તમારા પ્રશ્નોના જવાબ મેળવો
તમે જ્યારે નિવાસસ્થાન કે વાણિજ્યિક હેતુ માટે જમીનના પ્લોટની પસંદગી કરી રહ્યાં હો ત્યારે વાસ્તુ મુજબ જમીનની પસંદગી કરવી જોઇએ. કારણ કે જમીનનો પ્લોટ એ એક અચલ સ્વરૂપ છે, જે ચલાયમાન થતું નથી, આથી તમારે એ વાતની ખાતરી કરવી જોઇએ કે તે પોઝિટિવ કંપનો ફેલાવે અને નકારાત્મક ઊર્જાઓથી મુક્ત હોય. ઘર માટેનું વાસ્તુશાસ્ત્ર પ્લોટના વાસ્તુથી થોડી અલગ બાબત છે. આથી, જો તમે એ બાબતે ચિંતિત હો કે તમે યોગ્ય પ્લોટ ખરીદ્યો છે કે નહીં, તો આ લેખ તમારી બધી જ ચિંતાઓનું સમાધાન લાવી શકશે.
સૌપ્રથમ તો પ્લોટ ખરીદતા પહેલાં વાસ્તુની જે માર્ગદર્શિકાઓનું પાલન કરવું જોઇએ તેને સમજી લો. આ સેગમેન્ટમાં યાદ રાખવા જેવા ત્રણ મહત્વના સૂચનો છે :
જમીનનો તમારો પ્લોટ શાંતિપૂર્ણ, નિશ્ચલ હોવો જોઇએ અને તેની આસપાસ ખૂબ હરિયાળી હોવી જોઇએ, જેથી કરીને તે હકારાત્મકતા ફેલાવી શકે. ફળદ્રુપ માટી એ પ્લોટની આસપાસ સારી માટી હોવાનું સૂચવે છે. પ્લોટના વાસ્તુ પર વિચાર કરતાં પહેલા તમે જે જમીનનો ટુકડો ખરીદવાનું વિચારી રહ્યાં છો તેની પર જઇને ઊભા રહો અને તેના કંપનો અનુભવો. તમે જ્યારે ત્યાં હો ત્યારે તમને પોઝિટિવ કંપનોનો અનુભવ થવો જોઇએ. જ્યાં કોઇપણ પ્રકારના દ્વેષપૂર્ણ કે નકારાત્મક વિચારો આવતાં હોય તેવા પ્લોટને ટાળવો જોઇએ.
સ્થળનો અભિવિન્યાસ એ વાસ્તુ મુજબ જમીનની પસંદગી કરવાના સૌથી મહત્વના પાસાંઓમાંથી એક છે. વાસ્તુની માર્ગદર્શિકા વૈજ્ઞાનિક દલીલ અને તર્ક પર આધારિત છે. કોઇપણ શહેરમાં રોડની બંને બાજુએ ઘરો/એપાર્ટમેન્ટ આવેલા હોય છે અને જ્યારે ચારેય દિશાઓમાં આવા ઘર આવેલા હોય ત્યારે શહેર વધુ સુંદર દેખાય છે. આથી પ્લોટ માટેના વાસ્તુ મુજબ, ચારેય દિશાઓને શુભ માનવામાં આવે છે. પૂર્વમુખી ઘર વિદ્વાનો, ધર્મગુરુઓ, ચિંતકો, પ્રોફેસરો માટે સારું ગણાય છે, ઉત્તરમુખી ઘર સત્તાધારીઓ, વહીવટીતંત્રમાં રહેલા લોકો માટે સારું ગણાય છે, દક્ષિણમુખી ઘર વ્યાવસાયિક વર્ગ અને મેનેજમેન્ટ લેવલે કામ કરતાં લોકો માટે શુભ માનવામાં આવે છે અને પશ્ચિમમુખી ઘર સમાજને સહાયક સેવાઓ પૂરી પાડનારા લોકો માટે શુભ ગણાય છે.
ઘરના નિર્માણકાર્યના વિવિધ તબક્કાઓની શરૂઆત કરતાં પહેલાં આ જમીનનો અગાઉ શું ઉપયોગ થતો હતો તે જાણવું જરૂરી છે. ખેતી માટે સૌથી અનુકૂળ હોય તેવો જ પ્લોટ પસંદ કરવો જોઇએ, કારણ કે, તેની માટી ફળદ્રુપ હોય છે. સામાન્ય રીતે જે માટી ખેતી માટે સારી હોય છે, તે ઘરનો પાયો નાંખવા માટે પણ સારી ગણાય છે. જ્યારે કાળી માટી ખેતી તેમજ મકાન બાંધવા માટે સારી ગણાતી નથી, કારણ કે, તે પાણીને સંગ્રહી રાખે છે અને તેના કારણે પાયામાં ભેજ આવી શકે છે. આ ઉપરાંત મકાન બાંધવા માટે ખડકાળ જમીનને પણ ટાળો. વળી, જ્યાં ખૂબ માત્રામાં કીટકો હોય તેવી જમીનને પણ ટાળવી જોઇએ, કારણ કે, તે સૂચવે છે કે આ જમીન ખૂબ જ ઢીલી છે.
હવે પછી પ્લોટની આસપાસ રોડની ગોઠવણને ધ્યાન પર લેવાની છે. અહીં નીચે કેટલાક સંકેતો આપવામાં આવ્યાં છે :
સારું સ્થળ :
મધ્યમ સ્થળ :
ખરાબ સ્થળ :
પ્લોટના વાસ્તુનું અન્ય એક મહત્વનું પાસું એટલે પસંદ કરવામાં આવેલા પ્લોટ કે જમીનનો આકાર. અહીં નીચે જમીનના ચાર સર્વસામાન્ય આકારો આપવામાં આવ્યાં છે :
લંબચોરસ પ્લોટ : 1:2ના ગુણોત્તરમાં લંબાઈ અને પહોળાઈ ધરાવતા પ્લોટને વાસ્તુ મુજબ સારી જમીન ગણવામાં આવે છે. જો તેની લંબાઈ ઉત્તર તરફ હોય અને પહોળાઈ પશ્ચિમ તરફ તો તેને સૌથી અનુકૂળ માનવામાં આવે છે. આ પ્રકારના પ્લોટ સારું સ્વાસ્થ્ય, સંપત્તિ અને સમૃદ્ધિ આપે છે.
ત્રિકોણ પ્લોટ : ત્રિકોણ પ્લોટ સારો ગણાતો નથી. વાસ્તુ મુજબ આ પ્રકારના પ્લોટમાં આગ લાગવાનો અને નુકસાન થવાનો ભય રહે છે.
અંડાકાર પ્લોટ : ઘરનું બાંધકામ કરવા માટે આ પ્રકારનો પ્લોટ સારો માનવામાં આવતો નથી. વાસ્તુ મુજબ, આ પ્રકારનો પ્લોટ તેના માલિક માટે દુર્ભાગ્ય લઇને આવે છે.
વાસ્તુ મુજબ, પ્લોટની પસંદગી કરતાં પહેલાં પ્લોટની એકરૂપતાને પણ ધ્યાન પર લેવી જોઇએ :
જો તમે રહેઠાણના હેતુ માટે પ્લોટના વાસ્તુ પર વિચાર કરી રહ્યાં હો તો, તમે પસંદ કરેલી જમીન સપાટ હોય તેની ખાતરી કરો. જો પ્લોટ ઢોળાવવાળો હોય તો આ ઢોળાવ દક્ષિણ-પશ્ચિમ (નેઋત્ય) અથવા ઉત્તર-પૂર્વ (ઇશાન) તરફનો હોય તો તે શુકનિયાળ ગણાય છે. જો ઢોળાવ પશ્ચિમ તરફનો હોય તો તેના કારણે પરિવારજનો વચ્ચે વાદવિવાદ રહે છે, મનમેળ રહેતો નથી તેના કારણે આરોગ્ય સંબંધિત સમસ્યાઓ પણ પેદા થઈ શકે છે.
તમારો પ્લોટ તમને સફળતા અને સુખ બક્ષે તેની ખાતરી કરવા માટે અહીં વાસ્તુના કેટલાક સૂચનો આપવામાં આવ્યાં છે. પ્લોટ ખરીદતા પહેલાં અથવા તો વાસ્તુ મુજબ જમીનની પસંદગી કરી રહ્યાં હો ત્યારે આ સૂચનોને ધ્યાનમાં રાખો. તમે ઘરનું બાંધકામ કરવા પાછળ થનારા ખર્ચના અંદાજની ગણતરી લો અને પ્લોટના વાસ્તુને અંતિમ સ્વરૂપ આપી દો, તે પહેલાં પ્લોટને ખરીદવાની કેટલીક કાયદાકીય જરૂરીયાતોને પણ સમજી લેવી જોઇએ. તમે અમારા આ લેખમાં આ અંગે વિગતવાર જાણકારી મેળવી શકશો : https://www.ultratechcement.com/home-building-explained-single/5-must-have-documents-to-avoid-legal-hassles-later