સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય નામ દાખલ કરો
માન્ય નંબર દાખલ કરો
માન્ય પિનકોડ દાખલ કરો
માન્ય શ્રેણી પસંદ કરો
માન્ય ઉપ શ્રેણી દાખલ કરો

આ ફોર્મ સબમિટ કરીને તમે અલ્ટ્રાટેક સિમેન્ટને તમારો સંપર્ક કરવાની અધિકૃતતા આપો છો.

આગળ વધવા કૃપા કરીને આ બોક્સ પર ટીક કરો

બહારની દિવાલો માટે રંગ કેવી રીતે પસંદ કરવો?

જો તમે તમારા ઘરની બહારનો રંગ પસંદ કરવામાં મૂંઝાઈ રહ્યાં હો તો, આ લેખ ઘરની બહારનો રંગ પસંદ કરવાની કામગીરીને તમારા માટે સરળ અને ઝડપી બનાવી દેશે.

Article Image

આપણે આપણાં ઘરમાં પ્રવેશનારી કોઇપણ વ્યક્તિ પર અમીટ છાપ છોડવા માટે ઘરના ઇન્ટીરિયર્સ પર જ ધ્યાન આપતાં હોઇએ છીએ પરંતુ આપણે એ હકીકત ભૂલી જતાં હોઇએ છીએ કે ઘરની બહારનો ભાગ જ મુલાકાતીઓ પર આપણા ઘર અને વ્યક્તિત્વની પ્રથમ છાપ છોડતો હોય છે. તમારા ઘરની બહારની દિવાલો માટે યોગ્ય રંગની પસંદગી કરવી એ કાં તો ભયાનક અથવા તો જબરદસ્ત અનુભવ સાબિત થઈ શકે છે, કારણ કે, જો તમે અયોગ્ય રંગ પસંદ કરશો તો તમારા ઘરની બહારનો રંગ નિસ્તેજ અને બોરિંગ લાગી શકે છે. જો તમે તમારા ઘરની બહારનો રંગ બોલ્ડ પસંદ કરશો તો તે જાણે થોડો વધારે પડતો જ વિલક્ષણ અને અભિભૂત કરી દેનારો લાગી શકે છે, જેના કારણે આસપાસના વિસ્તારની સ્થાપત્યકીય વિગતો અને રચના દબાઈ જાય છે. પરંતુ જો તમે એ જાણતા હો કે તમારા ઘર માટે બહારનો રંગ કેવી રીતે પસંદ કરવો અને બહારના રંગોના શ્રેષ્ઠ સંયોજનો કેવી રીતે તૈયાર કરવા તો, આ રંગ તમારા ઘરની એકંદર સુંદરતામાં વધારો કરશે.
 

બહારની દિવાલો માટે રંગો પસંદ કરવા માટેના સૂચનો
 

How to Choose Colour for Exterior Walls

તમારા ઘરની નિર્માણયાત્રામાં સૌથી રોમાંચક તબક્કાઓમાંથી એક એટલે તમારા ઘર માટે રંગોની પસંદગી કરવી. તમે જે રંગો પસંદ કરશો તે મુખ્યત્વે તમારા ઘરનો દેખાવ કેવો લાગશે તે નિર્ધારિત કરે છે. ઘરની બહારના રંગોની પસંદગી તથા પરિપ્રેક્ષ્યને પ્રભાવિત કરનારા ઘણાં પરિબળો છે. આથી અમે તમને અહીં કેટલાક સૂચનો આપી રહ્યાં છીએ, જેથી કરીને તમે તમારા ઘર માટે યોગ્ય રંગો પસંદ કરી શકો :

 

  • 1. સંયોજનો : ઓછું એટલું સારું
    અહીં એ યાદ રાખવા જેવું છે કે, ઘણાં બધા રંગોથી ઘર વિચિત્ર દેખાઈ શકે છે. આથી, ચીજોને સરળ રાખવી જોઇએ અને તમારા ઘરની બહારની દિવાલો માટે એક કે વધુમાં વધુ બે રંગો પસંદ કરવા જોઇએ. જો તમને એમ લાગે કે આ રંગો નીરસ લાગી રહ્યાં છે, તો તમે એક જ રંગના વિવિધ શૅડ અજમાવી શકો છો.

  • 2. રંગોની પસંદગી :
    વાત જ્યારે રંગોની પસંદગી કરવાની આવે ત્યારે તમારે આદર્શ રીતે તો અનેક વિકલ્પો અજમાવી જોવા જોઇએ. પ્રેરણા મેળવો અને સંદર્ભો શોધો, જેના પગલે તમે તમને ગમતા રંગોની છણાવટ કરી શકશો અને ત્યારબાદ, તેના સંયોજનો અજમાવી જુઓ. સરળતાથી ગંદા થઈ જાય તેવા કાળા અને ઘેરા રંગોને ટાળો.

  • 3. પ્રકાશને ધ્યાનમાં રાખો :
    તમે શૅડ કાર્ડમાં જે રંગો અને શૅડ પસંદ કરો છો, તે જ્યારે તમારા ઘરની બહાર લગાવવામાં આવે, ત્યારે તેની પર પડતા પ્રકાશની ગુણવત્તા અને પ્રકાર પર આધાર રાખીને તે તદ્દન અલગ લાગી શકે છે. દિવાલ પર તમને ગમતા થોડા રંગો અને શૅડ્સ લગાવી જુઓ, જેથી કરીને આ રંગો દિવાલ પર લગાવ્યાં પછી કેવા લાગશે તેનો તમને અંદાજ આવી શકશે.

  • 4. આસપાસનો વિસ્તાર પણ મહત્વનો છે :
    ઘરની બહારના રંગોને પસંદ કરતી વખતે તમારા ઘરનું સ્થળ અને તેની આસપાસનો વિસ્તાર કેવો છે, તેને ધ્યાનમાં લેવો જોઇએ. તમે ઇચ્છતા હો છો કે તમારું ઘર બધાંથી અલગ તરી આવે પરંતુ તમારે એ વાતની ખાતરી કરવી જોઇએ કે તમે જે રંગો પસંદ કરો છો તે તમારી આસપાસના વિસ્તાર અને પૃષ્ઠભૂમિના મિજાજ અને વાતાવરણને અનુરૂપ હોય.

  •  5. રંગોથી પણ વિશેષ વિચારો :
    તમારા ઘરનો બહારનો ભાગ ફક્ત દરવાજા અને બારીઓને કારણે જ સુંદર નથી દેખાતો પરંતુ તે કેટલાક ફર્નિશિંગ્સ, કલાકૃતિઓ અને છોડ-વેલથી પણ જીવંત થઈ ઊઠે છે. સામગ્રી અને લાઇટિંગને યોગ્ય રીતે પસંદ કરો, જેથી કરીને આ ચીજો તમારા ઘરની બહારના રંગોની સાથે દીપી ઉઠે. આ ઉપરાંત, ટ્રિમ્સ અને એસેન્ટના રંગો માટે પણ યોગ્ય સંયોજન પસંદ કરો.

  • 6. ટકાઉપણું :
    તમારા ઘરની બહારના રંગોની જાળવણી કરવાનું પાસું પણ એટલું જ મહત્વનું છે. તમે રંગ જે કોઇપણ પસંદ કરો પણ પેઇન્ટ પસંદ કરતી વખતે એ વાતની ખાતરી કરો કે તમે ટકાઉ અને જેની પાછળ ઓછો ખર્ચ થાય તેવો પેઇન્ટ પસંદ કરી રહ્યાં છો. ‘સાટિન’ અને ‘એગશેલ’ પેઇન્ટ્સ ખૂબ જ ટકાઉ હોય છે અને તેમને સરળતાથી સાફ કરી શકાય છે. તે તમારા રંગોને ખૂબ સારી ફિનિશ આપે છે.

  • 7. થીમ :
    તમારા ઘર માટે બહારના રંગોનો પેઇન્ટ કેવી રીતે પસંદ કરવો તેની મૂંઝવણમાંથી છુટકારો મેળવવા માટે તમારે સૌપ્રથમ તો થીમને સેટ કરવાનું કામ કરવું જોઇએ. ઘરની બહારના રંગની થીમ સેટ કરવાથી તમને ઘરની બહારની દિવાલનો યોગ્ય રંગ પસંદ કરવામાં તો મદદ મળી જ રહેશે પરંતુ તેની સાથે-સાથે તમારું ઘર કદરૂપું દેખાવાને બદલે સુંદર અને આકર્ષક દેખાશે.

  • 8. ઋતુ :
    ઘરની બહારની દિવાલોનું રંગકામ એ ખૂબ જ કંટાળાજનક કામ છે પરંતુ જો તેને યોગ્ય ઋતુમાં કરવામાં આવે તો, આ કામ સરળ બની જાય છે. જો બહારની દિવાલનું રંગકામ ઉનાળાની ઋતુમાં કરવામાં આવે તો બહારના રંગોની આવરદા વધી જાય છે. ઉનાળામાં રંગો યોગ્ય તાપમાને બરોબર સૂકાઈ જાય છે. જો તમે ચોમાસામાં કે શિયાળામાં ઘરની બહાર રંગકામ કરાવો છો તો તમારે બહારની દિવાલોને વારંવાર રંગાવી પડી શકે છે.

  • 9. પરીક્ષણ :
    એકવાર તમે બહારની દિવાલ માટે યોગ્ય રંગના થોડા ઘણાં વિકલ્પો પસંદ કરી લો તે પછી આ રંગોના સેમ્પલોના મોટા પટ્ટા બહારની દિવાલ પર લગાવી જુઓ. દિવસ દરમિયાન અલગ-અલગ સમયે આ નમૂનાઓને જુઓ. આ નમૂનાઓને સૂર્યપ્રકાશમાં અને છાંયડામાં જુઓ, જે તમને બહારની દિવાલો માટે યોગ્ય રંગોને પસંદ કરવામાં મદદરૂપ થશે. કેવા પ્રકારનો ઘરની બહારનો ભાગ સુંદર દેખાશે તે મામલે તમને હજુ પણ કોઈ મૂંઝવણ હોય તો તમે પ્રોફેશનલ ડીઝાઇનરની મદદ લઈ શકો છો અથવા તો કોઈ નિકટના મિત્ર પાસે મદદ માંગી શકો છો.

નિષ્ણાતો પાસે મદદ માંગો
રંગકામનો ત્રુટિરહિત અનુભવ મેળવવા સહાય અને માર્ગદર્શન માટે અલ્ટ્રાટૅકના બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર નો સંપર્ક કરો.

તેમના માર્ગદર્શન દ્વારા તમે તમારા ઘરના બહારના ભાગને ખૂબ જ સુંદર બનાવી શકશો પરંતુ ઇન્ટીરિયર્સનું શું? તમારું ઇન્ટીરિયર્સ સૌથી અલગ તરી આવે તે માટે તમારે અલગ-અલગ પ્રકારના વૉલ ફિનિશિંગને અજમાવા જોઇએ. આ અંગે વધુ જાણકારી મેળવવા માટે આ બ્લૉગ વાંચો - સુંદર ઇન્ટીરિયર માટે વૉલ ફિનિશિંગના પ્રકારો.