સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય નામ દાખલ કરો
માન્ય નંબર દાખલ કરો
માન્ય પિનકોડ દાખલ કરો
માન્ય શ્રેણી પસંદ કરો
માન્ય ઉપ શ્રેણી દાખલ કરો

આ ફોર્મ સબમિટ કરીને તમે અલ્ટ્રાટેક સિમેન્ટને તમારો સંપર્ક કરવાની અધિકૃતતા આપો છો.

આગળ વધવા કૃપા કરીને આ બોક્સ પર ટીક કરો

વાસ્તુને અનુરૂપ રસોડાની રચના કરવા માટેના સરળ સૂચનો

રસોડું એ એક એવી જગ્યા છે જ્યાં પ્રકૃતિના 5 તત્વોમાંથી એક અગ્નિ તત્વ રહેલું હોય છે. વાસ્તુ મુજબ રસોડાની યોગ્ય ગોઠવણ એ આ તત્વના લાભ મેળવવા માટે સૌથી મહત્વપૂર્ણ છે, અન્યથા રસોડામાં અકસ્માતો થવાની સંભાવના રહેલી હોય છે.


વાસ્તુ મુજબ રસોડાનું નિર્માણ કરવાનું મહત્વ

રસોડાને ઘરમાં પૂજા રૂમ પછી બીજો સૌથી પવિત્ર રૂમ ગણવામાં આવે છે, કારણ કે, અહીં માઁ અન્નપૂર્ણા, પોષણ અને આહારના દેવીનો વાસ ગણાય છે. રસોડું એ એવી જગ્યા છે, જ્યાં આપણે દરરોજ આપણું ભોજન બનાવીએ છીએ, જે ભોજન આપણને આપણા દરરોજના કાર્યો કરવાની ઊર્જા પૂરી પાડે છે, આહારની આપણી મૂળભૂત જરૂરિયાતને પૂરી કરે છે અને આપણને ચુસ્ત-દુરુસ્ત રાખે છે.

રસોડાની ગોઠવણ વાસ્તુ મુજબ યોગ્ય રીતે કરવાથી તે બીમારીઓને આમંત્રિત કરનારી નકારાત્મક ઊર્જાને દૂર રાખીને હકારાત્મક વાતાવરણની સાથે તંદુરસ્ત જીવન બક્ષે છે. જો રસોડાને વાસ્તુ મુજબ તૈયાર કરવામાં આવ્યું ન હોય તો તેનાથી આર્થિક ભારણ, બીમારીઓ, કૌટુંબિક વાદ-વિખવાદો વગેરે આવતાં હોવાનું જાણવા મળ્યું છે.

રસોડા માટેના વાસ્તુના સૂચનો અને માર્ગદર્શિકા

રસોડાની ગોઠવણ :

Placement Of The Kitchen

રસોડાની ગોઠવણ :
 

  • રસોડા માટેના વાસ્તુના સૂચનો મુજબ, ઘરની દક્ષિણ-પૂર્વ (અગ્નિ) દિશા એ અગ્નિ તત્વનું ક્ષેત્ર છે, આથી રસોડું બનાવવા માટે આ દિશા ઉત્તમ ગણાય છે.
  • વાસ્તુ મુજબ, ઉત્તર-પશ્ચિમ (વાયવ્ય) દિશા રસોડા માટેની આદર્શ દિશા છે.
  • રસોડું બનાવવા માટે ઉત્તર, ઉત્તર-પૂર્વ (ઇશાન) અને દક્ષિણ-પશ્ચિમ (નેઋત્ય) દિશાઓને ટાળવી જોઇએ, કારણ કે, તે વાસ્તુ મુજબ રસોડા માટે યોગ્ય દિશા ગણવામાં આવતી નથી.
  • બાથરૂમ અને રસોડાની ગોઠવણ એકબીજાની સાથે કરવાનું ટાળો, કારણ કે તેનાથી વાસ્તુદોષ સર્જાય છે.

દરવાજો :

Entrance

દરવાજો :
 

  • રસોડા માટેના વાસ્તુના સૂચનો મુજબ, રસોડાનો દરવાજો પશ્ચિમ અથવા તો ઉત્તર દિશા તરફ હોવો જોઇએ. તેને રસોડાના દરવાજા માટે સૌથી શુભ દિશા માનવામાં આવે છે. જો આ દિશાઓમાં દરવાજો બનાવવાનો શક્ય ન હોય તો, દક્ષિણ-પૂર્વ (અગ્નિ) દિશા અંગે પણ વિચાર કરી શકાય.

ગેસનો સ્ટવ :

Gas Stove

ગેસનો સ્ટવ :
 

  • રસોડા માટેના વાસ્તુના સૂચનો મુજબ, ગેસના સ્ટવને રસોડાની દક્ષિણ-પૂર્વ (અગ્નિ) દિશામાં મૂકવો જોઇએ.
  • ગેસનો સ્ટવ એ રીતે મૂકવો જોઇએ કે રસોઈ બનાવતી વખતે તમારો ચહેરો પૂર્વ તરફ રહે.

દરવાજા અને બારીઓ :

Doors And Windows

દરવાજા અને બારીઓ :

 

  • આદર્શ રીતે જોવા જઇએ તો, રસોડામાં દરવાજો ફક્ત એક જ દિશામાં બનાવેલો હોવો જોઇએ અને એકબીજાની સામસામે દરવાજા બનાવવા જોઇએ નહીં. જો રસોડામાં બે દરવાજા હોય તો, તેમાંથી એક દરવાજો ઉત્તર તરફ અને બીજો પશ્ચિમ તરફનો હોવો જોઇએ, જેથી કરીને તેમાંથી એક દરવાજાને ખુલ્લો અને બીજાને બંધ રાખી શકાય.
  • રસોડા માટેના યોગ્ય વાસ્તુ મુજબ, રસોડાનો દરવાજો ઘડિયાળના કાંટાની દિશામાં ખુલવો જોઇએ, જેથી કરીને તે સુખ-સમૃદ્ધિને આમંત્રિત કરી શકે. જો દરવાજો ઘડિયાળના કાંટાની ઊંધી દિશામાં ખુલતો હોય તો તેનાથી પ્રગતિ ધીમી પડે છે અને પરિણામો અટકી જાય છે.
  • રસોડામાં બારી હોવી ખૂબ જ જરૂરી છે, કારણ કે, તેનાથી પોઝિટિવ ઊર્જા પ્રવાહિત થઈ શકે છે તેમજ રસોડામાં પૂરતો હવા-ઉજાસ પણ જળવાઈ રહે છે.
  • બારી રસોડાની પૂર્વ કે દક્ષિણ દિશામાં હોવી જોઇએ, જેથી કરીને સૂર્યપ્રકાશ અને પવન તેમાં સરળતાથી પ્રવેશી શકે.
  • જો રસોડામાં બે બારીઓ હોય તો, નાની બારી મોટી બારીની વિરુદ્ધ બાજુએ હોવી જોઇએ, જેથી રસોડામાં ક્રોસ-વેન્ટિલેશન થઈ શકે.
  • આદર્શ રીતે જોવા જઇએ તો નાની બારી દક્ષિણ બાજુએ અથવા તો મોટી બારીની વિરુદ્ધ બાજુએ બનાવવી જોઇએ.

રસોડાનો સ્લેબ :

Kitchen Slab

રસોડાનો સ્લેબ :

 

  • રસોડા માટેના વાસ્તુશાસ્ત્ર મુજબ રસોડાનો સ્લેબ ગ્રેનાઇટને બદલે કાળા માર્બલ અથવા પથ્થરમાંથી બનેલો હોવો જોઇએ.
  • રસોડાના સ્લેબનો રંગ રસોડાની દિશા પર આધારિત છે.
  • જો રસોડું પૂર્વ તરફ હોય તો સ્લેબનો રંગ લીલો અથવા કથ્થઈ હોય તે શ્રેષ્ઠ છે.
  • જો રસોડું ઉત્તર-પૂર્વ (ઇશાન)માં હોય તો, પીળા રંગનો સ્લેબ આદર્શ ગણાય છે.
  • દક્ષિણ અથવા દક્ષિણ-પૂર્વ (અગ્નિ) દિશામાં રહેલા રસોડા માટે રસોડાના વાસ્તુ દ્વારા કથ્થઈ, મરૂન કે લીલા રંગના સ્લેબની ભલામણ કરવામાં આવે છે.
  • જો રસોડું પશ્ચિમ દિશામાં હોય તો, સ્લેબ રાખોડી કે પીળા રંગનો હોવો જોઇએ.
  • ઉત્તર દિશામાં રહેલા રસોડા માટે સ્લેબનો રંગ લીલો હોવો જોઇએ પરંતુ વાસ્તુ મુજબ રસોડું ઉત્તર દિશામાં હોવું જોઇએ નહીં.

રસોડાનો સિંક :

Kitchen Sink

રસોડાનો સિંક :

 

  • આદર્શ રીતે જોવા જઇએ તો, રસોડાનો સિંક ઉત્તર અથવા ઉત્તર-પૂર્વ (ઇશાન) દિશામાં રાખવો જોઇએ.
  • આ સિંક સ્ટવને સમાંતર કે એક જ દિશામાં ગોઠવવામાં આવેલો ન હોય તેની ખાતરી કરો, કારણ કે, વાસ્તુ મુજબ જળ અને અગ્નિ તત્વ એકબીજાના વિરોધી છે અને જો તેમને એકબીજાની સાથે રાખવામાં આવે તો તે નકારાત્મક પ્રભાવ પેદા કરી શકે છે.
  • આ હાનિકારક પ્રભાવોને દૂર કરવા માટે રસોડા માટેના વાસ્તુના સૂચનો મુજબ જો સિંક અને સ્ટવ એકબીજાની પાસે-પાસે હોય તો તેમની વચ્ચે બોન ચાઇનાની ફૂલદાની મૂકવી જોઇએ.

પીવાનું પાણી :

Drinking Water

પીવાનું પાણી :

 

  • રસોડાના યોગ્ય વાસ્તુ દ્વારા સૂચવવામાં આવ્યાં મુજબ, પીવાના પાણી માટેના એપ્લાયેન્સિસ અને વાસણો રસોડાની અંદર જ રાખવા જોઇએ.
  • રસોડા માટેના વાસ્તુના સૂચનો દ્વારા પીવાના પાણીના સ્રોતને ઘરના ઉત્તર-પૂર્વ (ઇશાન) કે ઉત્તર બાજુએ ગોઠવવાની ભલામણ કરવામાં આવી છે.
  • જો ઉત્તર કે ઉત્તર-પૂર્વ (ઇશાન) તરફ તેને ગોઠવી શકાય તેમ ન હોય તો તેને પૂર્વ તરફના ખૂણામાં પણ રાખી શકાય.

રસોડાના એપ્લાયેન્સિસ :

Kitchen Appliances

રસોડાના એપ્લાયેન્સિસ :
 

  • રસોડા માટેના વાસ્તુના સૂચનો મુજબ રેફ્રિજરેટરને રસોડાના દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં અથવા તો અન્ય કોઈ ખૂણામાં મૂકવું જોઇએ પરંતુ તેને ક્યારેય ઉત્તર-પૂર્વ (ઇશાન) ખૂણામાં મુકવું જોઇએ નહીં.
  • રસોડા માટેના વાસ્તુ મુજબ, રસોડું ક્યારેય અવ્યવસ્થિત હોવું જોઇએ નહીં, આથી તમામ વાસણોને ચોખ્ખા કરીને રસોડાના દક્ષિણ કે પશ્ચિમ બાજુએ આવેલા કેબિનેટમાં સુઘડ રીતે ગોઠવો.
  • રસોડામાં ઉપયોગમાં લેવાતા તમામ ઇલેક્ટ્રિક ઉપકરણોને દક્ષિણ-પૂર્વ (અગ્નિ) ખૂણામાં રાખવા જોઇએ અને તેમને ઉત્તર-પૂર્વ (ઇશાન) ખૂણામાં મૂકવા જોઇએ નહીં, કારણ કે, તેનાથી આવા ઉપકરણોમાં ખામી સર્જાઈ શકે છે.

રસોડાનો રંગ :

Colour Of The Kitchen

રસોડાનો રંગ :
 

  • રસોડા માટેના વાસ્તુના સૂચનોમાં રસોડામાં આછા રંગોની ભલામણ કરવામાં આવી છે.
  • વાસ્તુ મુજબ લાલ, આછો ગુલાબી, નારંગી અને લીલો રંગ જેવા રંગોનો પણ ઉપયોગ કરી શકાય છે.
  • ઘેરા રંગોનો ઉપયોગ કરવાનું ટાળો, કારણ કે, તેનાથી રસોડું અને તેનું વાતાવરણ અંધારિયું થઈ જાય છે.

અહીં ઉપર વાસ્તુને અનુરૂપ રસોડું બનાવવાના તથા પોઝિટિવ કંપનો ઉત્પન્ન કરવા તમારે જાણવા લાયક તમામ સૂચનો આપવામાં આવ્યાં છે, જેથી કરીને તમે અને તમારા તમામ પરિવારજનો ચુસ્ત-દુરુસ્ત રહી શકો.

પૂજા રૂમ એ ઘરની વધુ એક શુભ જગ્યા છે, આથી તમારા ઘરમાં શાંત અને નિર્મળ વાતાવરણની રચના કરવા માટે તેની પર સવિશેષ ધ્યાન આપવું જરૂરી છે. પૂજા રૂમ માટેના વાસ્તુ અંગે વધુ વાંચો.