કાર્પેટ એરિયા, બિલ્ટ-અપ એરિયા, સુપર બિલ્ટ-અપ એરિયા વચ્ચેનો તફાવત

ભારતમાં તમારા ઘરના વિસ્તારને કાર્પેટ એરીયા, બિલ્ટ અપ અને સુપર બિલ્ટ અપ એરીયામાં માપવામાં આવે છે. સૂચિત નિર્ણયો લેવા માટે ઘર બાંધી રહેલી વ્યક્તિએ આ શબ્દોને સમજવા જરૂરી છે.

1

 

 

 

1
 

 

કાર્પેટ એરીયા એ મિલકતની ઉપયોગમાં લઈ શકાતી જમીન હોય છે, જેને વૉલ-ટુ-વૉલ કાર્પેટની સાથે આવરી લઈ શકાય છે, જે તમને તમારા સંભવિત નવા ઘરનું સચોટ ચિત્ર પૂરું પાડે છે. તેને માપવા માટે તમારી મિલકતના દરેક રૂમની દિવાલથી દિવાલ સુધીની લંબાઈ અને પહોળાઈનો સરવાળો કરો, જેમાં બાથરૂમ અને પેસેજનો પણ સમાવેશ થઈ જાય છે. તે બિલ્ટ-અપ એરીયાનો સરેરાશ 70% વિસ્તાર આવરી લે છે.

2

 

 

 

2
 

 

બિલ્ટ અપ એરીયા = કાર્પેટ એરીયા + દિવાલો દ્વારા આવરી લેવામાં આવેલ વિસ્તાર. તેમાં બાલ્કનીઓ, ધાબા (છતની સાથે અથવા તેના વગર), બિલ્ડિંગના મુખ્ય માળની વચ્ચેનો મધ્યવર્તી માળ (મેઝેનાઇન ફ્લોર), છુટાં પાડી શકાય તેવા અન્ય રહેવા યોગ્ય વિસ્તારો (જેમ કે પરિચારકોના રૂમ) વગેરે જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. તે સામાન્ય રીતે કાર્પેટ એરીયા કરતાં 10-15 ટકા વધારે હોય છે.

3

 

 

 

3
 

 

સુપર બિલ્ટ અપ એરીયા = બિલ્ટ અપ એરીયા + કૉમન એરીયાનો પ્રમાણસરનો હિસ્સો. આ માપને ‘વેચાણયોગ્ય વિસ્તાર’ પણ કહેવામાં આવે છે. એપાર્ટમેન્ટના બિલ્ટ-અપ એરીયા ઉપરાંત, તેમાં અન્ય કૉમન એરીયાનો પણ સમાવેશ થાય છે, જેમ કે, લૉબી, સીડીઓ, શાફ્ટ અને આશ્રયસ્થાનો પણ. તેમાં ક્યારેક-ક્યારેક સ્વિમિંગ પૂલ અને જનરેટરના રૂમ જેવી સુવિધાઓનો પણ સમાવેશ કરવામાં આવે છે.

 

આ તફાવત અંગે જાણકારી મેળવીને તમે જમીનનો જે પ્લોટ ખરીદવા માંગો છો તેનું હવે નિરીક્ષણ કરી શકો છો અને આત્મવિશ્વાસપૂર્વક વાટાઘાટ કરી શકો છો.

 

ઘરનું નિર્માણ કરવા અંગે વધારે જાણકારી મેળવવા માટે જોતાં રહો #વાત ઘરની છે, અલ્ટ્રાટૅક સીમેન્ટની રજૂઆત.

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય નામ દાખલ કરો
માન્ય નંબર દાખલ કરો
માન્ય પિનકોડ દાખલ કરો
માન્ય શ્રેણી પસંદ કરો
માન્ય ઉપ શ્રેણી દાખલ કરો

આ ફોર્મ સબમિટ કરીને તમે અલ્ટ્રાટેક સિમેન્ટને તમારો સંપર્ક કરવાની અધિકૃતતા આપો છો.

આગળ વધવા કૃપા કરીને આ બોક્સ પર ટીક કરો