કોંક્રિટની જાળવણીનું મહત્વ

25 માર્ચ, 2019

તમે બનાવેલ ઘર ટકાઉ હોવું જોઈએ. અન્યથા તમારે સમારકામ અને નવીનીકરણ માટે સારા એવા પૈસા અને સમયનો વ્યય કરવો પડે.

ગંદી તિરાડો નબળી રીતે બાંધવામાં આવેલા ઘરની નિશાની છે. જ્યારે પ્રારંભિક તબક્કે કોંક્રિટમાથી પાણી નીકળી જાય છે, ત્યારે તિરાડો દેખાશે. કોન્ટ્રાક્ટર અથવા કડિયા દ્વારા કોઈ બેદરકારી દાખવવામાં આવી હોય તો આવું થાય છે.

તિરાડોને ટાળવા માટે, સુનિશ્ચિત કરો કે યોગ્ય ઉપચાર અથવા પાણી આપવામાં આવ્યું છે. ઉપચાર (ક્યોરિંગ) નો મુખ્ય હેતુ એ છે કે સમય જતાં કોંક્રિટને મજબૂત રાખવા માટે કોંક્રિટની સપાટીને હંમેશાં ભેજવાળી રાખવી,.

કૃપા કરીને સુનિશ્ચિત કરો કે

કોંક્રિટ નાખવાના તમામ તબક્કા દરમિયાન ઉપચાર (ક્યોરિંગ) હાથ ધરવામાં આવે.

ઉપચાર સાતથી દસ દિવસ સુધી ચાલુ રાખવામા આવે છે.

યાદ રાખો, સમયસરની કાળજી મોટા નુકશાનથી બચાવે છે. સમારકામમાં નાણાંનો બગાડ ન થાય તે માટે બાંધકામના દરેક તબક્કા દરમિયાન જાગ્રત રહો.


સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય નામ દાખલ કરો
માન્ય નંબર દાખલ કરો
માન્ય પિનકોડ દાખલ કરો
માન્ય શ્રેણી પસંદ કરો
માન્ય ઉપ શ્રેણી દાખલ કરો

આ ફોર્મ સબમિટ કરીને તમે અલ્ટ્રાટેક સિમેન્ટને તમારો સંપર્ક કરવાની અધિકૃતતા આપો છો.

આગળ વધવા કૃપા કરીને આ બોક્સ પર ટીક કરો