંગને ભીનો રાખો અને તેમ કરતાં-કરતાં થોડાં-થોડાં આગળ ખસો જેથી છેલ્લે પડેલો લીસોટો ત્યારપછીને લીસોટા નીચે ઢંકાઈ જાય.

 • 7. પહેલા ટ્રિમ ભાગને રંગો :
  વ્યાવસાયિક રંગકામ કરનારા લોકો રંગકામ કરવામાં એક ક્રમ જાળવે છે. તેઓ સૌથી પહેલા ટ્રિમના ભાગને રંગે છે, ત્યારપછી છતને અને ત્યારપછી દિવાલોને. કારણ કે દિવાલનોને રંગવા કરતાં ટ્રિમને રંગવી વધારે સરળ અને ઝડપી હોય છે. ટ્રિમને રંગતી વખતે તમારે પર્ફેક્ટ હોવું જરૂરી નથી, તમારે લાકડાં પર ફક્ત સ્મૂધ ફિનિશ કરવાની રહે છે.

 • 8. સ્મૂધ ફિનિશ માટે બે આવરણની વચ્ચે ટ્રિમ પર કાચ પેપર ફેરવો :
  ટ્રિમ પર રંગનો એક હાથ મારવાથી તેની નીચે રહેલો રંગ અને ચમક છુપાઈ શકતા નથી. અને જો તમે રંગના બે આવરણની વચ્ચે સપાટી પર કાચ પેપર ફેરશો નહીં તો તેના કારણે ટેક્સચર દાણાદાર થઈ જઈ શકે છે. સ્મૂધ ફિનિશ માટે રંગનું પ્રત્યેક આવરણ લગાવતા પહેલાં ટ્રિમ પર થોડું સેન્ડિંગ કરો.

જો રંગકામ કરવાના આ તમામ સૂચનોથી તમે રંગકામની સમગ્ર પ્રક્રિયા જાતે કરવા માટે પ્રેરિત થયાં હો તો અમે તમને રંગકામ શરૂ કરતાં પહેલાં આ લેખ વાંચી જવા સૂચવીએ છીએ :
https://www.ultratechcement.com/home-building-explained-single/how-to-choose-the-right-exterior-paint-colours-for-your-home

વારંવાર પૂછાયેલા પ્રશ્નો

1. શું જૂના રંગ પર સીધો જ નવો રંગ લગાવી શકાય ?

જો જૂનો રંગ અને નવો રંગ રાસાયણિક રીતે સરખો (ઉદાહરણ તરીકે, તેલ-આધારિત) હોય તો તમારે પ્રાઇમરની જરૂર પડતી નથી. જો વર્તમાન દિવાલ મુલાયમ અને સ્વચ્છ હોય, તો તમે જૂના રંગ પર સીધા જ નવા રંગનું આવરણ ચઢાવી શકો છો.

2. તમારે રંગના ઓછામાં ઓછા કેટલા આવરણ લગાવવા જોઇએ ?

આ માટેના અનુભવસિદ્ધ નિયમ મુજબ, રંગના ઓછામાં ઓછા બે આવરણ લગાવવા જોઇએ. જોકે, સામગ્રી અને દિવાલ પર લગાવેલો અગાઉનો રંગ બંને આ સંખ્યા નિર્ધારિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે, ઉદાહરણ તરીકે, ફિનિશ થયેલી ન હોય તેવી સૂકી દિવાલ પર તમારે પ્રાઇમર અને અંડરકૉટ રંગનું આવરણ પણ લગાવવું પડી શકે છે.

3. રંગકામ કરતાં પહેલાં તમે જો દિવાલ પર પ્રાઇમર ન લગાવો તો શું થશે ?

જો તમે પ્રાઇમર નથી લગાવતા તો રંગ ઉખડી જવાનું જોખમ વધારે રહે છે, ખાસ કરીને ભેજવાળી સ્થિતિમાં. આથી વિશેષ, રંગકામ કર્યાના મહિનાઓ પછી જ્યારે રંગ સૂકાઈ જાય ત્યારે જો રંગ જો દિવાલ પર ચોંટી ન રહે તો દિવાલની સફાઈ કરવાનું કામ અત્યંત કપરું બની જાય છે. જ્યારે તમે કચરો કે આંગળીઓના નિશાન દિવાલ પરથી સાફ કરવા જશો ત્યારે તેની સાથે-સાથે રંગ પણ ઉખડવા લાગશે.